SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમળનાથ ચરિત્ર, જવાના ભયથી તે જીવને પિતાના શરીર ઉપરથી જુદા કર્યા નહિં. તે જીએ આખરે રાજાના પ્રાણ લીધા. રાજા મૃત્યુ પામી પ્રાણાંતકલ્પમાં અગણિત પુણ્યના સ્થાનરૂપ દ્રિના જે દેવતા છે. વ્રતના સમૂહ ઉપર આદર કરનાર અને સુંદર હૃદયવાલે તે દેવલોકમાંથી એવી વિદેહક્ષેત્રમાં મનુષ્યને ભવ પ્રાપ્ત કરી પછી મેક્ષે જશે. આ પ્રમાણે જેમ નૃપશેખર રાજાએ પહેલું અહિંસાવ્રત આદરથી પડ્યું, તેમ મેક્ષને માટે બીજા પુરૂએ પણ તે વ્રત પાળવું. ઇતિ પ્રથમ ત્રત જેમ અંધપુરૂષ માર્ગે રહ્યા હોય, તે પણ તેને પગલે પગલે પૃથ્વીમાં પાત અથવા ઘાત થાય છે, તેમ માર્ગનુસારી એ પણ જે પુરૂષ નરાધાર મૃષાવાદ કરે, તો તેને પગલે પગલે પાત અથવા ઘાત થાય છે. જે ગૃહસ્થ કન્યાલીક વગેરે અ ને બેલે નહીં તે ગૃહસ્થ બીજું વ્રત પાળનાર કહેવાય છે. એ અસત્યેની અંદર થાપણ ઓળવવાનો દેષ બીજાને નાશ કરવાને માટે ગણાય છે. એ દેષ કરવાથી પુરૂષોને બે ત્રણ વ્રતનો ભંગ થઈ જાય છે. અસત્યવાદી પુરૂષ જે દેવ વિગેરેના ઘણું સોગન ખાય છે, તો સર્વે કરડેલા કઈ જુઠા ભાંડની જેમ તેનું વચન કોઈ માનતું નથી. બ્રહ્મા પણ જે અસત્યવાદી હોય, તે લોકો તેની પણ પૂજા કરતા નથી અને એક કાગપક્ષી જે સત્યવાદી હોય છે, તો બીજાએ તેને અતિથિની જેમ પૂજે છે. માગે રહેલા મુસાફરો ઘુવડને રાજા કહે છે, તેતર પક્ષીને વિનાયક કહે છે અને ચીબરીને દુર્ગાદેવી કહે છે, તે સત્યવાદીપણાનું જ ફળ છે. ઉત્તમ વજન પણ વિમળની જેમ અસત્ય બોલનાર મનુષ્યને કદી પણ પક્ષપાત કરતા નથી. જે પુરૂષ સત્યવાદી છે, તે કમળની જેમ રાજમાન્ય, સ્વજનોથી પૂજિત અને મહત્ત્વની કીતિવાળા થાય છે. વિમળ અને કમળની કથા. આ ભરતક્ષેત્રમાં વિજય નામે નગર છે. તેમાં નામથી અને અર્થથી કલાનિધ૩ નામે રાજા હતો. તે નગરમાં કમલશ્રી નામે સ્ત્રી અને વિમળ નામે પુત્રની સાથે કમળ નામે એક પ્રખ્યાત શેઠ રહેતો હતે. તે વિમળ નામથીજ હતા, તેજથી અને કર્મથી વિમળ ન હતો. સાચા નામને લઈને લોકે તેને વિમળ કહી બોલાવતા હતા. એક વખતે દ્રવ્ય ઉપાર્જન કરવામાં તત્પર બની તે વિમળ કરીયાણું લઈ અચળ નામના 1 કન્યાને માટે ખોટું બોલવું તે. 2 જ્યારે કાગડે બેલે છે, ત્યારે કોઈ પ્રિય અતિથિ ઘેર આવે છે, એમ લોકે માને છે અને તેથી કાગડા પૂજાય છે. નામથી કલાનિધિ અને કલાઓને નિધિ-ભંડાર એ અર્થથી પણ હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy