SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ શ્રી વિમળનાથ ચરિત્ર, તેમનું લલાટ અર્ધચંદ્રના જેવું છે, તેથી તેઓ “ચંદ્રભોગન પ્રાપ્ત કરનારા થશે. તેમનું ઊત્તમાંગ છત્રાકારે છે, તેથી તેમના મસ્તક ઉપર છત્ર ધરાશે. તેમના કેશ (આવા) કોમળ શ્યામ અને નિષ્પ છે, તેથી તેઓ વાસુદેવ વિગેરેની પૂજા અપરિમિત હૃદયે પ્રાપ્ત કરશે. વળી આ કુમારના મૌલિ-મસ્તકના ભાગમાં ઉ@ષ-શિખા છે, એટલું વિશેષ છે, તેથી તેઓ આ ત્રણે જગતમાં ત્રિશૃંગ-ત્રણ શિખરથી યુકત થશે. આ ત્રણ ભુવનમાં સવને પ્રશંસનીય એવા આ કુમારની સાથે જે કંઈ સરખાવવામાં આવે, તે હીન ઉપમાવાળું જાણવું અર્થાત્ આ ત્રણે ભુવનમાં તેમની ઉપમાને યોગ્ય કેઈપણ નથી. આ પ્રમાણે તે જોષીના વચન સાભળી જાણે જંગમ કલ્પવૃક્ષ હોય તેવા રાજાએ હર્ષિત થઈને તે જોષીને ઊંચી જાતનું પારિતોષિક આપું. પ્રભુવિમલકુમાર સાઠ ધનુષ્ય પ્રમાણુ ઉંચા, ભવ્ય એવા પ્રથમ સંસ્થાન અને આદ્ય સંહનન(સંઘયણ)વાળા થઈ યૌવન વયને પ્રાપ્ત થયા. સૂર્ય ગ્રીષ્મઋતુના આશ્રયથી તેજવી હોય છે, પરંતુ પ્રભુ તો સ્વભાવથીજ તેજસ્વી હતા. ચંદ્રપૂર્ણિમાના યોગથી અમૃતમય કાંતિવાલો અને રવચ્છ હોય છે અને પ્રભુ તે સ્વભાવથી અમૃતમય કાંતિવાલા અને સ્વચ્છ હતા. આમ્રવૃક્ષ વસંતઋતુના ગથી સારી છાયાવાલે હેય છે અને પ્રભુ સ્વભાવથીજ સારી છાયા-કાંતિવાલા હતા. ક્ષેત્રભૂમિને દેશ શરદઋતુથી શસ્ય-ધાન્યને ઉત્પન્ન કરનાર હોય છે અને પ્રભુ તે સ્વભાવથી જ શસ્ય-પ્રશંસનીય કાર્યોને ઉત્પન્ન કરનારા હતા. જગત્પતિ પ્રભુ સદાકાળ રૂપની લક્ષમીથી યુક્ત તે હતા, પણ તે પાપરહિત પ્રભુ યૌવનથી વિશેષ શેભાને પ્રાપ્ત થયા હતા. પછી તે પ્રભુએ ભેગ્યકમના સમૂહને હરવાને અને પિતાનું વચન માન્ય કરવાને બાહરવૃત્તિથી રાજકન્યાઓનું પાણિગ્રહણ કર્યું. પ્રભુએ તે વિવાહ મન વગરને કર્યો હતો, કારણકે ગૃહસ્થને સ્વદાર સંતેષ એ મેટું વ્રત ગણાય છે. જેમ કેઈ મોટો માણસ સારા નગરમાં આવે, ત્યારે સર્વજનો તેને ભજન કરવાનું નિમંત્રણ આપે છે, તે વખતે તે માટે માણસ ધન્યાત્મ થઈ પિતાને સ્થાને જવા માટે રસગીરવ વિના બે ત્રણ ઘરે ભેજન કરે છે, તે પણ તે માણસની નિંદા થતી નથી, પરંતુ ઉલટી પ્રશંસા થાય છે, તેવી રીતે જિન ભગવાનને ભોગ પણ કર્મના ક્ષયને માટે હોય છે. એક દિવસે ધર્મ, અર્થ અને કામની આરાધના કરવામાં તત્પર અને મોક્ષમાર્ગમાં આદર કરનાર કૃતવર્મા રાજાએ ભવિષ્યમાં સુખની ઇચ્છાથી પોતાના ગુણ પુત્રને આ પ્રમાણે કહ્યું, “વત્સ, લઘુપણામાં પુરૂષને પતિશoઇ શેભે છે, પરંતુ ગુરૂપણામાં તેને તે ભારરૂપ થાય છે અને સ્વર્ગલેકને વ્યય કરાવે છે. હે વત્સ, આ જરાવસ્થા રૂપી ૧ ચંદ્રગ દિવ્યભાગ. ૨ મસ્તકવિગેરેને ભાગ a ત્રણ અતિ ઉજ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ શિખરાઇ કરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy