SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ *ક , - - - - - શ્રી વિમળનાથ પ્રભુની કુમાર અવસ્થા, ૨૨૭ બધુઓને કહે છે કે, ““સમ્મ ચરણના બળથીજ શુભ માગે ગમન થઈ શકે છે; તેથી ગૃહસ્થોએ કાંઈપણ પિતાના ચરણનું બળ કરવું જોઈએ અને જેથી તમારી સ૬ગતિ થાય, તેવી રીતે હાથ પણ લંબાવવો જોઈએ.” પ્રભુ પિતાના પગ વિગેરેને હાથનો આધાર આપી માર્ગે ચાલતા હતા, તે ઉપરથી તેઓ અનગાર-મુનિઓને ચેષ્ટાથી ઉપદેશ આપતા કે, “જ્યાં સુધી યથાખ્યાત કમ વડે વીર્યને સમૂહ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી બુદ્ધિમાન મુનિએ અલંબનસહિત વિહાર કરે, નહિ તો કમનો ભંગ થઈ જાય, અથવા ક્ષિતિ-પૃથ્વી ઉપર પડી જવાય, તેથી તે વિવેકી મુનિએ ગુરૂકુલને નિવાસ છેડે નહિ.” વળી તે ભગવંતની વાણું તે સમયે બીજાઓના સમજવામાં આવતી ન હતી, તો પાછળથી “હેય અને અહેય ( ઉપાદેય) સ્વરૂપવા ની તે વાણી શી રીતે જાણ શકાય? તે બાળ પ્રભુ લાવ્યા ન હોય, તે પણ આવતાં અને બોલાવ્યા હોય, ત્યારે આવતા નહીં, તે જિનભગવાનનું એક ચારિત્રનું અંગ છે, એમ વિદ્વાનો કહે છે. પ્રભુ જે મંદમંદ પગલાં ભરી ચાલતાં સંપત્તિને આપતા હતા, તે ક્ષમાધરોના પ્રમુખ એવા જિનેશ્વરોને માટે કાંઈ આશ્ચર્યકારી નહતું. તે પ્રભુ જે બાલકની વચ્ચે રહી પિતે સ માર્ગે ચાલતા, તે પ્રવચનની માતાના સંગથી સાધુઓની વચ્ચે રહી ચાલવાનું દર્શાવતા હતા. ઘણી ગોપાંગનાઓ ભ્રાંતિથી એક વખતે હાથની તાળીઓ આપી પ્રભુને નચાવતી હતી પરંતુ તે બેધવાળા પ્રભુ નૃત્ય કરતા નહતા. ઉત્તમ એવી કાત્યાયનીપાર્વતીદેવીએ મહાદેવને જટાધારી, નગ્ન અને પિતાના અર્ધા અંગના સંગી બનાવ્યા હતા, પરંતુ શ્રીજિન પ્રભુ તેવી રીતે અર્ધા અંગવાળા થતા ન હતા. પ્રભુ જે કઈ વસ્તુ નજરે પડતી તેમાં શ્રદ્ધાળુ થઈ તેની શોધ કરવામાં તત્પર બની જતાં તેમ કરવું, તે જિનભગવાનને ઉચિત હતું. પ્રભુના બંને ચરણમાં પહેરાવેલા માણેક તથા ૧ સમ્યકુ ચરણ-સમ્યક્ આચરણના બળથી શુભ માર્ગે જવાય છે એટલે માર્ગાનુસારી જવાય છે. પક્ષે સમ્ય-સારી રીતે ચરણ-પગના બલથી ભારે માંગે ચલાય છે. 3 એટલે હાથે કરી ક્રિયા કે દાન કરવા જોઈએ. ૩. પ્રભુ બીજાના હાથને ટકા લઇને ચાલે છે, તે ઉપર આ ક૯પના કરી છે. જ્યાં સુધી મુનિ પિતાના ગુણના વીર્યથી લાયક ન થાય, ત્યાં સુધી તેણે કઈ વડા મુનિના આલંબનથી એટલે તેમને આશ્રિત થઈને વિહાર કરે અને વલ ગુરૂની સાથેજ વસવું. ૪ પ્રભુ તોતડું બોલતા એટલે કેઈથી તે વાણી સમજાતી નથી. પ. ય–ત્યાગ કરવા યોગ્ય અને અહેય એટલે ગ્રહણ કરવા ગ્ય. ૬ મુનિ શ્રાવકને ઘેર લાવ્યા વગર આવે છે. બેલાવ્યા આવતા નથી. ૭ પ્રવચનની માતાઓ સમિતિ વિગેરે કહેલ છે. ૮. બાલક કઈ વસ્તુ જુવે છે, તે તેને લેવાનું કરે છે. તે ચેષ્ટા પર આ ક૯પના , જિનભગવાન દરેક પર્વની શોધ કરી નિરૂપણ કરનારા હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy