SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ पंचम सर्ग. રાજી સર , ચંદ્ર અને મેઘના જેવા સમદર્શી શ્રી વિમલનાથ પ્રભુએ વિ હાલ નો ઉપકાર કરવાને માટે "ઘનામાં ગમન કર્યું પ્રત્યેક મુખ્ય કિ મુખ્ય સ્થાનમાં પુણ્ય મેળવવામાં તત્પર એવા ચતુવિધ દેવતાઓએ પણ છે. પર્વની જેમ સમવસરણ કર્યું. તે સમયે આકાશમાં દુદુભિના નાદ થતા, દેવતાઓ પ્રભુના મસ્તક ઉપર ત્રણ છો, બંને બાજુ ચામર અને આગળ કમળને ધારણ કરતા હતા. આ પ્રમાણે પ્રાતિહાર્યની લક્ષ્મીવાળા વિશ્વનાયક પ્રભુ વિહાર કરતા અને પૃથ્વીને પાવન કરતા એક વખતે દ્વારકામાં પધાર્યા. આત્માના હિતને ઇચ્છનારા દેવતાઓએ ત્યાં સમવસરણ કર્યું. તેમાં પ્રભુ પૂર્વદિશા તરફ મુખ રાખી સિંહાસન ઉપર સુખે બેઠા. તે સમયે ઉદ્યાનપાલાએ જઈને વાસુદેવ સ્વયંભૂને તે ખબર આપ્યા. સ્વયંભુએ તેઓને સાડીબાર કેટી રૂપું વધામણીમાં આપ્યું. પછી સ્વયંભૂ પિતાના ભાઈ ભદ્રને સાથે લઈ પરિવાર સહિત સમવસરણમાં આવ્યું. તેમાં ઉત્તર દ્વારે પ્રવેશ કરી પ્રદક્ષિણા કરી જિનેશ્વરને નમી હર્ષથી પ્રભુની વાણી સાંભળવાને ઇંદ્રની પાછળ બેઠે. શ્રી વિમળપ્રભુ સ્વયંભૂને ઉદ્દેશીને બેલ્યા, “ ભદ્ર, ચારિત્ર લેવાની તારી ગ્યતા નથી, તેથી તું શ્રાવકધર્મ સાંભળ. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત-એમ શ્રાવકના બાર વતે કહેલાં છે. એ બાર વ્રત સમ્યકત્વ સહિત પિતાની શક્તિ પ્રમાણે પાડ્યાં હોય, તે તે દેવતા અને મનુષ્યના સુખવડે પ્રઢ એવા સાત-આઠ ભવે સિદ્ધિ આપનારાં થાય છે. જે શ્રાવક એ બાર વતેમાં પહેલા વ્રતને શ્રદ્ધાથી અંગીકાર કરે છે, તે શ્રાવક સદાને માટે નીરપરાધી એવા ત્રસ જીવેનો જાણી જઈને વધ કરતો નથી, તેમજ પર્વ દિવસમાં વિશેષપણે સ્થાવર જીવન તથા અન્ય સાપરાધી છને પણ વધ કરતું નથી. જે ઉત્તમ પુરૂષ ફક્ત પર્વને વિષે પણ શુદ્ધ દયા પાળે છે તે નૃપશેખર રાજાની જેમ ભવોભવ સુખી થાય છે. ૧ મેઘપક્ષે ઘનશ્ચય એટલે આકાશ અને પ્રભુપક્ષે ઘનાશ્રયો-ઘણું આ ક્ષેત્રો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy