SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ વિમળનાથ પ્રભુના પૂર્વભવનું વૃતાંત ૨૦૩ દયાળુ હૃદયવાળા મુનિએ પિતાના પૂર્વના દુષ્કર્મને લપ કરવાને ચતુર્થ, પણ અને અષ્ટમ વિગેરે શુદ્ધ વિવિધ તપ કરવા માંડયું. જે પિતાને દેહ ઉપસર્ગોને સહન કરી શકે એવો કરે છે, તેને દુઃખ થતું નથી. ખરી વાત છે કે ઉઘાડું મુખ સદા શીત વિગેરેને સહન કરી શકે છે. તે મુનિએ શ્રુધા, તૃષા, શીત, ઉષ્ણતા, દંશ, અવેલા, અરતિ, સ્ત્રી, નિષદ્યા, અસકાર, અજ્ઞાન, સમ્યકત્વ, યાતના, તૃણસ્પર્શ વધ, આકેશ, રોગ, લોભ, મલ, શમ્યા અને પ્રજ્ઞા એમ બાવીશ પરીખને સહન કરવા માંડ્યા. આત્મસંવેદનીવ,-પિતે અનુભવે તેવા દેવ તિરા અને મનુષ્ય કરેલા ચાર પ્રકારના ઉપસર્ગો તેણે પોતાના હિત માટે સહન કર્યા. એક વખતે વિવેકથી ગુરૂની આજ્ઞા લઈ ગણમાંથી જુદા નીકળી તેમણે સાધુઓની આ પ્રમાણે પ્રતિમા વહન કરી–અશન તથા પાનવડે એક એક xદત્તિને ગ્રહણ કરતા તે મુનિએ એક માસ સુધી પહેલી પ્રતિમા વહન કરી, ગચ્છમાં આવ્યા પછી એવી રીતે માસની દક્તિને વધારતાં વધારતાં સાતમાસ વડે સાતમી પ્રતિમા વહન કરી. પછી એકાંતરા ઊપવાસ, આંબેલના પારણુ વડે પાન (જળ) રહિત ગામની બાહેર ઉત્તાન શયન કરી નિશ્ચળ રહી સાત દિવસ સુધી ઉગ્રઉપસર્ગને સહન કરતાં આઠમી પ્રતિમા વહન કરી પછી તે ગણી ગ૭માં આવ્યા. પછી એવી રીતે મેટા ક ટોવાળા મુનિએ ઉત્કટિકાસને રહી વિધિપૂર્વક સાત દિવસવડે નવમી પ્રતિમા કરી એજ નષ્ટા ઉપર રહી વિરાસને ધ્યાનમાં નિશ્ચલ બની સાતદિવસે દશમી પ્રતિમા વહન કરી. પછી અહોરાત્ર બાહેર રહી ષષ (છઠ્ઠ) તપ કરી બે ભુજાઓ લંબાવી રાખ અગિયારમી પ્રતિમા વહન કરી. પછી અષ્ટમ કરી હાથ લંબાવી રાખી ધ્યાનમાં લીન થઈ અને પોતાની દષ્ટિ શિદ્ધશિલા તરફ રાખી એક શત્રિની બારમી પ્રતિમા વહન કરી. પછી એક સમયે તેણે પિતાના હૃદયને શુભ વાસના ભાવનાથી વાસિત કરી શુદ્ધ વિધિપૂર્વક વિશ સ્થાનકની આ પ્રમાણે આરાધના કરી. નામ, સ્થાપના દિવ્ય અને ભાવના ભેદવાળા શ્રી અરિહંત પ્રભુની નમસ્કાર, તથા સ્તવન વિગેરેથી તેણે હર્ષથી ભક્તિ કરી. એકત્રીશ ગુણના આધારરૂપ, નિરંજન, નિરાકાર, સર્વમાન્ય અને અસામાન્ય એવા સિદ્ધ ભગવંતને પિતાના હૃદમાં ધારણ કર્યા. તે ચતુર મુનિએ ચતુવિધ સંઘની સન્માન, દાન, વિનય અને વિવિધ પ્રકારના સેવનથી પૂજા કરી. આશાતનાના ત્યાગથી, આજ્ઞાના પાલનથી, બહુ માન અને નિઃસ્પૃહભાવથી તેણે ગુરૂભક્તિ કરી. સંયમ-આચારને ધારણ કરનારા વયેવૃદ્ધ મહર્ષિઓની વિશ્રામણ વિગેરેથી તેણે શુશ્રુષા કરી. વિશુદ્ધબુદ્ધિવાળા તે મુનિએ દ્વાદશાંગીને ધારણ કરનારા વિદ્વાન ઉપાધ્યાય વિગેરે વગેની * એક સાથે અખડ-એક ધારી જે અન્ન ક જળ મળે તે તેના એક દાત્ત લેખાય ડાય તે પછી તે પ્રમાણમાં વધારે હોય કે અપ કમાત્ર કે બિંદુમાન આ૫ હાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy