________________
૧૯૬
શ્રી વિમળનાથ ચરિત્ર. બબડતો રશીકું (ઝેળીની ગાંઠ) છેડવા લાગ્યો અને નાક મરડવા લા. તેવામાં શાસનદેવીએ તે પદાર્થોમાં એક વૈક્રિય સર્પ નાખી દીધો. તેને જોતાં જ તે મુનિ સંભ્રમ પામી ગુરૂના શરણે આવ્યું. તેણે પિતાના પ્રગટ અપરાધને આદર પૂર્વક ખમાવા માંડે. તે સમયે ગુરૂએ પણ પ્રગટ થઈ તેને ઠપકો આપે. પછી સંવેગને પ્રાપ્ત થયેલા તે સેમિલાર્ય મુનિએ ગુરૂને આદરથી જણાવ્યું કે, “ભગવન, હવે આજથી હું પ્રમાદ કરીશ નહિં. આપની પાસે જે સાધુઓ આવશે, તેમના દાંડાને હું ગ્રહણ કરીશ અને આસન આપીશ.” પછી મિલાય મુનિ આચાર્યની પાસે જે ઘણાં સાધુઓ આવે તેમની સમુખ જવા લાગ્યો અને તેમના ચરણોને પુંજવા લાગ્યો. તેમના દાંડાને લઈ, નીચે તથા ઉપર પુંછ સારે સ્થાને મુકવા લાગ્યું અને પોતે મનમાં દુઃખ કંટાળો લાવ્યા વગર તેમને માન આપવા લાગ્યો. જ્યારે ઋણરહિત પુણ્યવાનું સાધુઓને ગણ જંગલમાં આવ્યા હોય, તો ત્યાં પણ તે નિત્ય વિનય કરતો અને આદાનસમિતિ પાળતો હતે. કુતાર્થ સેમિલાર્ય મુનિ તે સમિતિના પ્રભાવથી કમને ક્ષય કરી, કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષને પ્રાપ્ત થયા. એવી રીતે હે મુનિ, તમે પણ તે સદા ચોથી સમિતિને ધારણ કરે કે જેથી કર્મથી મુકત થઈ શકે.
જે ઠલ્લે (વધનીતિ), મુત્ર (લઘુનીતિ), અને અનેષણીય (દેવ-અક૯), આહાર વિગેરે જ્ઞાનીએ બતાવેલા નિર્દોષ રથાનમાં પરઠવે તે પાંચમી ઉત્સર્ગ સમિતિ કહેવાય છે. જ્યાં લોકોની આવજાવ ન હોય, કઈ જુવે તેવું ન હોય, સ્ત્રી, નપુસક અને પશુથી જે વર્જિત હોય, અને જે નિજીવ, છાયાવાળું અને દર રાફડા વગરનું શુદ્ધ સ્થાન હોય. તેવા સ્થાનમાં દિશા, ગામ, સૂર્ય અને પવનને સન્મુખ વજીને અને અવઝહ (ભૂમિ) ની અનુજ્ઞા લઈને બુદ્ધિમુનિએ હલ્લો કરે જોઈએ. જે મુનિએ પાંચમી સમિતિને ઉત્કૃષ્ટ શકિતવડે સદા પાલે છે. તે ધર્મરૂચિ મુનિની જેમ સંયમની શુદ્ધિવાલો થાય છે.
ધર્મરૂચિ મુનિની કથા. કેઈ એક ગરછમાં ભૂલ ગુણ તથા ઉત્તર ગુણોથી અગ્રણી થયેલા અને સિદ્ધાંત ભણવામાં ઉઘેગી રહેનારા ધર્મરૂચિ નામે એક પવિત્ર મુનિ હતા. એક વખતે સંધ્યાકાલે રવાધ્યાય કરવામાં વ્યગ્ર હૃદયને લઈને તેમનાથી મૂત્ર કરવાની ભૂમિને લગતું ઈંડિલ શોધી શકાયું નહીં, તેથી તેમનું પેટ થુલ થઈ ગયું અને કુક્ષિમાં શુલ ઉત્પન્ન થઈ આવ્યું. તે સમયે શીતકાળમાં હાજતના વેગને ધારણ કરવાથી તે મુનિ આકુલવ્યાકુલ બની ગયા. તથાપિ તે ભવભીર મુનિ શરીર ચિંતા કરતા નથી. અહ! મેરૂ પર્વત કલ્પાંતકાલે પણ પોતાની મર્યાદા છેડતો નથી. વિશેષમાં તે મુનિએ ઉલટો પિતાના આત્માને ઉપદેશ આપવા માંડે. વિચારવાનું મનુષ્ય શિષ્ટલકને ઉચિત જ કાર્ય કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org