________________
ર૩ર
શ્રી વિમળનાથ ચરિત્ર, આપણા કુલને ધમ પૂર્વજોએ સદા આચરેલ છે. હે વત્સ, જે તમારે નિકાચિત સાતા વેદનીય કર્મ હોય, તો આ રાજ્ય ગ્રહણ કરી અને તે તમે પિતે જ્ઞાનથી અવલોકન કરો.” પિતાના આવાં વચન સાંભળી પ્રભુએ અવધિજ્ઞાન યોજીને જોયું ત્યાં પિતાનું સાતા વેદનીય કર્મ ઘણું જોવામાં આવ્યું, એટલે તેઓ ભાવથી મૌન ધારણ કરીને રહ્યાં. પછી રાજાએ સ્વજન વર્ગ અને રાજ વર્ગને એકઠા કરી પ્રભુનો ઉત્સવ સહિત પટ્ટાભિષેક કર્યો. પ્રભુ પંદર લાખ વર્ષો સુધી કુમાર-અવસ્થામાં રહ્યા હતા પછી તેમણે પિતાના વચનથી રાજ્યને ભાર અંગીકાર કર્યો, તે કાલે ગુરૂનો વેગથતાં રાજા કૃતવર્માએ પિતે દીક્ષા લઈ લીધી. તેવા પુરૂષે યો ય કાર્ય કરવામાં વિલંબ કરતાજ નથેપ્રભુએ જે એવા મેટા રાજ્યને પ્રાપ્ત કરીને પણ પ્રજાઓને કરપીડા કરી ન હતી. તે આશ્ચર્ય કારી કહેવાય, અથવા જે સોમ-ચંદ્ર હોય. તે એવો જ હોય છે. જેમ ચંદ્રને ઉદય થતાં ચાર વિગેરે દુષ્ટ કર્મ કરી શકતા નથી અને સાધુ પુરૂને વર્ગ પિતાને માર્ગે પ્રવર્તે છે, તેવી રીતે સર્વજ્ઞ અને સર્વદશી એવા પ્રભુ સામ્રાજ્ય કરતા કુકર્મોની નિવૃત્તિ અને શુભ કર્મોની પ્રવૃત્તિ થતી હતી. પૂર્વે ઇ મોકલેલા સેવાકારી દેવતાઓ પ્રભુના શત્રુ વર્ગને નિગ્રહ અને સેવક વગનો અનુગ્રહ કરતા હતા. બીજા રાજાઓ પિતાના મસ્તક ઉપર તે પ્રભુની આજ્ઞારૂપી છત્ર અહોરાત્ર ધારણ કરતા તે યુકત હતું, કારણ કે એ પ્રભુ સદા ઉદય પામનારા ઇન-સ્વામી હતા. નઠારો વ્યય કરવામાં કૃપણ અને બુદ્ધિમાં નિપુણ એવા પ્રધાનો પિતે માનેલા રા
જ્યની ચિંતામાં સાવધાન રહેતા હતા. આ પૃથ્વીમાં પુરૂ સ્વભાવથી સદાચાર રૂપી ધનવાળા ભલે હોય, પણ જેઓ આવા સ્વયં બુદ્ધ વિગેરે છે તેવા પુરૂ તો પૃથ્વીમાં કેઈકજ હોય છે. લેકમાં વિખ્યાત એવા તે સ્વયંબુ ઉત્તમ પુરૂષે છે અને જેઓ ઉપદેશથી વિખ્યાત છે, તેઓ મધ્યમ પુરૂષે છે, તેવા ડાએક સાધુ, શ્રાવક વિગેરે પણ ખરેખર કીર્તાિવાલા હોય છે, બાકી બીજા જે ઘણા લેકે તે એ પણ રાજ્યના પરમ શાસનથી અધર્મને ત્યાગ કરતા હતા. કારણકે રાજાની આજ્ઞા ઘણી બલવતી છે. તે સમયે કેટલાએક સજજને ઘણું વિશાળ એવા સુવર્ણના થાળે પૂરીને પ્રભુની આગળ હ
થી ધરવા લાગ્યા, કેટલાએક વત્સાના સમૂહને કેટલાએક ઉત્તમ વર્ણ–વાનાના સમૂહને, કેટલાએક પુપિના જથ્થાને, કેટલાએક મધુર ફલેની શ્રેણીને, કેટલાએક ગોરૂંચંદનને, કેટલાએક આભૂષણેના ઢગલાને, કેટલાએક નવીન ચંદરવને અને કેટલાએક વજાને એમ તે શક રહિત એવા લોકમાં જે કાંઇ સુંદર વસ્તુ હતી, તે બધી તે તે શુદ્ધ હૃદયવાલા લેકે વેચ્છા પ્રમાણે પ્રભુને અર્પણ કરતા હતા કેટલાએક ભકિતથી પ્રભુની ઊપર
1 ઇન એટલે સૂર્ય પણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org