SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમળનાથ ચરિત્ર ધર છું. મેં મારા નાદથી અનેક લોકોના હૃદયને પ્રસન્ન કર્યા છે, અનેક સુવિદ્યાઓને સાધેલી છે. હું નિર્દોષ જૈન ધર્મને પાળનાર છું. હું ગઈકાલે આવશ્યકવિધિ કરી અને પંચનવકારનું સ્મરણ કરી ધર્મ ધ્યાન ધસ્તો સૂ હતું, જ્યારે રાત્રિને છેલે પહેર થયે, તેવામાં ગાંધારી વિગેરે દેવીઓએ આવી મને કહ્યું કે, “અરે ભાઈ! તારું આયુષ્ય અલ્પ છે, તેથી તું પિતનપુરના રાજા નૃપશેખરને અમને નિઃશંક થઈ આપીદે અને અમારા હૃદયમાં હર્ષ ઉત્પન્ન કર્યા. તેથી હે સદબુદ્ધિના નિધાન, તમે તે મારી સર્વ વિદ્યાઓ ગ્રહણ કરે. સત્પાત્રમાં આપેલી વિદ્યા આપનાર અને લેનાર બંનેને શુભદાયક થાય છે.” પછી કુમાર નૃપશેખરે તે વિદ્યાઓ ગ્રહણ કરી અને બાહેર જઈને તે સાધી લીધી. એવામાં તે વિદ્યા સાધીને ઘેર આવતું હતું, તેવામાં સૂર્ય અસ્ત થઇ ગયે, એટલે નગરને મુખ્ય દરવાજો બંધ થઈ ગયે. પછી તે કુમાર બહાર આવી એક વૃક્ષના મૂલમાં સાવધાન હૃદયવાલે થઈ જાગતો બેઠે, તેવામાં તે વૃક્ષમાં રહેલા એક પ્રેતના મુખથી આ પ્રમાણે શબ્દ સાંભળવામાં આવ્યું. “શ્રી કુંડનપુરના રાજા નરકેશરને કલાઓમાં કુશળ સભાગ્યમંજરી નામે પુત્રી છે, તેણીને નેત્રોની પીડા થઈ છે, તેથી તે અગ્નિમાં પ્રવેશ કરશે.” આ વખતે તે પ્રેતની સ્ત્રી તે સાંભળી શકાતુર થઈને બેલી-“સ્વામી આ પૃથ્વી ઉપર નેત્રની પીડાને હરનારૂં ઔષધ શું નહિં હોય કે જેથી તે બીચારી મરવા તૈયાર થઈ? ” પ્રેતે કહ્યું, “ પ્રિયે ! આ પૃથ્વી ઉપર એવાં ઘણાં ઔષધે છે, પરંતુ તેને જાણનારાઓ દુર્લભ છે. જે આ વૃક્ષના પત્રો બાંધવામાં આવે, તે નેત્રોની ખેદકારક પીડા તરતજ નાશ પામી જાય.” આ વચને સાંભળી સ્ત્રી બોલી,–“કાંત ! તમે તે રાજપુત્રીના નેત્રો ઉપર આ પત્ર બાંધે કે જેથી તેણીના નેત્રોની પીડાને ક્ષય થઈ જાય.” પ્રેત બે “પ્રિયે ! હીન જાતિને લઈને મારાથી કેકનો ઉપકાર થઈ શકતો નથી. સર્વ પ્રાણુ ઉપર ઉત્તમ પુરૂષે જે ઉપકાર કરે છે અને અધમલેક જે અપકાર કરે છે, તે તે તેમના વણું જાતિનું ફળ છે.” આ પ્રમાણે તે પ્રેત દંપતિનું વચન સાંભળી ઉપકાર કરવાની ઈચ્છાથી તે કુમારે યત્ન કરી તે વૃક્ષનાં પત્રે લીધાં. પછી તે વિદ્યાના બલથી સત્વર ડિનપુરમાં આવી પહોંચ્યો, ત્યાં તેણે વાગતા પટની ઉલ્લેષણ આ પ્રમાણે સાંભળી. “ જે કઈ પુરૂષ રાજપુત્રી સૌભાગ્યમંજરીને નીરોગી કરે તેને રાજા તે પુત્રી સહિત પિતાનું અર્ધ રાજ્ય આપશે.” આ સાંભળી તે ચતુર કુમારે હર્ષથી પટહનો સ્પર્શ કર્યો પરોપકારી પુરૂષે કંઈ છાના રહેતા નથી. પછી રાજપુરૂષ તેને તરત રાજમંદિરમાં લઈ ગયા, ત્યાં અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર થયેલી સૌભાગ્યમંજરી વખત ગુમાવી શકતી ન હતી. તે કુમારીકાના નેત્ર ઉપર પ બાંધી તેને તેણે આખરે સાજી કરી દીધી. દેવતાઓનું વચન કદિપણ નિષ્ફળ થતું નથી. પછી નરકેસરી રાજાએ એ વિચિત્ર ગુણવાલા રાજપુત્રને અર્ધી રાજ્ય સહિત પિતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy