________________
ચેથા વ્રત ઉપર ચંદ્ર અને સુરેંદ્રદત્તની કથા તકાળ પિતે બુઝાઈ જાય છે. કદિ તે સ્નેહ કરવો હોય, તે ગૃહસ્થોએ પિતાની સ્ત્રી વિગેરેમાં કરે, પરંતુ જ્ઞાનશાળી પુરૂષએ તે પરસ્ત્રીને સ્નેહ નજ કરે. વળી મેં ગુરૂના મુખથી પરસ્ત્રીત્યાગનું વ્રત લીધું છે તેથી ગુરૂના વચનવડે હું તે વ્રતને ભંગ નહિં કરું, તારે પણ એ વ્રત પાળવું જોઈએ. એ વ્રત પાળવાથી સર્વ જાતિઓમાં અબળા કહેવાતી એવી સ્ત્રીઓનું એજ બળ વિખ્યાત ગણાય છે.” વ્યંતરી બોલી. “સ્વામી, તપને પાખંaઓએ છેતર્યા છે કારણકે, પ્રત્યક્ષ સુખને ત્યાગ કરાવી સંશય ભરેલા સુખમાં લલચાવી નાખ્યા છે. જે તમારા હૃદયમાં સ્વર્ગ મેક્ષ છે” એ નિશ્ચય હોય, તે તે પરલોકે જવા શિવાય મલવાના નથી, તે આ પ્રત્યક્ષ સુખ અહિં ભગવી . » સુરેંદ્રદત્ત બોલ્યો, “ કદિ હું તે મુનિઓથી છેતરાયો હેઈ, તે ભલે, તેમાં તારે શું છે ? તું તે તારે સ્થાને ચાલી જા અને તારા હૃદયને સ્વસ્થ કર્યો. ” આ પ્રમાણે કહી મર્યાદા જાણવામાં ચતુર એવો સુરેંદ્રદત્ત મૌન ધરી ઉભો રહ્યો, પછી તે વ્યંતરી તેને દઢ નિશ્ચય જાણી તેની ગુણશ્રેણીથી રાજી થઈ બે કુંડળ મુકીને પોતાના સ્થાનમાં ચાલી ગઈ. એવી રીતે ઉજવળ એ ધર્મ પણ બીજાએને રંજિત કરે છે. ૧દેષાશ્રય છતાં જેની દષ્ટિ તમથી લપાતી, નથી, તેને લેવામાં સ્વર પણ ઘુવડ પક્ષીની જેમ સિદ્ધિ આપનારે થાય છે. સુરેંદ્રત્ત તે વેલાયે હર્ષથી સ્વાધ્યાય ધ્યાન કરવા લાગ્યા અને તે વ્યંતરીના દેહના સ્વરૂપને હૃદયમાં ભાવવા લાગ્યું. તે આવશ્યક ક્રિયા કરી દેવામાં પિતાની શય્યા જુવે, તેવામાં તે શય્યા ઉપર રહેલા બે કુંડલે તેના જેવામાં આવ્યાં.
આ તરફ ચંદ્રના ઘરમાં તેની સ્ત્રી પિતાના પ્રિય પતિને મરેલે દેખી ઘાટા સ્વરથી પોકાર કરવા લાગી. સ્ત્રીઓને એ સ્વભાવ છે. તે પિોકાર સાંભળી નગરના મધ્યમાં રહેલે સર્વ સ્વજન સમૂડ એકઠે થઈ ગયે, તેઓમાં સુરેંદ્રદત્ત વધારે શેક કરવા લાગે. સુરેંદ્રદત્તે પિતાના ભાઈનું બધું મૃતકાર્ય કર્યું, આ પૃથ્વીમાં અતિ મુશ્કેલી કાય આવી પડે ત્યારે બધુજ ઉભું રહે છે.
એક વખતે કઈ જ્ઞાની સાધુને જોઈ સુરેંદ્રદત્ત ચંદ્રના મૃત્યુને અને પેલા બે કુંડને વૃત્તાંત પૂ. ત્યારે તે મુનિએ વ્યંતરીએ રચેલા સર્વ પૂર્વ સંબંધ તેને કહી સંભળાવ્યા. પિતાના બંધને એવી રીતે નાશ સાંભલી સુદ્રદત્ત વૈરાગ્યવાનું થઈ ગયે. છેવટે સર્વ સંગને પરિત્યાગ કરી તેણે તેજ સાધુની સમીપે વ્રત ગ્રહણ કર્યું,
૧ ઘુવડપણે દષાશ્રય એટલે દોષા–રાશિને આશ્રય. અર્થાત ઘુવડ પક્ષી રાત્રે દેખે છે. પક્ષે દોષોને આશ્રય. રે તમ ઘુવડ પક્ષે અંધકાર અને પક્ષે અજ્ઞાન. ૩ વામ સ્વર એટલે ઘુવડ પક્ષે નઠારે અવાજ અથવા ડાબી તરફને અવાજ જે રાત્રે ઘુવડ પક્ષી ડાબી તરફ બોલે તે કાર્યની સિદ્ધિ થાય છે એમ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org