SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથણ વત ઉપર પશેખરની કથા ૨૯૯ પુત્રી હર્ષથી અર્પણ કરી. પછી કુમાર પશેખર રાજાની રજા લઈ હાથી તથા અવોથી યુક્ત થઈ પિતાની પત્ની સાથે પોતનપુર જવા નીક. પિતા અરિમર્દને પુત્રને પુરપ્રવેશોત્સવ કરાવ્યો અને તે પ્રખ્યાત પુત્રને પિતાના અદ્દભુત રાજ્ય ઉપર સ્થાપિત કર્યો. પછી પિતે તરતજ ચિત્તને સ્વસ્થતા આપનારી દીક્ષા લીધી. મહાન પુરૂ હંમેશાં સમઅને ઘટે તેવી ક્રિયા કરે છે. રાજા નૃપશેખરને કનકસાગર નામે મંત્રી હતા. તેને એક મંગળ નામે વકરૂપાલે પુત્ર હતું. તેની ડોક ઊંટના જેવી, દાઢી મૂંછ બકરાના જેવી પગ સપડાના જેવા, પેટ શ્વાનના જેવું, મુખ ડુક્કરના જેવું અને દાંત ઊંદરના જેવા હતા. આવા કુરૂપછી તે પૃથ્વી ઉપર હાસ્યનું સ્થાન થઈ પડયો હતો. એથી રાજા પણ તેની વિશેષ અવજ્ઞા કરતો હતો. એક વખતે રાજાએ તે મંગળને ગધેડા પર બેસારી અને આખા નગરમાં ફેરવી દુઃખી કરી વનમાં કાઢી મુકો. ત્યાં તેણે કઇ તાપસના આશ્રમમાં જઈને તાપસીદીક્ષા લીધી. દુઃખથી વૈરાગ્યને પામેલે ને વનમાં ઉત્તમ તપ કરવા લાગ્યો. તે મંગલનું વકપણું અને શૂન્ય વાસ ત્યાં થયો. ક્ષમાને પુરાની તે સ્થિતિ લોકમાં હાસ્યકારક થઈ પડી. તે કેટલેક વખતે મૃત્યુ પામી વાયુકુમાર દેવતાઓમાં ઉત્પન્ન થયે, ધર્મ સર્વ સ્થિતિ : સુખદાયકજ થાય છે. એક વખતે નૃપશેખર ૨ જા મહેલના ગોખ ઉપર બેઠો હતો, તેવામાં તેણે હર્ષથી ચૈત્યપરિપાટી કરતા સર્વ સંઘને જે. તત્કાલ તેણે પોતાની પાસે રહેલા એક માણસને પૂછ્યું કે “આજે કે દિવસ છે કે જેથી આ નિર્દોષ સંઘ ઉત્સવ પડે દેવતાઓને પૂજે છે?” તેણે કહ્યું. દેવ ! આજે ઉંચી જાતનું ચાતુર્માસ્યનું પર્વ છે, તેથી આ શ્રાવક જગતમાં રમણીય એવી જિનપૂજા કરે છે.” તેનાં આવાં વચન સાંભળી રાજાને જાતિમરણ થઈ આવ્યું. તેથી તે તે દિવસે જીવરક્ષા કરવામાં વિશેષ તત્પર બન્યું. “ હું સાગાર છું, તે પણ આ ચાતુર્માસ્યના પર્વમાં ત્રસ જીવેને હણશ નહીં.” એવો નિયમ વિચારવાન રાજાએ મનથી ગ્રહણ કર્યો. આ વખતે પેલો દેવતા થયેલો મંગળને જીવ પૂર્વજન્મે કરેલી પિતાની વિટંબનાને સંભારતો તે રાજાની પાસે આવ્યો. તેણે વજીના જેવા મુખવાળા મંકડા વિગેરે મુદ્ર છ ઉત્પન્ન કર્યા, તેઓ રાત્રે ચારે બાજુ રાજાના દેહને કરડી ખાવા લાગે છે. સર્વ પ્રાણી ઉપર દયાળુ અને નિયમધારી તે રાજાએ મરી ૧ પક્ષે મંગળગ્રહ પણ વક્રરૂપી કહેવાય છે. ૨ મંગળગ્રહમાં વક્રપણું છે અને તે શૂન્ય-આકાશમાં વાસ કરનાર છે, તે ક્ષમા-પૃથ્વીને પુત્ર છતાં હાસ્યજનક સ્થિતિને પામે છે. આ મંગળ વક્ર અને અન્ય રથને વાસ કરનારા હતા અને ક્ષમા-સહન શીલતાવાળો થયો. તાપસ થયો તે પણ હાસ્યકારક સ્થિતિવાલે થયે હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy