________________
૨૭૪
શ્રી વિમળનાથ ચરિત્ર. થઈ સદાચારને અંગીકાર કરી સ્વાભાવિક રીતે યાદિષ્ટ ચારિત્ર આચરે–પાળે તે યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. આ ચારિત્રાદિક રત્નત્રયી વડે જીવ બળેલી દેરીના જેવા ચાર કર્મોવાળે ઘનઘાતિકર્મોથી મુક્ત બની શુદ્ધિને ધારણ કરી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. પછી તે સર્વજ્ઞ અને સર્વદર્શી થઈ કેટલેક વખત આ લેકમાં રહે છે. પછી તે વેદનીય, આયુ, નામ અને ગોત્રકમ ક્ષીણ થતાં ગતિના પ્રયોગ વડે એરંડીના બીજની જેમ ઉર્વલેકે ચડે છે, ત્યાં સમણુ વડે લેકાગ્રમાં જઈને રહે છે. આકાશ વિદ્યમાન છતાં જે તે (કાગ્રથી આગળ) ઉદ્ઘભાગે જતા નથી તેનું કારણ એ છે કે, લેકાગ્રથી આગળ આલેકમાં ધર્માસ્તિકાય દ્રવ્યનો અભાવ છે. તે સિદ્ધ જીવ સર્વ દેહથી રહિત, અનંત ચતુષ્ટયને પ્રાપ્ત કરનાર અને પ્રણ, રસ, સ્પર્શ, ગંધ અને વર્ણથી રહિત હોય છે. તે ચારિત્રી નથી તેમ અચારિત્રી નથી, તે અસંસી નથી તેમ સંજ્ઞી પણ નથી, તે પોતાના શરીરના ત્રીજા ભાગે ઉણા એવા આકાશના અવગાહનને પ્રાપ્ત થયેલ છે. મૃત્યુ કાળ વખતની નિજકાયા પ્રમાણ જીવપ્રદેશને ભજવાવાળા હોય છે. જ્ઞાનરૂપી આદર્શ માં રહેલી સર્વ વિશ્વની વસ્તુઓના સ્વરૂપને તે જાણે છે. તે અનંત સિદ્ધાથી યુક્ત છે તેની સ્થિતિ સાદિ અને અનંત છે. તે સ્થિર, ચિદાનંદના સુખના સ્વાદથી સુંદર અને ભય રહિત છે. “અહે જ ! જૈન શાસનમાં જે સત્સાધન વડે જીવ આવો સિદ્ધ બુદ્ધ બને છે, તે સમ્ય જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નોને તમે અંગીકાર કરે. જે કદી તે રત્ન સર્વ થકી લેવાની શક્તિ ન હોય, તો તમે પ્રથમ તેનો દેશથી આદર કરે, કે જેનાથી તેમાં મનુષ્ય જન્મ નિષ્ફળ ન થાય. તે દેશથી ગ્રહણ કરવામાં દ્વિ દશ વ્રતની અંદર શુદ્ધ હૃદયવાળા શ્રાવકેને ષભંગી પ્રમુખ આગારવાળા અનેક પ્રકાર છે. જે વ્રતમાં જેવી શક્તિ હોય તે પ્રમાણે તેવા ભાંગાથી તે વ્રત ગ્રહણ કરે, જેથી સાતઆઠ ભવે તમારી મુક્તિ થશે. શુદ્ધ સાધુ, શ્રાવક અને સંવેગી પક્ષને અનુસરનારા એ ત્રણે મુક્તિ માર્ગે જનારા કહ્યા છે અને મુસ્કળ ગૃહી, કેવળ દ્રવ્ય લીંગી અને કુલિંગી એ ત્રણે સંસાર માર્ગે જનારા કહ્યા છે. તેથી હે ભવ્યજને, આ સંસારના અસાર સંચારના પ્રકારોને છે દઈ વિચાર સહિત એવા સદાચારના ભારને ભજો.” આ પ્રમાણે શ્રી વિમળજિનની પાંત્રીશ ગુણવાળી વાણું સાંભળીને સર્વ જી હર્ષવાળા અને સુખ શાતાને પ્રાપ્ત કરનારા થઈ ગયા. પ્રભુની આ દેશનાથી પ્રતિબોધ પામેલા કેટલાએ કે શુદ્ધ દીક્ષા ગ્રહણ કરી, કેટલાએક શ્રાવકધર્મને પ્રાપ્ત થયા અને કેટલાએક સમ્યકત્વને પ્રાપ્ત થયા. તે પ્રભુએ પોતાના શિષ્યમા મંદિર વિગેરે છપન સાધુઓને ગણધર પદવી આપી હતી. તેઓએ પ્રત્યેકે તત્કાળ ઉત્પાદ, વિગમ અને ધ્રાવ્ય નામના ત્રણ પદે ગ્રહણ કરી અખંડિત એવી દ્વાદશાંગી કરી હતી. તે સમયે એક જન પ્રમાણ ક્ષેત્રમાં પણ કોટીગમે, દેવ, દાનવ, માનવ અને તિય પિતાપિતાના વાહનો સહિત સમાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org