SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમળનાથ ચરિત્ર, વિશેષપણે ભક્તિ કરી. છ૩-અષ્ટમ વિગેરે તપ તપતાં દેહને ધારણ કરવા પારણું કરનારા તપસ્વીઓનું તેણે સદા વાત્સલ્ય કર્યું. તે ઉત્તમ મુનિએ પૂર્વે ભણેલા પ્રખ્યાત શાસ્ત્રની વિચારણા કરી જ્ઞાનનો ઉપયોગ કર્યો. મેહથી રહિત કર્મોનો ક્ષય કરનાર અને મેક્ષ આપનાર એવા તત્ત્વશ્રદ્ધારૂપ લક્ષણવાળા સમ્યકત્વમાં પિતાનું મન નિશ્ચળ કર્યું. શ્રત ધારી પુરૂને સર્વ ગુણનાં મૂલરૂપ એ વિનય કરી તેણે લેકમાં વિશેષ મહવે પ્રાપ્ત કર્યું. કર્મોનો ક્ષય કરનારા અને સંસાર સાગરમાંથી તારનારા આવશ્યક કર્મોના અતિચારાનો તેમણે ત્યાગ કર્યો. ચિત્તરૂપી પશુને બાંધવાના ખીલારૂપ, વિવેકી પુરૂષ માનેલા અને ધર્મના સારરૂપ એવા શીળ ઊપર તે અકામી મુનિએ ખરી દઢતા ધારણ કરી. એક લવ પ્રમાણ ક્ષણના પણ કાળમાં પ્રમાદરહિત થઈ તેણે પિતાના હૃદયને ધ્યાન વિધાનમાં સદા તત્પર રાખ્યું. ફોધ અને લેભનો ત્યાગ કરી અને મમતા છોડી કર્મનો ક્ષય કરનાર બાર પ્રકારનું તપ કર્યું. સારી બુદ્ધિવાળા તે મુનિએ પોતાની લબ્ધિથી જે કાઈ વિવિધ વસ્ત્ર, અન્ન તથા પાત્રાદિ પ્રાપ્ત થતું, તે હર્ષથી સન્માનપૂર્વક સાધુઓને અર્પણ કરી દીધું. અતુલ્ય વાત્સલ્યના ભારથી પ્રકાશમાન એવા તે મુનિએ બાળ, પ્લાન અને તપસ્વી મુનિઓની વૈયાવચ્ચ પિતાની નિર્મળ ઈચ્છાથી કરી. બે પ્રકારની ઉપાધિવાળી ઉપધિનો ત્યાગ કરી સમાધિ કરી અને તે સાક્ષાત્ અસામાધિવાળા પર–શત્રુ ઉપર પણ કરી બતાવી. તેણે ગુરૂન વિનય કરી સારી બુદ્ધિવડે શ્રવણ તથા અધ્યયન કરી અપૂર્વજ્ઞાન સંપાદન કર્યું. જ્ઞાનના અતિચારનો ત્યાગ પરિહાર કરી, જ્ઞાનની ઉન્નતિ કરી, બીજાને પઠન કરાવીને પણ જ્ઞાનની ભક્તિ કરી. ઊત્તમ વ્યાખ્યાન આપી, અન્ય મતના વાદીઓને જીતીને, તે વિજ્ઞાની મુનિ શાસનના પ્રભાવક થયા હતા. આ પ્રમાણે વિશ સ્થાનકો સેવવાથી કર્મરૂપી–રોગના ઔષધરૂપ એવું તીર્થકર નામકર્મ તેણે ઉપાર્જન કર્યું. પછી વિધિપૂર્વક વિશેષ સંલેખના કરી આયુષ્યને અંત સમયે તેમણે આ પ્રમાણે આરાધના કરી–“ જનસમૂહે સ્તવેલા અને શુકલ ધ્યાન રૂપી ધનવાળા અતીત, અનાગત અને વર્તમાન એવા પ્રધાન જિન ભગવંતોનું મારે શરણ હજો. સર્વજનાએ મને લા, ગિઓએ નમેલા, ધ્યાનથી ગમ્ય અને ગુણોથી રમણીય એવા સનાતન પ્રસિદ્ધ સિદ્ધ ભગવંતોનું મારે શરણ હજો. જે વાણુને નિયમમાં રાખનારા, અને સંયમને પાલનારા અનેક પ્રકારના નિયમધારી મુનિઓ છે, તેમનું મારે શરણ હજે. કલ્યાણના હેતુરૂપ, દયામય, નયમય અને શ્રી જિનભગવાને કહેલો પ્રખ્યાત ધર્મ અત્યારે મારે શરણરૂપ હજો. (ચતુઃ શરણ) જે કાલ વિગેરે આઠ અતિચારે રાનમાં થયા હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુષ્કૃત હજો. દશનમાં કા વિગેરે આઠ અતિચારો લાગ્યા હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુષ્કૃત હશે. ચારિત્રમાં પ્રવચન માતાને અનુસરતાં જે આઠ અતિચારો લાગ્યા હોય તે સર્વમાં મન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy