SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રી વિમળનાથ ચરિત્ર એક રાજા હતા. એક વખતે દેવતાઓએ જેમનું પ્રાતિહા ( સેવન સાંનિધ્ય ) કરેલું છે અને પરવાદીએથી જેએ અજેય છે એવા સુત્રત નામે કે એક ગુડ્ડાથી માનવા લાયક આચાય ત્યાં આવી ચડ્યા. ઉદ્યાનપાળ પાસેથી તેમના ખબર જાણીને રાજા નંદિસુમિત્ર તેમને વંદના કરવા ગયા. કલ્પવૃક્ષ પ્રાપ્ત થતાં તેનું ફળ કાણુ ગ્રડણુ ન કરે ? રાજાએ પાંચ અભિગમ સાચવી જ્ઞાનીઓને સુગમ એવા તે આચાને વિધિપૂવ ક ઉત્કૃષ્ટ વંદનવડે વંદના કરી. પછી ઉપયાગવાળા અને બુદ્ધિના ગુણેાથી યુકત એવે તે રાજા યથાયાગ્ય બીજા સાધુએન વંદના કરી પેાતાને ઉચિત એવા આસન ઉપર બેઠે. ત્યારબાદ અવસર પ્રાપ્ત થતાં ગુરૂએ આદરથી દેશનાને આરભ કર્યાં. શ્રાવકને ચામ થતાં દેશના આપવી–એજ ગુરૂનું અતુલ્ય ફળ છે. હે રાજા, આ મનુષ્યભવતી શાભ રાજયથી કાંઇ મલતી નથી. આગળ અને હમણાં વાનરાઓને પણ રાજાપણુ પ્રાપ્ત થયેલું સાંભળવામાં આવે છે. વણ થી પ્રધાન એવા માણુસ પણુ જો સાવધાન ન રહે, તે લ ક્ષ્મી તેને શાકિનીની જેમ છળેછે, તેથી તે પછી ઘેલે બની જાય છે. કહ્યું છે કે, “લમીવાળા પુરૂષો દેશકાલને ઘટે તેવી ક્રિયા કરવાનું જાણી શકતા નથી. વિષ્ણુ લક્ષ્મીવાલા છે, તેથી ગ્રીષ્મૠતુને છેડી વર્ષાઋતુમાં ક્ષીરસમુદ્રની અંદર સુઇ જાય છે. સ પ્રાણીને લક્ષ્મી લક્ષ્મી શાભા આપનારી થતીજ નથી, કારણકે તે લક્ષ્મીથી વૈર થાય છે અને પુણ્યના ક્ષય થાય છે. સંગ્રહ કરેલી લક્ષ્મીથી મનુષ્યપણુ કદ્વેિષગુ સફલ થતું જ નથી. તે વિષે કરાળીએ અને સુગ્રહી પક્ષીનું દૃષ્ટાંત અનુપમ જોવામાં આવે છે. પાડા વિગેરે જીવા આ પૃથ્વી ઉપર યુદ્ધ કર્યા કરે છે, તે ઉપરથી જણાય છે કે મનુષ્યપણ ધર્માંથીજ સફલ થાય છે. હે રાજા, તે ધને વિદ્વાનોએ આ વિશ્વમાં અનેક પ્રકારને કહેલે છે, તેમાં સવિરતિધમની તુલનાને કોઇપણ ધર્માં પ્રાપ્ત થતા નથી. '' ગુરૂની આ દેશના સાંભળી વિચાર કરવામાં ચતુર હૃદયવાલા તે રાજા ખેલ્યા, “હુ વિદ્વાન ગુરૂ જ્યાંસુધી હું (આપની સમીપે) વ્રત ગ્રહણ કરૂ,ત્યાં સુધી આપકૃપાકરી સ્થિરતા કરો.” શ્રી ગુરૂ ખાલ્યા, “ રાજન, તેમાં હવે વિલંબ કરીશ નહીં કારણકે, વિદ્વાન પુરૂષે ક્રોધથી આ સંસારના ઉચ્છેદ સત્વર કરવા જોઇએ. ” તે પછી રાજાએ પેાતાના નગરમાં જઇ પુત્રને રાજ્ય આપી અને સાત ક્ષેત્રેમાં દ્રવ્યરૂપી બીજ વાવી વ્રત ગ્રહણ કર્યુ. પછી જ્ઞાનદશનવાળા તે રાષિએ કેટલાએક વર્ષો સુધી સંયમનું પાલન કર્યુ. પછી ગુરૂ પાસેથી શિક્ષા મેળવી પાંચ પ્રકારના આચારનો વિચાર કરતા, પંચ મહાવ્રત ધારણ કરતા, પાંચ સમિતિ વાળતા, ચારિત્રના પાંચ ભેદ, પાંચ ગતિ, પાંચ અસ્તિકાય અને પાંચ જ્ઞાનના ભેદને જાણતા તે રાજષિ પંચ નમસ્કાર મંત્રને જપતા જપતા પંચત્વને પામી ગયા, અને પાંચ અનુત્તર દેવતાઓમાં મહાન દેવતારૂપે ઉત્પન્ન થયા. ૧ વર્ણથી પ્રધાન એટલે ઊચ્ચ વર્ણા, ૨ ચારિત્રયમ્, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy