SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ વિમળનાથ પ્રભુનું ચ્યવન તથા જન્મ. તે આ પૃથ્વી ઉપર પ્રતાપસહિત 'ઈન-સ્વામી થઈ રાજ્ય કરતો હતો, તોપણ સર્વ લેકેને તેની છાયા હતી, એ આશ્ચર્યની વાત હતી. કામને આદર આપનારા તે રાજાને સુતારા, ઉત્તમ નક્ષત્રમાળાથી શરીરને મંડન કરનારી શ્યામા નામે રાણી હતી તે બ્રાહ્મીની જેમ બ્રહ્મસંયુકત હતી, લક્ષ્મીની જેમ પજિનપ્રિય હતી. સીતાની જેમ રામને અભિરામ હતી. શિવાની જેમ શિવમાર્ગે ચાલનારી હતી, કુંતીની જેમ સધર્મપુત્રા હતી. રોહિણીની જેમ વિધુમાં તત્પર હતી. અને દમયંતીની જેમ ૧૦નઠારી સ્થિતીમાં પણ જે પ્રિય (અ) નળને સંગત થઈને રહેલી હતી. હવે પદ્યસેન રાજાને જીવ સુખથી સારરૂપ એવા સહસ્ત્રાર દેવલોકમાં લાંબુ જીવિત ભેગવીને વૈશાખ માસની શુકલ બારશ તીથી કે જે અતિથિ અભ્યાગતોનું માન કરવાને યોગ્ય છે, તે દિવસે ચંદ્ર ઊત્તરાષાઢા નક્ષત્રમાં આવતાં ત્યાંથી ચ્યવીને અવધિજ્ઞાન વડે લક્ષમીના ભવન રૂપ એવું પિતાનું નવું માની મતિ વિગેરે ત્રણજ્ઞાનવડે યુકત થઈ શ્યામા રાણીની કુક્ષિમાં અવતર્યો. જેમાં સુગંધી દ્રવ્યથી સારે પવન આવતો હતો, એવા વાસભુવનમાં તલાઈ વિગેરેથી સજજ કરેલી સુખશય્યામાં તે શ્યામાદેવી સુતાં હતાં. તે રાત્રિને સમયે આધિ તથા વ્યાધિથી રહિત એવા શ્યામાદેવીએ ગજંક વિગેરે ચૌદ શુભ સ્વમમાં જોયાં. તેજ વખતે આસન ચલિત થવાથી આલસ રહિત થઈને ઇકો ત્યાં આવ્યા અને ગર્ભમાં આવેલા જિનપ્રભુને નમસ્કાર કરી તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા- “હે પ્રભુ, અન્યના બીજા દેવતાઓ પૃથ્વીમાં કઈ સ્થળે ભલે હોય, પરંતુ દેવાધિદેવપણુથી તો તમે જ અમારા દેવ થવાને યોગ્ય છે. જેમ મેઘમંડલમાં રહેલે સૂર્ય અંધકારને હણે છે. તેમ ગર્ભની અંદર રહેલા તમે પણ ત્રણ જગતમાં પ્રસરેલા અંધકારને હણો છે, જેમ પૃથ્વીની અંદર રહેલ નિધાન દ્રવ્યની સમૃદ્ધિને આપનાર હોય છે, તેમ તમે ગર્ભની અંદર રહેલા છે, છતાં પણ તેની વૃદ્ધિને કરનારા છે. હે સ્વામી, અમ દેવતાઓની એક એવી ૧ ઇન-સૂર્ય હોય ત્યાં છાયા હોવી ન જોઈએ, છતાં છાલા હતી એ વિરોધ. ૨ સુતારાસારી-તારા-કીકીઓવાળી પક્ષે સારા તારાવાળી. ૭ નક્ષત્રમાળા-તારાઓની શ્રેણી પક્ષે નક્ષત્રમાળા એક જાતનું આભૂષણ ૪ જેમ બ્રાહ્મી બ્રહ્મ સાથે યુકત હોય છે, તેમ તે રાણું બ્રહ્મજ્ઞાન અથવા શીળથી યુકત હતી. ષ જેમ લક્ષ્મી જિન- વિષ્ણુને પ્રિય છે, તેમ તેણીને શ્રી જિનભગવાન પ્રિય હતા. ૬ સીતા રામને પ્રિય છે, તેમ તે રામ- સ્ત્રીઓમાં અભિરામ-શ્રેષ્ઠ અથવા રામા ભાવડે સુંદર હતી. હ શિવા પાર્વતી શંકરને માર્ગ અનુસરી ચાલનારી છે. તેમને શિવ-કલ્યાણને માર્ગે ચાલનારી હતી. ૮ કુંતી ધર્મપુત્ર-યુધિ રે સહિત છે, તે રાણી સધર્મ–સાધમી બંધુરૂપ પુત્રવાલી અથવા ધમપુત્રવાલી હતી ૯ વિધુ-ચંદ્ર. ૧૦ જેમ દમયંતી નઠારી સ્થિતિમાં નલરાજા સાથે રહી હતી. તેમ તે નઠારી સ્થિતિમાં અનળ-અગ્નિ સાથે રહે તેવી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy