________________
ભાવતરવના સ્વરૂપ ઉપર ચઢાદરની કથા
૧૩. લઈ તારા એક જીવને માટે તે અસંખ્યાતા જીન કેમ મારે છે? અરે આત્મા આવું અકૃત્ય-નઠારું કામ કરવાથી કાંઈ કલ્પાંત સુધી જીવાતું નથી અને ગ્રહણ કરેલા વ્રતનું ખંડન કરવાથી કલ્પાંત તો થાય છે. મારા સ્નેહમૂઢ પિતા જો કે જલ પીવાની આજ્ઞા આપે છે પરંતુ સવજ્ઞનું વચન ઉલ્લંઘન કરવું નહિ. ” આ પ્રમાણે ભાવના ભાવી મુનિ ધનશર્માએ અજલીમાંથી જળ છોડી દીધું અને પછી તે નદીને બીજે તીરે ગયા. ત્યાં ક્ષણ વારમાં તે પ્રાણ મુક્ત થઈ ગયા. શુભ ભાવને લઈને તે વૈમાનિક દેવતા થયા. મુહર્ત માત્રમાં અવધિજ્ઞાનથી પૂર્વ ભવ જાણી તેણે પિતાના હૃદયમાં વિચાર્યું કે, “મુનિઓને મારા મરણથી ખેદ ન થાઓ” આવો વિચાર કરી તેણે પોતાના શરીરમાં અધિવાસ કર્યો, તત્કાલ શીવ્ર ગતિથી તેણે ચાલવા માંડયું. આ પુત્રે પાણી પીધું, એમ માનતા મુનિ ધન મિત્રને તેથી ઘણું સુખ ઉત્પન્ન થયું. પછી ક્ષુધા તથા તૃષાથી પીડિત એવા બીજા મુનિઓને જાણી તેણે ઠેકાણે ઠેકાણે વૈક્રિય ગોકુલ બનાવી દીધાં. પરમખરા અર્થને નહિ જાણનારા તે મુનિઓએ તે ગોકુલમાંથી છાસ બહેરી તેનું સારી રીતે પાન કર્યું. સપુરૂષે સરળ બુદ્ધિવાલા હોય છે. પછી પિતાનું સ્વરૂપ લખાવવાને તે દેવતાએ કેઈ સાધુની ઉપાધિ નજીકના ગેકુલમાં ભુલાવી દીધી. તે મુનિ જ્યારે ગામ તરફ ગયા ત્યારે તેણે મુનિઓની આગળ જણાવ્યું કે, “આ નજીકના ગોકુલમાં મારી ઉપધિ પડી રહી છે, તેથી હું તે લઈ આવું ત્યાં સુધી તમે અહિ મારી રાહ જુઓ આ પ્રમ ણે કહી તે ગોકુલમ ગયે, ત્યાં પોતાની ફકત ઉપધિ જોવામાં આવી પણ ગેકુલ જેવામાં આવ્યું નહિં તેણે આવી તે ખબર મુનિઓને કહ્યા ત્યારે તેઓએ તે ગોકુલ દેવતાએ નિર્માણ કરેલું જાણું મિથ્યા દુય કર્યું, પછી પેલા ધનશર્મા દેવતાએ પ્રગટ થઈ પિતાના પિતા શિવાય બીજા મુનિઓને ભાવના યુકત થઈ વિધિપૂર્વક વંદના કરી, તે વખતે તે ઉત્તમ સાધુઓએ પૂછયું કે, “તમે કેણુ છે ?” ત્યારે તેણે કહ્યું કે, “હું ક્ષુલ્લક ધનશર્મા મુનિ છું. તમે હમણ આ તમારા પોતાના પિતાને વંદના કેમ ન કરી ?” મનિઓએ પ્રશ્ન કર્યો. તેણે કહ્યું, “આ મારા પિતાએ મને પૂર્વે પાપ બુદ્ધિ આપી હતી તેથી અહિંસા વ્રતનું ખંડન કરનારા તે પિતાને મેં વેદના ન કરી” “એમ શી રીતે બન્યું?” મુનિઓએ પુનઃ પ્રશ્ન કર્યો એટલે તેણે પિતાના પિતા અને પિતાના સંબંધમાં પ્રથમ જે હકીકત બનેલી તે બધી કહી સંભળાવી. તે સમયે ધનમિત્ર મુનિ બોલ્યા,
હે મુનિ, મારૂં મિયા દુકૃત છે અને જે મેં સિદ્ધાંતની વિરૂદ્ધ કર્યું, તે ક્ષમા કરે.” દેવતાએ કહ્યું, “હવેથી જે શ્રી જિન ભગવાને કહેલું હોય, તે રાગથી કે દ્વેષથી તમારે વિરાધવું નહીં, કારણ કે તે અનંત સંસારનું કારણ થાય છે, ” પછી ધનશર્મા દેવ બામણા પૂર્વક મુનિઓને નમી સ્વર્ગમાં ચાલ્યો ગયે હૈ મુનિ, એવી રીતે તમારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org