SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમળનાથ પ્રભુની દેશના ગયા હતા. તેઓની ભાષા પ્રમાણે પ્રભુની વાણી એક જન સુધી સંભળાતી હતી. પ્રભુના મસ્તકના પૃષ્ઠભાગે ભામંડળ આવી રહ્યું હતું. પ્રભુના કર્મોનો ક્ષયથી અગીયાર અતિ ઉત્પન્ન થવાથી સવાસો જન પ્રમાણ દેશમાં રાગ, વૈર, મારી, ટીડ પ્રમુખ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સ્વચક ભય, પરચક ભય અને દુકાળ થતા નહીં. આકાશમાં ધર્મચક, ઉચો ઇંદ્રધ્વજ, ચરણ ન્યાસમાં કમળ, ચતુર્મુખ અંગ, ત્રણ વપ્ર, ચામરો, ચૈત્યવૃક્ષ, પાદપીઠ સહિત સિંહાસન, ત્રણ છે, રનમય ધ્વજ, દુંદુભિને ઉંચે ધ્વનિ, કાંટાઓના અધોમુખ, પંખીઓ પ્રભુને પ્રદક્ષિણા દેતાં ફરે, વૃક્ષમાંથી અતિશય પુષ્પવૃષ્ટિ, સુગંધી જળને વર્ષાદ, પાશ્વભાગે જઘન્યપણે ચાર પ્રકારની દેવકેટી, સદા અનુકુળ પવન અને ગોચર–અર્થને આપનારી (સાનુકુળ) છ રતુઓએ સર્વે ઓગણીશ અતિ યે દેવ નિમિત હોય છે. આ પ્રમાણે ચેત્રીશ અતિશયથી યુક્ત અને કેવળજ્ઞાને સહિત એવા તે વિમળનાથ પ્રભુ સમગ્ર વિશ્વને હર્ષદાયક થયા. મયુરના વાહનવાળા, દક્ષિણ ભુજાઓમાં ખ, પાશ, બાણ, ફળ, ચક અને અક્ષસૂત્ર ધરનાર, વામ ભુજાઓમાં અભય, નકલ, ધનુષ્ય, આર ફલક, અને અંકુશને ધરનારે પણમુખ નામનો કવેતવણી યક્ષ તે પ્રભુના શાસનને રક્ષક થયો. હરિતાળના જેવા વર્ણની, પના આસનવાળી, બે દક્ષિણ ભુજામાં પાશ અને બાણ ધરનારી અને બે સુંદર વામ ભુજામાં નાગ અને ધનુષ્ય રાખનારી વિદિતા નામની દેવી તે વિમળનાથ પ્રભુની શાસનદેવતા થઈ. જેમના જન્મ સમયે ઈદ્રોએ મેરૂ પર્વત ઉપર મહત્સવ કર્યો હતો, જેમના દીક્ષા સમયે ગૃહમાં, અને કેવળજ્ઞાન વખતે વનમાં ઉત્સવ કર્યો, તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. કારણકે, એ કમ પરંપરાથી ચાલ્યો આવે છે. પણ તેની પૂર્વે સુંદર સુવર્ણની વૃદ્ધિથી વ્યાપ્ત થયેલા લેકમાં ઉત્સવ થયે, તે લક્ષ્મીને આશ્રિત એવા શ્રી વિમળનાથ પ્રભુ સર્વ સ્થળે તમને લક્ષમીને અર્થે થાઓ. શ્રી તપગચ્છતા નાયક ભટ્ટારક શ્રી રત્નસિંહસૂરિના શિષ્ય ભટ્ટારક * શ્રી જ્ઞાનસાગરસૂરિને રચેલા શ્રી વિમળચરિત્ર મહાકાવ્યમાં શ્રી વિમળનાથ પ્રભુના જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાનના વર્ણનરૂપ ચેાથે સર્ગ સમાપ્ત થયો. इति चतुर्थ सर्ग. ૧ પ્રભુની સેવામાં ઓછામાં ઓછા ચારે નિકાયને કેડ દેવો રહે છે. ૨ ઋતુઓ સમકાળે ફળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy