________________
૨૨૮
શ્રી વિમળનાથ ચરિત્ર, રૂપાના ઘુઘરાઓ સુવર્ણના કમળ ઉપર બેઠેલા હંસની જેમ શોભતા હતા. ઘણાં 'અર્થવાળું અને સુવર્ણ થી યુક્ત એવું કટિસૂત્ર ધારણ કરતાં પ્રભુ “સાધુઓને સદા આવું સૂત્ર શીખવાનું છે.” એમ જણાવતા હતા, તેમના સમૂહને હરનાર અને રન યુકત એવા અંગદ–બાહુ બંધને ધારણ કરનારા પ્રભુ “ લોકેએ આવા ગુરૂ પિતાની ભુજામાં રાખવા” એમ પ્રરૂપણ કરતા હતા. સુમનસૂની શ્રેણીથી ચુકત એવા બે કુંડલને ધારણ કરતા પ્રભુ ભવ્ય પ્રાણીને એ ઉપદેશ કરે છે કે, “હે ભવ્ય તું આવું વચન કાને સાંભળજે.” શ્રી જિન ભગવાનને અંગની શોભા માટે અલંકારો ધારણ કરવાની જરૂર ન હતી, પરંતુ માતા વિગેરેને તેમ કરવાથી હર્ષ થત હતો. જે પ્રભુના અંગના વર્ણની સાથે વિવાદ કરતું સુવર્ણ કાબરું બની ગયું અને લેહ પણાને લઈને તે સુવર્ણન શબ્દ પૃથ્વી ઉપર અદ્યાપિ થતું નથી.
આ પ્રમાણે પુત્રનું પાલન કરવામાં તત્પર એવો રાજા કૃતવર્મા રાજ્ય કરતો હતે. તેવામાં એક વખતે કે સામુદ્રિક શાસ્ત્રને જાણનાર વિદ્વાન ત્યાં આવી ચડ રાજાની આજ્ઞાથી તે વિદ્વાનને પ્રવેશ થયો અને તે રાજાની પાસે આવીને બેઠે! તે વખતે પ્રભુને ઉત્સંગમાં લઈ બેઠેલા રાજાને જોઈ તે જોષીએ પિતાનું મસ્તક ધૂણાવ્યું રાજાએ તેનું કારણ પૂછ્યું. ત્યારે ઉત્તમ લેકને પ્રિય એ વિદ્વાન જેથી બે-“રાજન, લેક શાસ્ત્રમાં પુરૂના બત્રીસ લક્ષણો કહેલાં છે, પરંતુ લક્ષમીના ગૃહરૂપ અને સર્વ પ્રાણીઓની ઈચ્છા પૂરનારા એવા આ તમારા કુમારના દેડ ઉપર તે એક હજારેને આઠ લક્ષણો દેખાય છે. તેથી આ કોઈ લકત્તર પુરૂષ થશે. કારણ કે, સર્વ શુભ કે અશુભ ભાવી લક્ષણે ઉપરથી જાણી શકાય છે. આ કુમારના ચરણ અને હસ્તના તળીયામાં દંડ, ચક, ખ, બાણ, ધનુષ્ય, શકિત અને ગદાના જેવી રેખાઓ છે, તેથી તે શસ્ત્રને ધારણ કરનાર ઉત્તમ પુરૂષ થશે. તેના હાથની તર્જ.
૧ કટીસૂત્ર પક્ષે ઘણાં અર્થ-કિંમતવાળું સુવર્ણ-સેનાથી યુકત અને સૂત્ર પક્ષે ઘણા અર્થ શ દાર્થવાળું અને સુ–સારા વર્ણ—અક્ષરવાળું.
૨ અંગદ બાહુબંધ પક્ષે-તમ-અંધકારને હરનાર અને રત્ન યુકત-રત્નોથી જડિત ગુરૂ પક્ષે તમ–અજ્ઞાનને હરનાર, રત્ન-જ્ઞાન, દર્શન ચારિત્ર રૂપ રત્નોથી યુકત અને અંગદ દ્વાદશઅંગને આપનાર--ઊપદેશ કરનાર, ભુજામાં રાખવાને અર્થ એ છે કે, બાહુબંધ આભૂષણ ભુજા ઊપર બંધાય છે. અને ગુરૂને ભુજામાં રાખવા એટલે પિતાની પાસે રાખવા.
૩ કુંડલ પ-સુમનસુ-પુષ્પોથી યુક્ત અને વચન પક્ષે સુમનસ-સારા મનથી યુકત અથવા વિદ્વાનેથી યુક્ત એટલે વિદ્વાનોએ કહેલ વચન કાને સાંભળવું.
૪ સુવર્ણ પ્રભુના અંગના વર્ણની સાથે વાદ કરવી ગયું તેથી તે કાબરું બની ગયું અને લેહની જેમ તેને અવાજ પણ થતું નથી. બીજ ધાતુની જેમ સોનાને રણકારો લાગતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org