________________
AAAwwww
૨૭૨
શ્રી વિમળનાથ ચરિત્ર દેવતાઓ પશ્ચિમ દ્વારથી સમવસરણમાં આવી વાયવ્ય દિશામાં જિનના ધ્યાનમાં તત્પર થઈને રહ્યા. કલ્પના દેવતાઓ અને પુરૂષ તથા સ્ત્રીઓ ઉત્તર દ્વારે પ્રવેશ કરી અનુક્રમે ઈશાન દિશામાં સ્થિતિ કરીને રહ્યા. સિંહ, વાઘ વિગેરે પ્રાણુંઓ મત્સરભાવ છોડી દઈ અને શ્રી જિનવાણમાં આદર કરી સુવર્ણના વપ્રમાં રહ્યા. રૂપાના પ્રમાં ઉત્તમ દેવ, દાનવ અને મનુના વાહનોએ સ્થિતિ કરી. તેમની એ સ્થિતિ (મર્યાદા સદાને માટે જ હોય છે.
સર્વસનો પુત્ર અરિમર્દન ઉદ્યાનપાળ પાસેથી પ્રભુને કેવળજ્ઞાન ઉપજેલું જાણું તરત ત્યાં આવ્યું. તે સમવસરણમાં ઉત્તર દ્વારે પ્રવેશ કરી અને પ્રભુને નમસ્કાર કરી તેણે પિતાની બુદ્ધિ પ્રમાણે પ્રભુને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી –“ સ્વામી, જે જલ પશુપક્ષિઓના ગણેએ ઉચ્છિષ્ટ કરેલું અને કાદવ ઉપર રહેનારું છે, તેવા જલ વડે નિર્મલ એવા આપની કેમ પૂજા થાય? જે પુષ્પ ભમરાઓએ સુઘેલું, જીવડાઓના સમૂહથી યુકત અને મલિન અંગવાળા માળીઓએ વાડીમાંથી લાવેલું હોય તે પુષ્પ આપને યેગ્ય ગણાય? જે રંગરાગ સામાન્ય લોકોના હાથથી અપવિત્ર થયેલ અને જે સ્વભાવથીજ સત્વર દુગધી બની જાય તેવો હોય છે, તે અંગરાગ ઉત્તમ કેમ હોય ? જે ધૂપ બધે ધૂમાડા રૂપ, અગ્નિમાંથી ઉત્પન્ન થયેલો અને ગંધની રજરૂપ અગરૂને બની સર્વ લોકોને સરખે હોય છે તે ધૂપ આપની પાસે ચે કેમ ગણાય ? ત્રણ જગતને ઊગ કરનારા એવા તમારી આગળ દીવાનું શું કામ હોય છે? જે દી પાત્રને આધારે રહે છે અને તમે ઉંચા પ્રકારના પાત્રના અધીશ છે. વળી કે તમે પ્રભુની આગળ અપૂર્વ વસ્તુની ભેટ ધરે છે, પરંતુ આ જગતમાં તેવું કાંઈ નથી કે જે તમારે ન હોય, હે પ્રભુ ! મારૂં હદય સદા રાગદ્વેષથી આકાંત છે અને તમે પોતે વીતરાગ છે, તે પછી મારે તમારું ધ્યાન કયાં કરવું ? અસત ગુણનું આરોપણ કરવું તેવી સ્તુતિ તો કેઈથી ન થાય અને તમારામાં તો તેવા અનંત ગુણો છે, તે પછી અત્ ગુગને કેણ કહે ? હું મલમૂત્રાદિ વાલી કાયાવાલે છું અને તમે નિર્મલ છે, તો પછી હું તમને શી રીતે સેવી શકું? હે પ્રભુ, ફકત હું તો તમારી આજ્ઞા મારા ઉત્તમાંગ-મસ્તક વડે વહન કરીશ. તમારા આગમમાં ગૃહસ્થને દ્રવ્યપૂજા કરવાની કહેલી છે, તે તે લોકોમાં તમારી આજ્ઞાથીજ સફલ થાય છે. તમારા વચન પાળવાથી તમારી ભાવપૂજા થાય છે, તે સાધુને પ્રશંસનીય છે અને ગૃહસ્થ શ્રાવકેને તે સ્થાપના-પ્રભુની પૂજા, પુષ્પ વિગેરેથી પ્રશંસનીય છે. ” આ પ્રમાણે કહી તે અરિમર્દન ઇંદ્રની પછવાડે પિતાને યોગ્ય સ્થાને બેઠે.
પછી જગદ્દગુરૂ પ્રભુ ઉત્તમ અમૃતને ઝરનારી વાણીથી આ પ્રમાણે બેલ્યા “હે ભળે, આ સંસારમાં ભમતા એવા તમોએ આ ઊચ્ચ ભાવમાં દ્રાદિક ઊત્તમ સામગ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org