________________
૨૧૨
શ્રી વિમળનાથ ચરિત્ર, રીતિ ચાલે છે કે, જ્યારે અમ દેવલેકમાંથી સમાધિ વડે અહિં આવીએ છીએ, ત્યારે તે દેવલોકમાં અમારાં ત્રણે જ્ઞાનને મૂકીને આ ભૂમિ ઉપર આવીએ છીએ અને બલવડે શોભતા એવા તમો તો તે ત્રણે જ્ઞાનને અહિં સાથે લાવ્યા છે, તે પણ અમે તેની ઈર્ષ્યા કરતા નથી. પરંતુ અમોએ હદયમાં ચિંતવ્યુ છે કે જે પ્રભુ-સમર્થ પુરૂષ કરે, તે બધું જ્ઞાખ્ય- સમજવા લાયક છે.” એ વાત તો એક તરફ રહી, પરંતુ તમે એ અમારા આસનને હમણાં ચલાયમાન કર્યું, તે કેવી રીતે ? તે ઉપરથી તમારું બેલ વચનથી કહી શકાય નહીં તેવું છે, અર્થાત્ જે તમારૂં બલ વચનથી કહી શકાય નહીં તેવું ન હોય, તે તમે અમારા આસનોને ચલાયમાન કેમ કરી શકે? હે સુંદર સ્વરવાલા, પ્રભુ, તો પણ તમે પુરૂષ રૂપે થઇ બાહેર પ્રગટ થાઓ. સમ્યગદષ્ટિના બલથી અમોએ તમને ઓળખી લીધા છે. હે મોક્ષદાયક પ્રભુ, જ્યાં સુધી તમે અમને કેવળજ્ઞાન આપશે નહિં, ત્યાં સુધી અમો તમારૂં પડખું છેશું નહિ. જેઓ ન્યાયમાં પ્રવૃત્તિ કરનારા છે, તેઓ તમારા યોગ્ય સેવક જેવા છે, તેથી તેઓની વાણીની વૃત્તિ આ પૃથ્વીમાં એવી જ હોય છે.” આ પ્રમાણે સર્વ આરંભને છેડનારા શ્રી જગત્પતિને વિજ્ઞાપ્તિ કરી, પછી તે ચતુર ઇંદ્રએ શ્યામાદેવીને પ્રણામ કરી આ પ્રમાણે ઉંચે સ્વરે કહ્યું -“શુભ વચન બેલનારા અને ગર્ભમાં રત્ન ધારણ કરનારા હે દેવિ, અમે તમને નમસ્કાર કરીએ છીએ. કારણ કે, રોહણગિરિ રત્નગર્ભ હોવાથી સર્વ પર્વતેમાં માન્ય ગણાય છે. જેમ લેકમાં સૂર્યને જન્મ આપનારી પૂર્વ દિશા પૂજ્યતાને પામી છે, ક૯પકુમવડે અતુય એવી ભૂમિ જેમ દેવતાઓને સેવવા યોગ્ય થઈ છે અને જેના ગર્ભમાં મુકતા (મોતી) છે એવી છીપને જેમ લોકે યત્નથી રાખે છે, તેમ તમે ગર્ભના પ્રભાવથી લોકમાં સર્વોતમ થયેલા છો. હે દેવી, તમને આવેલા પહેલા ગજેકના સ્વપ્નથી તમારા પુત્ર રાજમાન્ય, સદા ઉત્તમ, ભદ્રજાતિ અને દાનકર થશે. બીજા વૃષભના સ્વનથી તમારા પુત્ર માર્ગગામી "ક્ષમાભારનો ઉદ્ધાર કરનારા અતુલબળથી ઉજવળ, અને શુભ દર્શન વાલા થશે. ત્રીજા સિંહના સ્વમના દર્શનથી તમારા પુત્ર અનેક પરાજિને જી
૧ ગજેંદ્ર રાજાઓને જેમ માન્ય છે, તેમ તમારા પુત્ર સર્વરાજાઓને માન્ય થશે. ૨ ગઇ ભઃ જાતિ–ઉચ્ચ જાતિ હોય છે, તેમ તમારા પુત્ર ભદ્રિક જાતિના થશે. ૩ ગજેન્દ્ર દાનમદને કરનાર હોય છે. તેમાં તમારા પુત્ર દાનકર-દાન આપનારા થશે. ૮ વૃષભ બલદ માર્ગયાયી–માગે ચાલનાર હોય છે. તેમ તમારા પુત્ર માર્ગાનુસારી થશે. ૫ બળદ પક્ષે ક્ષમા-પૃથ્વીના ભારને વડન કરનાર અર્થાત ઊપાડનાર અને પ્રભુ પક્ષે માં ગુણના ભારથી પ્રાણીઓને ઉદ્ધાર કરનાર ૬ સિંહ પક્ષે અનેક ગજેની રાજ-શ્રેણીને જીતનાર પ્રભુ પક્ષે અનેક પર– શત્રુઓની આજિ-રણ ભૂમિમાં વિજ્ય મેળવનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org