SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ શ્રી વિમળનાથ ચરિત્ર. નથી આપતા ? સર્વાં પ્રાણીએ તમારા દર્શનથી પણ નિશ્ચે નિવૃત્તિને પામે છે. દ્રવ્યને ભંડાર જોવાથી પણ તે શુ લેાકેાને હષ નથી ઉપજાવતે ? જેમ રત્નાકરમાં ગુણાના સમૂહવાળા ચિંતામણી દુર્લભ છે, તેમ આ પૃથ્વી ઉપર પ્રાણીઓને તમારા ચરણની પ્રાપ્તિ દુ`ભ છે. ’’ ** આ પ્રમાણે ઇંદ્રાએ વિવિધ શુદ્ધ વચનો કહી શ્રી વિમળનાથ પ્રભુના પુત્ર અરિમનને રાજ્ય ઊપર બેસાર્યાં, પછી તે સર્વે ઇંદ્રા દેવતાઓની સાથે પરિમિત વિમાનામાં એસી નંદીશ્વરની યાત્રા કરી પેાતપેાતાને સ્થાને ચાલ્યા ગયા. બીજે દિવસે જ્યારે પૃથ્વી ઉપર સૂર્યના ઊય થયા, ત્યારે પ્રભુ ધાન્યાર્કેટ નામના એક નજીકના પુરમાં પારણાને માટે વ્હારવા ગયા. ત્યાં શેક રહિત એવા સ લેાકેા ઠેકાણે ઠેકાણે પ્રભુને આહારને માટે પ્રાના કરવા લાગ્યા. કલ્પવૃક્ષને ઘરમાં લાવવાનું કેણ ન કરે ? કેટલાએક લેક તેમના પગમાં પડવા લાગ્યા, કેટલાએક પૃથ્વી ઉપર આલેાટવા લાગ્યા, અને કેટલાએક બે હાથ જોડી તેમની આગળ ઉભા રહેવા લાગ્યા. ટ્રુતિમાં પડવાના ભયથી કેટલાએક વિજ્ઞપ્તિ કરવા લાગ્યા કે, “ હે પ્રભુ તમે! તમારા આગમનથી અમારા સવ કલ્યાણાને આપનારા થાઓ. ” બીજા કેટલાએક શહેરીએ કહેવા લાગ્યા કે, “ હે મમતા રહિત પ્રભુ, આજે સમ્યક્ દષ્ટિ આપીને અમારા ફુલને નિ લ કરો. ’ ઘણા સંકપેાવાલા કેટલાએક લેાકેા પ્રભુની આગળ એમ પણ કહેવા લાગ્યા. હે પ્રભુ, અમારા ઘરમા કલ્પતે આહાર છે, માટે તે શુદ્ધ-નિર્દોષ આહાર સ્વીકારે એ સર્વ ગૃહસ્થાની ઘરમાં રહેલી સ્ત્રીએ હના રેશમાંચથી અંકિત થઇ ચિત્તમાં આ પ્રમાણે ચિંતવવા લાગી અમારા સ્વામીએ ગદ્રના જેવી ગતિવાળા પેાતાના સ્વામી વિમળ પ્રભુને જ્યારે ઘેર લાવશે, ત્યારે અમે તેમની સામે જઈશું, મસ્તકથી તેમને નમીશું ઉત્તમ દાન આપીશું. તે પ્રભુના ગીત ગાઈશું અને જન્મનુ ફૂલ મેળવીશું. ” કેટલી એક સ્ત્રીએ પ્રભુને વધાવા લાગતી, કેટલીએક એવારણા લેતી અને કેટલીક ધન્ય સ્ત્રીએ પેાતાના ગૃહદ્વારમાં રવસ્તિક વિગેરે મગળિક કરતી હતી. એ પ્રિયદર્શીન પ્રભુ જેની સમીપે આવતા, તે માસ મિત્રની જેમ અતિ ધારણ કરતા હતા અને મહાન્ ૬સવે આચરતા હતા. અને એ પ્રભુ સત્વર જેને છેાડી દેતા હતા, તે માણસ તરત કૃષ્ણ બની જતા હતા. અહેા, લેાકેાને કૃષ્ણ પણ પ્રાપ્ત કરવું દુર્લભ છે, એમાં શે। સંશય છે ? પછી પ્રભુએ કેઇના ઘરમાં પ્રવેશ કર્યા નહી, પરંતુ જયરાજાના પ્રાસાદમાં પ્રવેશ કર્યાં. લક્ષ્મીવાળા પ્રસાદને છેડી પ્રભુ શું છાપરામાં વસે ? એવું ધારીને તે પ્રભુ સર્વેના 66 ૧ હ એવા અર્થ પણ થાય કે, લેકીને કૃષ્ણરૂપ બનવું તે દુર્લભ છે, એ વાત નિઃસશય છે. Jain Education International 26 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy