________________
૨૯૮
શ્રી વિમળનાથ ચરિત્ર, એક વખતે કુમાર રાજપુત્રી કનકમંજરીની સાથે ગેખમાં બેશી હર્ષવડે સેગઠાબાજીની ક્રીડા કરતું હતું. તેવામાં પિતાના પતિ કુમારના હાથમાં પિતાની માટી બહેનના નામની મુદ્રિકા જેવામાં આવી. તે જોઈ આશ્ચર્ય પામતી રાજ પુત્રી તે મુદ્રિકા લઈ રાજાની પાસે આવી, અને તે મુદ્રિકા આગળ મુકી. તેને જોઈ રાજા ચમત્કાર પામી ગ અને બોલ્યો કે, “પુત્રિ ! આ મુદ્રિકા તને ક્યાંથી પ્રાપ્ત થઈ? તે સત્વર કહે." કનકમંજરી બોલી, “તાત ! મેં આ મુદ્રિકા તમારા જમાઈના હાથમાંથી લઈ લીધી છે.” પછી રાજાએ તે મુદ્રિકા કે સ્થળે ગેપવી પિતાની માટી પુત્રીને બોલાવી. જેનું અંગ દુબલ થઈ ગયું છે, એવી તે પુત્રી આવી અને પિતાના ચરણમાં નમન કરી શોક સહિત કૃષ્ણમુખી થઈ રાજાની આગળ બેઠી. રાજાએ તેણીને પુછયું, “વત્સ ! તાપી આવી દશા કેમ થઈ છે?” પુત્રીએ તે વખતે પિતાને જણાવ્યું, “પિતાજી, પહેલા જે પુરૂષ મને પરણી ગયું છે, તે મંત્રિપુત્ર નથી પણ બીજો છે, તે પુરૂષે પરણતી વખતે મારા હાથમાંથી મુદ્રારત્ન લઈ લીધું હતું. દષ્ટિને સુખ આપનારૂં તે રત્ન તે મંત્રિપુત્રના હાથમાં મારા જેવામાં આવ્યું નહિ તેથી હું તેને ભ્રાતા સમાન માનું છું તેની ચિંતાને લીધે જ મારી આ દુબલતા થઈ છે. ” પછી રાજાએ સ્વર્ણશેખર કુમારને બેલાવી પછયું કે, “હે ચતુર કુમાર ! આ મુદ્રિકા તમારા હાથમાં કયાંથી આવી?” કુમારે નિર્વિવાદરીતે રાજાની આગળ તે બધે વૃત્તાંત કહી આપે. તે વખતે રાજાને હર્ષ ઉત્પન્ન થયે. પછી રાજાએ મંત્રીને તેના પુત્ર સાથે તરત બેલાવ્યું. માખીઓના સમૂહથી ભરેલે, બેસી ગયેલી નાસિકાવાલે, ઉત્તમ જનોએ નિંદેલ અને કઢના ગરૂપી ગ્રહે પ્રસ્ત કરેલ એ તે મંત્રિપુત્ર રાજાએ છે. તેને જોતાંજ રાજાએ કેયને ગુપ્ત રાખી કહ્યું, “મંત્રી તમારા પુત્રની આવી સ્થિતિ કેમ દેખાય છે?” મંત્રીએ કહ્યું, “વિવાહ થવાના સમયથી મારો પુત્ર આ થઈ ગયું છે. વિવાહ સમયે સર્વ જનોએ તેને સુંદર શરીરવાલે જે પરંતુ તમારી પુત્રીને લીધે તેના રૂપમાં આ પરાવરૂ થઈ ગયો છે.” મંત્રીનાં આ વચને સાંભળી રાજપુત્રીએ પિતાની કુલદેવતાને કહ્યું કે, “હે દેવિ! જે આ મંચાનું વચન સત્ય હોય, તે મને આ તેના પુત્રના જેવી કરી દે અને જે તે મંત્રી મૃષાવાદી હોય તે આ સર્વ જનના દેખતાં આ પાપીના મસ્તકના સે કટકા થઈ જાય. ” તત્કાળ તે મંત્રીના મસ્તકના સે કટકા થઈ ગયા. પૃથ્વીમાં સતીઓનું વચન તરતજ સત્ય થાય છે. તે મંત્રી મૃત્યુ પામીને તે દુગતિને પ્રાપ્ત થયે તેના વર્ણના સર્વ લેકેનો રાજાએ પિતાના દેશમાંથી બહિષ્કાર કર્યો. રાજાએ તત્કાળ ફલને આપનારા હોય છે. પછી રાજકુમારી મૃણાલિની પિતાને હિતકારી પતિને હર્ષથી ભજવા લાગી. સ્વર્ણશેખર કુમાર પણ બંને પત્નીની સાથે વિષય સુખ ભોગવવા લાગ્યા.
૧ ફાફેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org