________________
૨૦૬
શ્રી વિમળનાથ ચરિત્ર, વિગેરે જે અતિચારો લાગ્યા હોય, તે સર્વમાં મારું મિથ્યા દુકૃત હશે. અગીયારના અણુવ્રતમાં તપાસ કર્યા વગર મળ ઉત્સર્ગ કરવા વિગેરે જે અતિચાર થયા હય, તે સર્વમાં મારું મિથ્યા દુકૃત હશે. અને બારમા અણુવતમાં સચિત વસ્તુ લેપણ કરવા વિગેરે જે અતિચારો લાગ્યા હોય, તે સર્વમાં મારું મિથ્યા દુકૃત હજે. રાત્રિભોજન વિરમણ વિગેરે નિયમોની અંદર જે કાંઈ મારી ખલના થઈ હોય, તેમાં મિથ્યાદુષ્કૃત હજો. બાહ્ય અને અંતરંગ મળી બાર પ્રકારના તપને શકિત છતાં મેં કર્યું ન હોય તે વિષે મારું મિથ્યા દુષ્કૃત હ. મોક્ષના માર્ગને સાધનારા ગોમાં જે મેં મારા વીર્યને સતત ફોરવ્યું ન હોય, તે વિષે મારું મિથ્યા દુષ્કૃત હશે. શ્રી ગુરૂના મુખથી મેં જે વ્રતો અંગીકાર કરેલો છે, તે તેને મારે ફરીવાર અંગીકાર હશે. જે પ્રાણીઓને મેં પૂર્વે પિડા કરી હોય, તે સર્વ પ્રાણીઓ મને ક્ષમા આપે અને તે ઘણા પ્રાણીઓની સાથે મારી સદા મંત્રી રહે. પ્રાણાતિપાત, અસત્ય, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, (બીજા પર આળ ચડાવવુ) પપરિવાદ, રતિ અરતિ, માયા–મૃષાવાદ, ને મિથ્યાદર્શન–શલ્ય એ અઢાર પાપસ્થાનોનો મારે સદા ત્યાગ હશે. તેમાં હાલ તે વિશેષ ત્યાગ હશે. સ્વર્ગ તથા મોક્ષને આપનાર શ્રી જિન ધર્મને માર્ગ ઢાંકી દઈ જે કુમાર્ગ પ્રગટ કરવામાં આવ્યું તેની હું હમણાં આત્મસાક્ષી એ નિંદા ગહ કરું છું. જે મેં દેવની રાશી આશાનતાથી દુષ્કત કર્યું હોય અને ગુરૂના તેત્રીશ આશાતનાથી દુષ્કૃત કર્યું હોય તે મારું દુષ્કૃત મિથ્યા હશે. જે દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનું ભક્ષણ થતાં ઉપેક્ષા કરી હોય તે મારું દુષ્કૃત મિથ્યા હ. સામર્થ્ય છતાં અને હારી જઈ શાસનની નિંદા કરનારાઓને મે વાર્યા ન હોય તે મારું દુષ્કૃત મિથ્યા હજો. ધર્મમાં ઉદ્યમ કર્યો ન હોય અને પાપમાં ઊદ્યમ પ્રગટ કર્યો હોય, અથવા પાપના સાધન મેળવ્યાં હોય, તે મારું દુષ્કૃત મિથ્યા હજો. મે મિથ્યાત્વથી મેહિત થઈ આ લોક અને પરલોકમાં કુતીર્થ કરેલું હોય, તે મારૂ દુષ્કત મિથ્યા હો. જે અભક્ષ્ય-અનંતકાય પ્રમુખ અને નહીં કરે એવું અન્ન કે જલ મેં પુર્વે ભક્ષણ કર્યું હોય, તેનું મારે મિથ્યા દુષ્કત હ. પૃથ્વીકાયમાં આવીને ફા કે લોઢારૂપે થઈ મેં જે જીવોના સમૂહને દુઃખી કર્યા હોય, તે મારે મિથ્યા દુકૃત હજો. અપકાયમાં આવીને પાણીને પુરરૂપે થઈ જે જીના સમુહને દુઃખી કર્યા હોય, તે મારે મિથ્યા દુષ્કૃત હજે; અગ્નિકાયમાં આવીને અપાક તથા દાવાનળ રૂપે થઈ જે જીવના સમુહને દુઃખી ક્ય હાય, તે મારે મિથ્યા દુષ્કૃત હ. વાયુકામાં આવીને વંટોળીયા કે ઝંઝાવાતરૂપે થઈ જે મેં એના સમુહને દુઃખી કર્યા હોય તે મારે મિથ્યા દુષ્કૃત હશે. વનસ્પતિકાયમાં આવીને ધનુષ્યના દંડ કે બાણરૂપે થઈ જે જીવોના સમુહને મેં દુઃખી કર્યો હોય, તે મારે મિથ્યા દુષ્કત હશે. વિકસેંદ્રિયોના ભાવોમાં ભ્રમણ કરતાં મેં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org