________________
રાગદ્વેષ કરવા ઉપર વરૂણ શેઠના ચાર પુત્રની કથા. ૨૬૧ હવે વરૂણ શેઠને ત્રીજો પુત્ર અહંદતા હતા. તે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પશમાં અતિ લુબ્ધ બની રસવડે દિવસો નિગમન કરતો હતો. એક વખતે તે અહંદુત્તને જેણીને પતિ પરદેશ ગયેલે હતો એવી કે ક્ષત્રિય જાતિની સ્ત્રીની સાથે દુષ્ટ રાગના જેવો એક ભાવથી વેગ થઈ આવ્યો. તે સ્ત્રીને સ્વાદ લાગવાથી તેણે અહંદૂત્તને પિતાના ઘરની બાહર નીકળવા દેતી ન હતી, તે તેને મન રાત્રિ દિવસ મે ટી પ્રતિકૂલતા લાગતી હતી. જુદી જુદી વનિતાને ભેગવવામાં રાગી બનેલ તે અહંત એક વખતે તેહીના ઘરમાંથી નીકળવા લાગે, ત્યાં તેણીએ કેવ કરી બલાત્કારે છૂરીથી તેને ઘાયલ કર્યો. તે ઘાતની પીડાથી અતિદુઃખી થયેલે તે નાશીને પિતાને ઘેર આવ્યા, ત્યાં તેની સ્ત્રીઓએ પુછયું કે, “તમને આવું વિપરીત કયાં થયું ? ” જ્યારે તેણે સાચી હકીકત કહી નહી, ત્યારે તે સઘળી સ્ત્રીઓએ વિચાર્યું કે, “આ પુરૂષ સ્વેચ્છાથી જ્યાં વાં નિરંતર ભટકતો ફરે છે અને પુછીએ છીએ ત્યારે સત્ય કહેતો નથી, તો પછી આ પાપરૂપી પતિ શા કામને? માટે આ સદા સંતાપ કરનારા પતિને સત્વર મારી નાખીએ.” આવું વિચારી તે સ્ત્રીઓએ તેને લાગેલા ઘા ઉપર ઉગ્ર ઝેર નાખ્યું, તેથી તે દુષ્ટબુદ્ધિને શરીર ઉપર અનિવેદના થઈ આવી. તે મૃત્યુ પામીને કઈ ચંડાળને ઘેર નપુંસક થઈ અવતર્યો ત્યાંથી ચ્યવીને ત્રીજી નારકીમાં નારકી થયો. તે પછી તિર્યંચનીનિમાં જઈ તે પુનઃ નારકી થશે. એવી રીતે તે તિર્યંચ અને નારકી ઘણીવાર થયા કરશે. વરૂણ છેઠને ચોથે પુત્ર નંદ દ્વેષથી ઘણા માણસે સાથે કજીયા કરતો હતો. એક વખતે પડેશમાં રહેલા કે દુકાનદારની સાથે તેણે કજીયો કર્યો. તે દુકાનદારે લેઢાના દંડથી તેના મસ્તક ઉપર એ ઘા કર્યો કે જેથી તે મૃત્યુ પામી ગયો અને કોપથી પહેલી રકમાં નારકી પણે ઊત્પન્ન થયે.
આ પ્રમાણે રાગદ્વેષને વશ થયેલા તે વરૂણ શેઠના ચારે પુત્ર મૃત્યુ પામી ગયા. રાધી કાંઈપણ આશ્ચર્ય પામવાનું નથી પણ વિવેકી પુરૂષે તો તેને વિચાર કરવાનો છે. રાગ અને દ્વેષને લઈને મેટા યતી; સુરેંદ્રા, ચકવર્તીઓ અને નરેંકે પણ દુર્ગતિમાં જાય છે, તે પછી બાકીના બીજાની શી વાત કરવી ? તે આગળ પણ આ દુસહ
અનંત સંસારમાં ભમ્યા કરશે, તેથી કાર્યવેત્તા પુરૂષે હંમેશાં રાગદ્વેષ કરવા નહી-રાગદ્વેષથી અળગા રહેવું જોઈએ.
આ પ્રમાણે ગુરૂએ શિક્ષા આપેલા તેણે તે ઉપદેશ અંગીકાર કરી સ્થિર હૃદયે લાંબા કાળ સુધી ચારિત્ર પાલ્યું. કેટલાએક શુભ કાલ ચાલ્યો ગ અને જ્યારે વિકરાળ કાળ આવ્યો ત્યારે તેણે એક વખતે ભવાંતરના અભ્યાસથી અને કર્મની વિચિત્રતાથી ગુરૂએ વાર્યા છતાં પણ એવું નિયાણું બાંધ્યું કે, “હું આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org