SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમળનાથ પ્રભુનું વ્રત ગ્રહણ ૨૩૭ ગૃહો છોડી તે રાજાના પ્રાસાદમાં ગયા હતા. પ્રભુને જોતાં જ સારા મુખવાળા જયરાજા વેગથી સિંહાસન છોડી અને છત્ર વિગેરે રાજચિહેને ત્યાગ કરી પ્રભુની સન્મુખ આવ્યું. રોમાંચરૂપ કવચને ધારણ કરતા તે જયરાજાએ પોતાના કેશવડે પ્રભુના ચરણ કમળને માર્જિત કરી હર્ષના અગ્રવડે તેનું ક્ષાલન કર્યું. પછી બેઠા થઈ તે રાજાએ અંજલિ જોડી આ પ્રમાણે પ્રભુને વિજ્ઞપ્તિ કરી–“હે ભગવન, આજે મારો જન્મ સફળ થયો છે, મારું ઘર કામકુંભના જેવું બન્યું છે, વાદળ વગરની વૃષ્ટિ થઈ છે, વાવ્યા વગર કલ્પવૃક્ષ ઉગ્યું છે, અણચિંતા ચિંતામણું મલ્યો છે, ઈચ્છા કર્યા વગર કામધેનુ આવી ચી છે, અને અકસ્માત્ અણધાર્યો સાર વ્યવસાય-લાભ પ્રાપ્ત થયો છે, તેથી આપ પ્રસન્ન થઈને મારા ઘરનો ઉચ્ચ આહાર સ્વીકારો.” પછી પ્રભુએ તે આહારને નિર્દોષ ધારી પિતાન પ્રાણના નિર્વાહ માટે બે હાથ પ્રસારી તે જયરાજાના ઘરને આહાર . તે વખતે જે દુંદુભિનો નાદ થયો. તેમાં કાંઈ જરાપણ આશ્ચર્ય ન હતું, કારણકે સર્વ ઠેકાણે દાતારને માટે સારે શબ્દ અવશ્ય થાય છે. તે વખતે ઘનવાહન દેવતા તરફથી જે સુવર્ણની વૃષ્ટિ થઈ તે પણ તપના અંતકાલે થવી જ જોઈએ. રાજા અને પ્રભુની એ સ્વાભાવિક સ્થિતિ–મર્યાદા છે. કેઈ બીજે રાજા આવે ત્યારે સર્વ વિબુધ-વિદ્વાને ચેલેફ્રેમ (ધજા-વાવટા ચઢાવવાનું) હર્ષથી કરે છે, તો પછી ત્રણ જગ તના સ્વામી આવે ત્યારે સર્વ—વિબુધ-દેવતાઓ ચેલક્ષેપ કરે તેમાં શું આશ્ચર્ય ? સુમનસૂ-દેવતાઓએ તે કાલે પૃથ્વી ઉપર સુમન-પુપની જે વૃષ્ટિ કરી તે જગતમાં બોધિ આપનારા પ્રભુ પધારતાં થાય તેમાં કાંઈ આશ્ચર્ય પામવાનું નથી. તે વખતે દેવતાઓએ સુગંધી અમૃત-જલની વૃષ્ટિ કરી, તેનાથી પૃથ્વી ઉપર અન્નને આપનારા ઘાન્યની સંપત્તિ ઉત્પન્ન થઈ, પછી જેમને શત્રુ અને મિત્ર સરખા છે એવા સદ્દબુદ્ધિ જિન ભગવાને ત્યાંથી અન્ય સ્થળે વિહાર કર્યો. સર્વજ્ઞ ભગવંતો ચંદ્ર સૂર્યની જેમ એક સ્થળે રહેતા નથી. “ આ પ્રભુના પારણાની ભૂમિને કઈપણે ચરણને સ્પર્શ ન કર.” એવું ધારી યરાજાએ તે ઠેકાણે એક પીઠ કરાવ્યું. એ અરસામાં આ જ બુદ્ધીપની અંદર સતત દયાધમ લોકોથી યુક્ત એવા ઉત્તમ અપરવિદેહ ક્ષેત્રને વિષે સગુણવડે સવને ગાવા એગ્ય અને અપરિમિત સુખના વિસ્તારવાળી આનંદકરી નામે યથાર્થ નામવાળી એક નગરી છે. તે નગરીમાં મિત્રની જેમ જનપ્રિય, બહુ તેજસ્વી અને કમળામોદ કરનાર નંદિસુમિત્ર નામે ૧ તપ એટલે પરયા અને વૃષ્ટિપણે ઊનાળ. ૨ સુમન-એટલે વિદા. સુમનસ-સારા મનની વૃષ્ટિ કરે એટલે સારા અને ભાવ પ્રગટ કરે. પ્રભુ પક્ષે સુમનમ્ એટલે પુષ્પ. ૩ મિત્ર એટલે સુર્યપ-કમલામોદ-કમને હાઈ કરનાર અને રાજાપ-કમળા-લક્ષ્મીથી - આમોદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy