________________
શ્રી વિમળનાથ પ્રભુનું વ્રત ગ્રહણ
૨૩૯ આ ભાયમાન જંબુદ્વીપમાં ભરક્ષેત્રના આભૂષણરૂપ અને લેકેની શ્રેણીથી વિરાજિત શ્રાવસ્તી નામે નગરી છે. તેમાં ન્યાયરૂપી જલથી પવિત્ર અને વિખ્યાતિ પામેલો ધનમિત્ર નામે રાજા વિશાળ રાજ્યવાલે થઈ પૃથ્વીનું પાલન કરતો હતો. એક વખતે તેનો મિત્ર બલી નામે કોઈ રાજા તેના નગરમાં આવી ચડે, તેને તે ધનમિત્રે વધારે નેહને લઈને પિતાના નગરમાં વાસ કરાવ્યું. તે બંને રાજમિત્ર સાથે ભેજન, ગમન, વનગમન, આગમન, શયન અને કીડા કરતા હતા. જેમ ચંદ્ર કલાઓના કલાપથી યુકત છે, છતાં તેને લાંછન છે. કમળ લફમીના વાસથી ઉત્તમ છે, છતાં તેમાં કાંટાઓ છે. સમુદ્ર ગંભીર છે, છતાં તેનું જલ બારથી દૂષિત છે, સૂર્ય અંધકારના સમૂહને હરનાર છે, છતાં તેનામાં તાપ છે, તેવી રીતે ધનમિત્ર રાજ છતાં તેનામાં જુગાર રમવાનું વ્યસન હતું, તે તેનામાં એક મોટો અવગુણ હતે. દૈવ રત્નને દૂષિત કરનારોજ છે.
આ જુગારના વ્યસનને લઈને રાજા ઘનમિત્ર અને બલી બંને સત્કૃત્યથી વિમુખ થઈકે ઇવાર ઘણા દ્રવ્યનો, કેઈવાર ઉંચી જાતના અને, કોઈવાર સારા હસ્તીઓને, અને કઈવાર પાત્રોના સમૂહનો દાવ મુકી જુગાર રમવા લાગ્યા. ઘતના વ્યસનમાં આ સકત થયેલા પુરૂને સુકૃતનું આચરણ ક્યાંથી હોય ? એક વખતે તે બંને રાજમિત્રો પિતપતાનાના રાજ્યને દાવ કરી જુગાર રમ્યા, તેવામાં અભાગ્યને લઈને રાજા ધનમિત્ર સર્વ લોકોની સાક્ષીએ પિતાનું રાજ્ય હારી ગયે. રાજ્ય વગરને થઈ રહેલો તે રાજા જલ વગરના માસ્યની જેમ દીન બની ગયો, પરાધીન અને પરિવાર વગરના તે રાજાને બીજાઓ તિરસ્કાર કરવા લાગ્યા. પછી બલવાન એવા બલીરાજાએ તેને નગરમાંથી કાઢી મુકો. તે રાજ્યભ્રષ્ટ થયેલ રાજા રાંકની જેમ પોતાનું મુખ લઈને નાશી ગયો. આ દુનીયામાં જ્યાં સુધી સ્વાર્થ સિદ્ધ થાય, ત્યાં સુધીજ મિત્રતા છે, પરંતુ જ્યારે સ્વાર્થ સિદ્ધ ન થાય તે તે જ વખતે મિત્ર હોય તે પણ લોકમાં સદાને માટે શત્રુજ થઈ પડે છે.
જ્યારે ધનમિત્રને નિર્ધનપણું આવ્યું, ત્યારે બલીરાજાએ તેની મિત્રતા છોડી દીધી, તે ઉપરથી તેનું ૧ ધનમિત્ર એવું નામ કૃતાર્થ થયું. તે રાજા ધનમિત્રને સ્વજન વર્ગ હવે બલીરાજાની સેવા કરવા લાગ્યો, વિવેકી એવા પણ લોકો ઉગતાને વંદના કરે છે, એ વાત સ્પષ્ટ છે. જે અપરિમિત દાન કરનાર અને બેલી હોય તેની સેવા કણ ન કરે ? લક્ષ્મીના પતિ, લોકોના આધાર રૂપ અને જનરક્ષક વિષણુ પણ બલીરાજાના દ્વારપાળ થઈને રહ્યા છે. રાજા ધનમિત્રના અંતઃપુરની સ્ત્રીઓ પછી પિતપોતાના પિતાના ઘરમાં
૧ ધનને જ મિત્ર અર્થાત ધનને લઈનેજ મિત્રવાલો.
ર બલીરાજાએ વામન રૂપ વિષ્ણુને પૃથ્વીનું દાન કરેલું તે ઊપરથી વિષ્ણુ પ્રસન્ન થઈ તેના દ્વારપાળ બન્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org