SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪. શ્રી વિમળનાથ ચરિત્ર, વળી કહ્યું કે, “ આ કાળે ખેદ ઊપજાવે તો ધર્મને ઊછેદ થઇ ગયો છે, તેને પાછો સત્વર સાંધી દે. કારણ કે, તમે ગુણોના ધારક છે. જેમ બાહ્ય તીર્થ-રૂડા પાણીના આરા સિવાય નદીમાં ઉતરી શકાતું નથી, તેમ ધર્મતીર્થ શિવાય સંસાર સાગર ઉતરી શકાતો નથી.” જેમ કેઈ પિતે સ્વસ્થાને જતો હોય તેને વળી કઈ પ્રેરક મળી આવે તેવી રીતે પ્રભુ પ્રથમથીજ દીક્ષાથી હતા, તેઓ તે દેવતાઓના આવાં વચન સાંભળી વિશેષ દીક્ષાર્થી થઈ ગયા. પછી પ્રભુએ ઉંચી જાતના વાર્ષિકદાન આપવાનો આરંભ કર્યો. કારણકે સર્વ ધર્મોની અંદર દાનને મુખ્ય કહેલું છે. કુબેરની આજ્ઞાથી તિર્યફ ભક નામના દેવતાઓએ ધણી વગરના પ્રધાન ભંડારો અને જેમના ધણીને ઊછેર થયો હોય એવા ઘરમાંથી ઘણું દ્રવ્ય પ્રભુની પાસે હાજર કર્યું. કારણકે. પુણ્યવાનને પગલે પગલે દ્રવ્યના ભંડાર રહેલા હોય છે. કલ્પવત્ત વેળા થાય, તેટલામાં પ્રભુ એક કરોડ અને આઠ લાખ સુવર્ણ નું દાન પ્રતિદિન આપતા હતા. એક વર્ષમાં પ્રભુએ ત્રણસો અઠયાશી કરોડ અને એંશી લાખ સુવર્ણનું દાન કર્યું. શ્રી સર્વજ્ઞરૂપી મેઘ વર્ષનાં યાચકરૂપી સરોવર ભરપૂર થઈ ગયા અને ક્ષમા-પૃથ્વી તાપરહિત થઈ ગઈ. એ ઘણું જ સારું બન્યું એમ હું માનું છું. પ્રભુ હિરણ્યને વર્ષાદ વર્ષાવતા હિરણ્યવર્ણની આશા લેકમાં વિખ્યાત થઈ શાંત થઈ ગઈ એ અદભુત વાર્તા સાંભળવામાં આવી. પ્રભુના દીક્ષાના કલ્યાણકમાં સુંદર આકૃતિવાળા કયા છે ત્યાં ન આવ્યા? અર્થાત્ સર્વે આવ્યા હતા. આ જગમાં દાતારને આશ્રય કોણ ન કરે? તે સમયે ઇંદ્રએ દેવતાઓના સમૂહને સાથે રાખી સ્વચ્છ અને સુગંધી તીર્થજલ લાવી તે વડે પ્રભુને સ્નાન કરાવ્યું. સ્વભાવથી નિર્મલ એવા પ્રભુને સર્વ દેવતાઓએ જે અભિષેક કર્યો, તે તેમની શકિત સહિત ભકિત હતી. જેમ પૃથ્વી ઉપર સુધાકર-ચંદ્રવડે સુંદર એવા ગંગાધર-શંકરને લેકેની શ્રેણીઓ કુવાના જલથી સ્નાન કરાવે છે, સૂર્યની આગળ જેમ દીવ ધરવામાં આવે છે અને સેવકે જેમ રાજાને ભોજન કરવા નિમંત્રે છે, તેમ ત્રણ જગતના સ્વામી એવા પ્રભુને એવી રીતે ગ્ય કાર્યને વિધિ કરવામાં આવતું હતું. કારણ કે, ગયેલે અવસર પુનઃ કદિ પણ મળતો નથી. પછી સાધર્મ વિગેરે ઇંદ્રએ તે વિશ્વનાયક પ્રભુના અંગને દિવ્ય ચંદનથી લિપ્ત કર્યું, દેવદૂષ્ય વચ્ચેથી તેમને વિભૂષિત કર્યા, કલ્પવૃક્ષના પુપની શ્રેણીને મુગટ પહેરાવી વિરાજિત્ત બનાવ્યા અને હાર, અર્થહાર, બાહુબંધ, તથા કુંડળ વિગેરેથી સુશોભિત કર્યા. પછી ઇકે કરેલી દેવ, દાનવ અને માનાએ હર્ષથી વહન કરવા રોગ્ય એવી દેવદત્તા નામની શિબિકા ઉપર પ્રભુ આરૂઢ થઈ ગયા. સૂર્ય જેમ પૂર્વગિરિને ૧ હિરણ્યવર્ણ-લક્ષ્મી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy