________________
ભાવતત્ત્વના સ્વરૂપ ઉપર ચંદ્રોદરની કથા
૧૯૭ “અરે જીવ, તું આ સંસારમાં પ્રમાદને લઈને નવાનવા ભવમાં ભયે છે, છતાં તું તેથી થાકી ગયો નથી કે હમણ પણ તેવું જ કરે છે? જ્યારે તું આ ઠલ્લા-માત્રાના નિરોધ થી આકુળ-વ્યાકુલ બની ગયે, તો પછી જે તારી ગતિ નિગોદમાં થશે, તે ત્યાં તે નિગોદનું દુઃખ શી રીતે સહન કરી શકીશ?” આ પ્રમાણે ભાવના કરતાં તે મુનિને જાણી કે દેવતાએ તેની પીડા સત્વર નાશ કરવાને ખુલ્લું પ્રભાત બનાવી દીધું. પછી તે મુનિએ ધૈડિલની પ્રતિલેખના કરી દેવામાં મુત્રોત્સગની ક્રિયા કરી રહ્યા, તેવામાં સ્વાભાવિક રીતે પાછું અંધકાર થઈ ગયું. તેથી તેમણે તે દેવની માયા જાણી મિથ્યા દુષ્કત આપ્યું, અને દેવતાઓ પ્રત્યક્ષ સાંનિધ્ય કર્યું, છતાં પણ તેણે ગર્વ કર્યો નહિં. હે મુનિ, આ પ્રમાણે તમારે પાંચમી સમિતિ ધારણ કરવી છે, જેથી ઉત્તમ એવા મુનિને તત્કાળ સંસારને ક્ષય થઈ જાય.
વિકપની કલ્પનાથી મુક્ત અને સમતારૂપી અમૃતથી સિંચિત થયેલું જે મન રહે, તેને કુશળ પુરૂએ મને ગુમિ કહેલી છે. કોપરહિત પુરૂના મુગટરૂપ અને શ્રદ્ધાને ધારણ કરનારે કઈ શ્રાવક જિનદાસની જેમ બાધાઓથી પરાભવ પામ્યા છતાં પણ એ મને ગુપ્તિને ધારણ કરી રાખે છે.
જિનદાસની કથા. ચંપા નગરીમાં શ્રાવકની પ્રતિમાને ધારણ કરનાર, શુદ્ધ હૃદયવાલે અને સદા દયાળુ જિનદાસ નામે એક શ્રાવક હતો. તે આઠમ વિગેરે શુભ પર્વના દિવસે માં એકાંત ગૃહની અંદર નિર્વિકાર થઈ વિશેષપણે પ્રમાણુવાળી પ્રતિમા વહેતે હતો. એક વખતે તે ચૌદશને દિવસે પિધ લઇ પિતાના ઘરની નજીકના કે ઘરમાં રાત્રે પ્રતિમા (કાઉસ્સગ મુદ્રા) ને પ્રાપ્ત થયો હતે. તેજ રાત્રે તેની સ્ત્રી પિતાને પલંગ લઈ પરપુરુષની સાથે દૈવયોગે ત્યાં આવી. અંધકારવડે દષ્ટિ રંધાઈ જવાથી તેણીએ પ્રકૃતિ વડે પાર્લંગ એવા પિતાના ધણીને ત્યાં રહેલો છે નહીં. જેના ચારે પાયામાં લોઢાના ખીલા જડેલા તેથી નિશ્ચલ એ તે સાથે આણેલો પલંગ તેણીએ વેગથી ત્યાં પછાડીને મુકો. ત્યાં કાયોત્સર્ગે રહેલા જિનદાસના ચરણમાં તેને એક ખીલે આવી ગયે, તે ચરણને ભેદી જમીનમાં પેસી ગયો. પોતાની સ્ત્રીને આવી દુરાચરણ જાણ્યા છતાં ચરણમાં ઉત્પન્ન થયેલી નવી પીડાને સહન કરતાં પણ તે જિનદાસના હૃદયમાં ખેદ ઉત્પન થયે નહિં. ભાવનાના સમૂહથી પ્રકાશમાન એવા તે ભવ્ય આત્માએ પિતાના હૃદયમાં આ સંસારનું વિષમ સ્વરૂપ ભાવવા માંડ્યું “હે આત્મા, તે પૂર્વે અનંત અનાચારી સ્ત્રીઓ
૧ પ્રકૃતિ-સ્વભાવ કામગ-પડખે (સ્થિર રહેલા પક્ષે સ્વભાવથી જ પાર્થ–પાર્શ્વનાથ પ્રભુને અનુસરનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org