SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમળનાથ ચરિત્ર, ગેય પુત્ર સર્વેના ચિત્તને હરે છે, છતાં એ પુત્રના કારણરૂપ છે. શિવ-શકર તથા માધવ-વિષ્ણુથી રહિત એવી યમુના નદી કૃષ્ણવર્ણવાળી છે, તેથી તે નીચ કુસંગથી મલિન થઈને સાગર પ્રત્યે ગમન કરનારી છે. શત્રુઓનો વર્ગ જેને દંડ કરી શકે નથી એવા મધ્યખંડમાં કાંપિત્યપુર નામે એક નગર આવેલું છે; તે ગુણોનો આદર કરનારું અને સારી ઉપાસના કરનારા લોકેના સ્થાનરૂપ છે. જે નગર શેર સહિત, બંગમંડળથી મંડિત, *બુધાશ્રિત, "સુરાચાર્ય, તથા કવિના ધામથી વિભૂષિત, ઉશનેશ્વર અષિવડે સંયુકત, સર્વદ્રવ્ય યુક્ત અને અનંત એવું શેભે છે, પરંતુ કદિપણ શુન્ય રહેતું નથી જે કાંપિલ્ય નગરમાં રહેલા ૯તાર અને સંસાર આગાર-ગૃહોને જે શું દિવસે પણ ગુપ્ત-આકારવાલા તારાઓ રહેતા હતા અને રાત્રે તે શુન્ય-આદરવાળા ચરરૂપે દેખાતા હતા? જે નગરમાં ૧૨વંશની વૃદ્ધિ, સુમનને વિવિધ વર્ણમય સમૂહ અને બાહેર તથા અંદર સુંદર ૧૪પદ્માકરવાળી પૃથ્વી હતી. તેવા તે કાંપિલ્ય નગરમાં કૃતવર્મા નામે રાજા હતા. તે ઘણાં સુખવાલે, શુભ કર્મ કરનાર, શત્રુઓના મર્મને જાણનાર,જિનધર્મમાં આદરવાલો અને સારી બુદ્ધિવાલે હતો. જે ૧૫રાજા સમિતિ પ્રધાન છતાં પણ સદા અદય થઈ ધર્મધુરાથી વેલા જસપક્ષ 19માર્ગણેને ગુના નગરમાં મોકલતો હતો. અને તે શત્રુઓ પિતાના હૃદયમાં સંસક્ત થયેલા તે માગણેને સત્વર ધારણ કરતા, તે પણ તેના ગુણને કદિ પણ ગ્રહણ કરતા નહતા પરંતુ તેઓ તેની ભુજાના બળનું રણભૂમિમાં વર્ણન કરતા હતા એ તે કૃતવર્મા રાજા આ પૃથ્વી ઉપર વર્મ–કવચને ધારણ કરનારો હતે. ૧ યમુના નદીમાં શંકર તથા વિષ્ણુનું સ્થાન નથી, અને નીચા-કુ-પૃથ્વીના સંગથી મલિન. થઈને તે સાગર પ્રત્યે ગમન કરનારી છે. જે સ્ત્રી શિવ કલ્યાણની મા-લક્ષ્મીના ધવ-સ્વામીથી રહિત હોય, તે સ્ત્રી નીચ પુરૂષના સંગથી મલિન થઈ પરપુરૂષની સાથે ગમન કરનારી થાય છે. ૨ સૂર-શુરવીર પુરૂષ પક્ષે શર-સૂર્ય. ૩ બંગમંડલ-બંગદેશ પક્ષે આનંદ તથા મંગળથી મંડિત પક્ષે રાતા રંગવાલા મંગળ ગ્રહથી મંડિત. ૪ બુધ-વિધાનોથી આશ્રિત, પક્ષે બુધગ્રહથી આશ્રિત. ૫ સુર–દેવ-આચાર્યો તથા કવિઓના ધામથી વિભૂષિત પક્ષે સુરાચાર્ય–બૃહસ્પતિ, કવિ-શુક્રને ધામથી વિભૂષિત. ૬ શનૈશ્ચર-હલ હલવેર્યા પથિકીથી ચાલનારા મુનિઓથી યુકત પક્ષે શનૈશ્ચરગ્રહ, ૭ અનંત-અંતરહિત. ૮ શુન્ય –ખાલી પશે આકાશ. ૮ તાર-મોટા પક્ષે તારા, ૧૦ સંસાર-સારવાલા–આચાર-ઘર. ૧૧ ગુપ્ત-આકારવાલા-છુપાવેશે ફરનારા ચર- બાતમીદાર. ૧૨ વંશ-કુલ પક્ષે વાંસની વૃદ્ધિ, ૧૩ સુમનસ- દ્વાનો પક્ષે પુછ્યું-તેમને વિવિધ વર્ણ-રંગમય સમૂહ. પક્ષે બ્રાહ્મણ ક્ષત્રિય વિગેરેવર્ણ. ૧૪ પદ્માકર-પાની ખાણ પણે સરોવર. ૧૫ તે સમિતિ પાલન રો હતા. અદય નિર્દય-પક્ષેઅધિક લાભવાલો. ૧૬ સપક્ષ-પાંવાલા પક્ષે સહાયવાલા, ૧૭ માર્ગણો–બાણ પક્ષે ચાચકે. ૧૮ ગુણ પક્ષે દોરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy