SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ શ્રી વિમળનાથ ચરિત્ર. પ્રાપ્ત થયા. હવે તે જગત્પતિ પ્રભુ સર્વજ્ઞ અને સર્વદશ થયા, તેથી તેઓ ત્રિકાળ વિષયને જાણનારા અને કાલકને પ્રકાશ કરનારા થયા. દેવાધિદેવ પ્રભુ ભૂમિ ઉપર રહે, અને ઇંદ્ર આસને ઉપર રહે તે ઘટિત નથી, તેથી તે સમયે ઇદ્રોના આસને કંપાયમાન થયા. તે પછી ઘંટાઓના નાદથી સર્વ દેવતાઓને જાણ કરી ઉત્તમ ઈ પ્રભુને નમવા માટે આદરવાળા થયા. સૌધર્મેદ્ર સ્મરણ કર્યું એટલે ઐરાવણદેવ તરત ગરેંદ્ર થઈને તેની પાસે હાજર થયે. તેને સુંદર દેહ એક લાખ એજનને હતો. તેને વર્ણ શ્વેત હતા. સોનેરી પટ્ટાવાલા જેમના લલાટ છે એવા આઠ વદનો તેણે ધારણ કર્યા હતાં. તે દરેક વદન ઉપર આઠ આઠ દેશળ હતા. દરેક દંકૂશળ ઉપર આઠ આઠ વાવી હતી. દરેક વાવડી ઉપર તેટલા કમળ અને દરેક કમળ ઉપર આઠ આઠ દલ (પત્ર) અને દરેક દલ ઉપર આઠ આઠ નાટકો થતા હતાં. તે દરેક નાટકમાં બત્રીશ બત્રીશ પાત્રો હતા. સૌધર્મેદ્ર તે હર્ષના સ્થાનરૂપ સુંદર ઉંચા હાથી ઉપર પરિવાર સાથે આરૂઢ થયે. પછી તે ગજેંદ્ર દેવ ગગનમાર્ગે ચાલે. જેને જોઈને લોકો મનમાં કૈલાસપતિની શંકા કરતા હતા. અનુક્રમે પિતાના દેહને પૂર્વના પાલક વિમાનની જેમ સંક્ષિપ્ત કરતો તે પ્રભુના સંગથી પવિત્ર એવા સમ્રામ્રવનમાં આવે. કુરણયમાન એવા મોટા પ્રધાન શૃંગારના સમૂહને ધારણ કરનારે સૌધ દ્ર પ્રમાદ રહિત થઈ તે ગજારવ કરનારા ગજેન્દ્ર ઉપરથી ઉતરી પડયે. બીજા પણ ભદ્રિક ઇ નૃત્ય અને ગાયનથી પ્રકાશિત એવા બીજા દેવતાઓની સાથે પિતપોતાના વાહનેથી ત્યાં આવ્યા. તે સમયે વાયુકુમાર દેવતાઓએ સ્વ મર્યાદા મુજબ પિતાની મને વૃત્તિની જેમ ત્યાં જન પ્રમાણ ભૂમિને શુદ્ધ કરી. પછી ઉત્તમ મેઘકુમાર દેવતા એએ વિશ્વને પવિત્ર કરનારા સુગંધી જલવડે પિતાની જેમ છંટકાવથી રજની શાંતિ કરી દીધી. પછી ઉચ્ચ આકૃતિવાલા અને વિકારેની શ્રેણીથી રહિત એવા વ્યંતરદેવતા ઓ એ રત્ન સહિત સુવર્ણ વડે તે પૃથ્વીને બાંધી લીધી. અને વિચિત્ર વર્ણની શોભાવાલા અને સરસ એવા ખીલેલા ઉન્મુખ પુષ્પો વડે તે ભૂમિને શણગારી. પછી વૈમાનિક, તિષી અને ભુવનપતિઓએ અનુક્રમે રત્ન, સુવર્ણ અને રૂપાના ત્રણ વિપ્ર (ગઢ) કર્યા. ઉંચી જાતના ત્રણ રત્નના આશ્રયરૂપ એવા તે ત્રણ વન વિષે અનુક્રમે મણિમય, રત્નમય અને સુવર્ણમય એવી જાતના કાંગરાઓ થયા તે દરેક વપ્રને ચાર ચાર દરવાજાઓ શોભી રહ્યા. તે દરવાજાના દરેક દ્વારે ધૂપઘટી પૂર્ણકુંભ અને ધ્વજ, તેમજ ભૂપીઠ ઉપર અષ્ટમંગળ, જલથી ભરેલી વાપિકાઓ અને પુતળીઓના સમૂહથી યુક્ત એવા ઉત્તમ તેણે પણ શેભી રહ્યાં. રૂપાના વપ્રને દશ હજાર અને પવિત્ર એવા સુવર્ણ અને રત્નોના વપ્રને પાંચ પાંચ હજાર રોપાન હતા રનમય વયના પૂર્વ દ્વારમાં સેનેરી ૧ રજ એટલે પક્ષે ગુણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy