SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમળનાથ પ્રભુનું વ્રત ગ્રહણ ૨૪૧ લીધું. ત્રીજો પુરૂષ પ્રમાદી હતો, તે પિતાને નિર્વાહ ચાલે, તેટલું નવું ધન કમાતો પણ કાંઈ વધારે કમાય નહીં, તેથી તેની મુડી બચી ગઈ. થો પુરૂષ સારે ઉદ્યમી હતા, તેથી તેણે રત્ન વિગેરેની ખરીદી કરી, આથી તે મુડીનું રક્ષણ કરનારા પુરૂષને તેમાંથી ઘણે અપરિમિત લાભ થશે. પાંચમો પુરૂષ ભાગ્યવાનને જાણનાર અને વસ્તુતત્વને સમજનારો હતો તેથી તેણે પિતાની મુર્વિના મુલ્યથી એક તેજસ્વી ચિંતામણિ પ્રાપ્ત કર્યો. કથાનો ઉપનય. હે સુંદર ધનમિત્ર, આ કથાનો ન્યાયવાળ ઉપનય સાંભળ. “જે મૂર્વ કહેવામાં આવી તે મનુષ્યભવ સમજવો. જે શહેરમાં તેઓ વેપાર કરવા ગયેલા તે શહેર આર્યદેશ સમજવો. જે રાજાએ એક પુરૂષને પકડયે તે કર્મ પરિણામ અને જે વ્યસનો તે પાપ સમજવાં. જે અંધાર કુવો તે નરક સમજવું, તે તેના આશ્રિતને પીડા કરનાર છે. જે ખોટું બોલનારા લુચ્ચા લોકો કહ્યા, તે દુબુદ્ધિવાળા મિથ્યાદ્રષ્ટિ સમજવા. જે ખોટી વસ્તુ તે મિત્વ જાણવું, જેનાથી તિર્યંચની ગતિ પ્રાપ્ત થાય છે. જે ત્રીજા પુરૂષને લાભ થો તે મધ્યભવ સમજો અને જે ચેથા પુરૂષને લાભ થયો, તે સ્વર્ગની પ્રાપ્તિ જાણવી અને જે પાંચમા પુરૂષને ચિંતામણિની પ્રાપ્તિ થઈ તે મોક્ષગતની પ્રાપ્તિ જાણવી.” આ પ્રમાણે આ ઉપનયન લાંબે કાળ વિચાર કરી તું શુભ કામ કરજે. મુનિને આ ઉપદેશ સાંભળી ધનમિત્રે પિતાને સર્વ પૂર્વ વૃત્તાંત મુનિને કહી સંભળાવ્યું. તે સાંભળી મુનિએ વ્યસનનું નઠારું પરિણામ જણાવ્યું. પછી ઘનમિત્રે પુનઃ પૂછયું, “હે પ્રભુ, મને ફરીવાર રાજ્ય મલશે કે નહીં ?” મુનિ બોલ્યા, “તારા પુણ્યને સય થયો છે, તેથી તેને ફરીવાર રાજ્ય મલી નહિ.” તે સાંભળી તેણે કહ્યું કે, “ ત્યારે મને દીક્ષા આપે, કે જેથી આ સંસારમાં મારે મનુષ્યભવ વૃથા ન થાય.” પછી મુનિએ તને દીક્ષા આપી અને આ પ્રમાણે શિક્ષા આપી-“હે વત્સ, તે આ સંસારમાં દુર્લભ એવું ચારિત્ર સ્વીકાર્યું છે, તેથી જો તું હવે આ અવસ્થામાં રાગદ્વેષ કરીશ, તા લક્ષ્મીધર વિગેરેની જેમ આ સંસારસાગરને તરી શકીશ નહિં.” પછી મુનિરાજે તે કથા કહેવા માંa. લક્ષ્મીધર વિગેરેની કથા. વિધ્યગિરિની જેમ ગુરુવાલું, ગજ-હાથીઓથી ભરપૂર, અનેક મુનિઓથી યુક્ત અને નિશાચરોથી રહિત વિધ્યપુર નામે મેટું નગર છે. તે નગરમાં વરૂણના જેવો પ્રચેતા, રત્નાકર-સ્થાનવાલે વરૂણનામે એક શેઠ રહેતા હતા, છતાં તે પૃથ્વીમાં જલ ૧ વિંગિરિ પણ હાથીઓ, મુનિએ અને ગણધી યુકત અને નિશાચરોથી રહિત હોય છે. એ વરૂણનું નામ પ્રચેતા છે. શ્રાવક વરૂણ પક્ષે પ્રચેતા એટલે ઉતકૃષ્ટ ચિત્તવાલો વરૂણ જલને શિવ છે તેથી તે રત્નાકર સમુદ્રમાં રહેનાર છે અને વરુણ શ્રાવક નાકર-રત્નોના સમૂહવાલા થાનમાં રહેનાર છે. વરૂણ જલને પતિ છે અને આ શ્રાવક જલ-જડને પતિ ન હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy