________________
શ્રી વિમળનાથ પ્રભુનું વ્રતગ્રહણ તેવી છે. તે સ્ત્રીને શું તું ભૂલી ગયો છે? કે જેથી તું આવું બોલે છે. કહ્યું છે કે, અહંકાર બુદ્ધિને કહે છે કે, તું સુતા પરમાનંદને જગાડ નહીં. જે તે પરમાનંદ જાગ્રત થશે, તો પછી હું, તું અને આ જગત એકે રહેશે નહીં. “હું કમના સૈન્યમાં સુભટ છું.” એ અતિ ઘટાટોપ રાખ નહીં. કારણ કે, ક્ષમારૂપી સ્ત્રી તને રમતમાંજ જીતી લે છે.” મેહરાજાનાં આ વચન સાંભળી રાગકેશરી ક્ષણવાર મૌન કરી રહ્યા પછી તેણે કહ્યું, “પિતાજી, તે ચારિત્રધર્મ શત્રુએ તમને શું કર્યું છે કે જેથી તમે આટલા બધા દુઃખી થઇ ગયા છો?” મેહરાજા બચે,–“ વત્સ, વિધ્યપુર નગરમાં એક વરૂણે નામે શ્રાવક છે, તેને લક્ષમીધર વિગેરે ચાર પુત્રો છે, ચારિત્ર નામના રાજાના સિદ્ધાંત વિગેરે સૈનિકોએ તે વરૂણના પુત્રના ઘરમાં વાસ કર્યો છે, તેથી ત્યાં મારૂં બધું નામ જ લેપાઈ ગયું છે, તે પણ હજુ જ્યાં સુધી તે ચારિત્રરૂપી રાજાએ તે ચારેને પિતાના તાબામાં લીધા નથી, ત્યાં સુધીમાં જે તેઓ આપણું પક્ષમાં આવી જાય, તે પછી આપણે વર્ગ બલવાનું થાય. જે તે સિદ્ધાંત સૈનિકોને રાગ બલવાનું થઈ તેમને છેતરીને ચારિત્ર ધર્મના પક્ષમાં લઈ જશે, તે પછી આપણું વર્ગના બળને ક્ષય થઈ જશે. હાલ મારા હૃદયમાં એ મોટી ચિંતા લાગી છે. આ કામ કે ઈ આપણા ઉત્કૃષ્ટ સુભરથી બને તેવું છે. કારણ કે તેના ઘરમાં ચારિત્રરાજાના માણસો ફર્યા કરે છે તેથી તેમના દેખતાં તેના આશ્રિતોને પકડવા એ મુશ્કેલી ભરેલું છે.” પિતાનાં આવાં વચન સાંભળી રાગકેશરી પિતાના બલનો ગર્વ કરીને બે -“બીજા બધાએ ભલે નિશ્ચિત થઈને રહે, હું એકલેજ તેમને વશ કરી લઈશ. કારણ કે, મારા ત્રણ મોટાં રૂપ છે અને જે બીજા સૂમરૂપ છે, તે તો અસંખ્ય છે. દષ્ટિ, સ્નેહ અને વિષયાનુરાગ એ મારા મેટાં ત્રણ રૂપથી વશ કરેલા વરૂણના ત્રણ પુત્રો ને જરૂર તમારી સેવા કરશે જ.પુત્રના આવાં વચન સાંભળી મહરાજાએ પોતાના હૃદયમાં ચિંતવ્યું કે “અહે મારા પુત્ર રાગકેસરીની શકિત આ પૃથ્વમાં ઘણી મોટી લાગે છે. પુત્ર રાગકેશરી જે ચાહે તે લોકોની પાસે શૂન્ય નગરોને સ્ત્રીઓથી વસાવી દે અને બીભત્સરૂપ વાલીએ સ્ત્રી પુરૂને રતિ
સ્થાનમાં જીદે. વળી તે લોકોની પાસે પુત્રને પિતા, કહેવરાવે, પુત્રીને માતા કહેવરાવે, કુદેવને ઉત્તમદેવ કહેવરાવે, કુપને શુદ્ધ ધર્મ કહેવરાવે; કુગુરૂઓને સુગુરૂઓ કહેવરાવે અને અભક્ષ્યને ભય તથા અયિને પિય કહેવરાવે અને વળી આ વિશ્વમાં સુર, અસુર અને મનુને મારી આજ્ઞાને આધીન કરી દે તેમ કરવાથી મારા ઘરમાં મોટી આવક થઈ પડે. તે વખતે દ્વેષ કુંજર નામનો પુત્ર ઉઠીને પિતા પ્રત્યે બે કે, “તે વરૂણ શ્રાવકના ચોથા નંદ નામના પુત્રને હું તમારે વશ કરી દઈશ.” તે સાંભળી મહારાજાએ ડથી પિતાના મનમાં ચિંતવ્યું કે, “જેઓ પૂર્વે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org