________________
શ્રી વિમળનાથ ચરિત્ર અભિલાષા કરે છે, તે પુરૂષો યાવચંદ્ર સુધી ચંદ્રની જેમ અવશ્ય દુઃખને પામે છે અને જે પુરૂષે આદરથી સ્વદાર સંતેષ રાખે છે, તેઓ સુરેદ્રદત્તની જેમ સુખ તથા સૌભાગ્યનું પાત્ર બને છે.
ચંદ્ર અને સુરેદ્રદત્તની કથા. આ ભરતક્ષેત્રમાં નિવાસી જનેને સુખદાયક એવી મિથિલા નગરીમાં ચંદ્ર, અને સુરેદ્રદત્ત નામે બે સગા ભાઈઓ રહેતા હતા. એક વખતે ચંદ્રની વાહનશાળામાં મુનિઓએ જેમાં સ્ત્રીઓ રાસકીડા કરી રહી હતી એવું વર્ષ ચાતુર્માસ્ય કર્યું. તે મુનિએએ ત્યાં બ્રહ્મચર્ય વ્રતની દેશના આપી તે સાંભળી ચંદ્ર અને સુરેંદ્રદત્તે પરસ્ત્રી ત્યાગ અંગીકાર કર્યો. એક વખતે કોઈ એક વ્યંતર દેવી તે બંનેના શીલની પરીક્ષા કરવાને સ્ત્રીનું રૂપ લઈ પ્રથમ ચંદ્રને ઘેર ગઈ. રાત્રે ઉઘાત કરતી અને સર્વ આભૂષણોથી વિભૂષિત એવી તે સ્ત્રીને દેખી ચંદ્ર હૃદયમાં જાગ્રત થઈ વિસ્મય પામી ગયે “
ધિષ્યના મધ્યભાગે રહેલી તારાહિની રૂપસંપત્તિને જોઈ ચંદ્રમેહ પામે એમાં કાંઈ પણ આશ્ચય ન હતું. ચંદ્ર તેને કહ્યું, “સુંદરી ! તું કોણ છે ?” તે બોલી “હું રાજપુત્રી છું” ચંદે કહ્યું, “શા માટે આવી છે?” તે બોલી. “ તમારા રૂપથી મેહ પામી હું કામાથી થઈ અહિં આવી છું.” તે સાંભળી ચંદ્ર પિતન પરસ્ત્રીત્યાગને નિયમ છે દઈ ક્ષણમાંજ તે સ્ત્રીમાં આશક બની ગયે. તે દરીએ ચંદ્રનું વચન હર્ષથી સ્વીકાર્યું, પરંતુ તેણીએ કહ્યું કે, “તે તમે મારા મનમાં રહેલે મારો એક દેહદ પૂરે કર ” “ તારા મનમાં શો દેહદ છે ? તે હમણાં જ કહે હું તે જલદી પૂરો કરૂં.” ચંદ્ર આતુરતાથી પૂછયું, તે સાંભળી તે બોલી. “મને તમારી નાસિકા આપ.” મોહિત થયેલા ચદ્ર તરત છેદીને પિતાની નાસિકા તેણુને આપી. મૂઢ હૃદયવાલા પુરૂને કાંઈ પણ અકૃત્ય હેતું નથી. તે નાસિકા લઇને તે વ્યંતરી અટ્ટહાસ્ય કરતી આકાશમાં ચાલી ગઈ. કારણકે, તે તેની પરીક્ષા કરવા માટે જ આવી હતી. “હવે હું સવારે લેકેને શી રીતે મુખ બતાવીશ.” એમ હૃદયમાં ચિંતવતે ચંદ્ર પછી નિભ કાપીને મૃત્યુ પામી ગયે. પરસ્ત્રીના અભિલાષથી તે ઘેર નરકમાં પડે. તેથી શુદ્ધ હૃદયવાલા પુરૂષોએ પરસ્ત્રીની ઈચ્છા પણ ન કરવી જોઈએ. ચંદ્રગ્રહ પણ બૃહસ્પતિની સ્ત્રીના સંગથી કલંકિત થયેલે આ વિશ્વમાં વિખ્યાત છે, તે વિષે કઈ જાતનું આશ્ચર્ય માનવાનું નથી. " તે યંતરી પછી તેજ રાત્રે વિશેષ સુંદર અવયવ બનાવી સુરેંદ્રદત્તના નવીન આનંદદાયક ભવનમાં ગઈ. ત્યાં સુરેંદ્રદત્તે તેને પૂછ્યું, એટલે તેણીએ ઘણે નેહ દર્શાવતાં પ્રથમની જેમ પોતાનું સ્વરૂપ કહ્યું. તે સાંભળી સુરેંદ્રદત્ત બોલ્યા, “પ્રાણીઓને નેહને લઈને તાવ આવ્યો હોય તેવું અવશ્ય દુઃખ થાય છે, જુને દીવ પણ સ્નેહને લઈને
૧ ધિષ્ણ એટલે નક્ષત્ર અને પક્ષે સ્થાન. ૨ સ્નેહ એટલે તેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org