________________
૨
-
-
चतुथ सर्ग.
રાજાની જેમ સુવર્ણગેત્રની શેભાથી ભરપૂર, મંડલ લક્ષ્મીથી યુક્ત અને છાયા સહિત એ જબૂદીપ શોભી રહે છે. એ દ્વીપની અંદર
આવેલા પ વર્ષધર પર્વતને સિદ્ધાંતમાં કુશલ એવા પંડિતો પ્રોઢ - ક્ષમાધર, બહુ આયુષ્યવાલા અને શાશ્વત કહે છે, એ આશ્ચર્યની વાત
છે. તે અતિશય લઘુ છતાં લક્ષ જનના પ્રમાણથી વિભૂષિત છે, અને સદા વૃત્તના રોગથી પોતાની જાતના દ્વીપમાં મુખ્યપણાને પ્રાપ્ત થયો છે. તે જંબુદ્વિીપમાં સન્માર્ગે ચાલનારાઓને નેત્રરૂપ એવું ભારતક્ષેત્ર આવેલું છે, જેની અંદરને આ મધ્યખંડ તેના નેત્રની ઊત્તમ કીકીના જે દેખાય છે. તેની વચ્ચે પીને વિતાઢય પર્વતે જેને બે ખંડવાલું કરેલ છે, જે અખંડ લક્ષમીથી મંડિત અને "બુદ્ધિવડે પંડિત છે. હિમાલયથી વહન કરનારી અને ધન્ય એવી ગંગા તથા યમુના નદીએ પિતાના જલના સંગ્રહથી તે ભરતક્ષેત્ર પ્રત્યેક ત્રણ ખંડવાળું બનેલું છે. જેની અંદર પઘદ્રહમાં થયેલી નવીન પદ્મિનીના જેવી નિર્મલ ગંગા આવેલી છે, જે ગંગાએ મહેશના મસ્તકને વિભૂષિત કરેલું છે. એ ગંગાને પ્રભાવ સાંભળે–જેના નપુંસક ગાં
૧ રાજા પક્ષે સુવર્ણ-ઉચ્ચ જાતિ અને ગોત્ર-ઊચકુલની શોભાથી ભરપુર હોય છે, મંડલ લમ–દેશમંડલની લક્ષ્મીથી યુકત અને છાયાએ યુકત હોય છે. તેવી રીતે જંબૂદીપ સુવર્ણગોત્ર –સુવર્ણના (મેરૂ) પર્વતની શોભાવડે ભરપૂર અને મંડલલક્ષ્મી તથા છાયાથી યુકત છે. ૨ ષટ વાધર-એટલે છ (ક્ષેત્ર મર્યાદા કરનારા) પર્વતો દ્રઢ મોટી ક્ષમા-પૃથ્વીને ધરનારા અને શાશ્વત હોય છે. જઃ વર્ષધર-છ વર્ષને ધારણ કરનારા છ વર્ષની હોય તે દ્ર-ક્ષમાગુલને ધારણ કરનારા બહુ આયુષ્યવાલા-શાશ્વત કેમ હોઈ શકે? એ આશ્ચર્ય. ૩ લઘુ-નાનો હોય તે લક્ષ વેજનના પ્રમાણવાલો કેમ હોય ? એ વિરોધ. ૪ વૃત્ત-સારું આચરણ પણે વૃત્ત-ગોળાકાર જે સારા આચરણવાલો હોય તે પિતાની જાતમાં મુખ્ય થાય છે. ૫ અર્થાત જેમાં બુદ્ધિમાન પંડિત રહેલા છે. ૬ ગંગા નદી પવિતીના જેવી નિમલ જળવાળી છે. અને તે શંકરના મસ્તક ઉપર રહેલી છે. પદ્મિની પણ મહેશ-મહા-ઇશ-પુરૂષના મસ્તક ઉપર રહે છે. ૭ ગાંગેય-એ ગંગાના પુત્ર ભીષ્મપિતા તેમણે નપુંસકના જેવું બ્રહ્મચર્ય વ્રત લીધું હતું છતાં પણ તે ગંગાનો પ્રભાવ પુત્ર થવામાં કારણરૂપ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org