________________
ભાવતત્વના સ્વરૂપ ઉપર ચંદરની કથા.
૧૮૩ થેલી છે. કદિ તે કુળ ઊચ્ચ પિતાથી પ્રાપ્ત થયું હોય, તે પણ તેને મદ કર ઉચિત નથી. બારીના કાંટાની જેમ સર્વે સમાનશીલ હતા નથી. બુદ્ધિમાન પુરૂષે લાભને મદ પણ કરે નહીં, કારણકે, લાભાંતરાય કર્મ શ્રી જિન ભગવાનને પણ છેડી શકતું નથી. જ્યારે લાભાંતરાય કમને ક્ષય થાય ત્યારે ઘણું ધન પ્રાપ્ત થાય છે અને જ્યારે તેનો ઉદય થાય છે ત્યારે ધનવાનને ધન મળતું નથી. બુદ્ધિમાન પુરૂષે એશ્ચર્યને મદ પણ કરે નહિં. આ પૃથ્વી ઉપર રાજા પણ મુંજની જેમ રાંક બની જાય છે. આ લોકમાં બાહુબલિ વિગેરેના ઉગ્ર બળને વિચાર કરી બુદ્ધિમાન પુરૂષ બલને મદ કર કર નહિં. સનકુમાર વિગેરેના રૂપની અનિત્યતા સાંભળી બુદ્ધિમાન પુરૂષે આલેકમાં રૂપનો મદ કરવો નહિં. શ્રી વીર પ્રભુના નંદન ભવનું ઉચ્ચ તપ સાંભળીને બુદ્ધિમાન પુરૂષે તપનો મદ કરે નહીં, બુદ્ધિમાન પુરૂષ શ્રુત-શાસ્ત્રજ્ઞાનને મદ કો નહિં, કારણ કે ચૌદ પૂર્વીઓ પણ પ્રમાદથી પતિત થઈ જાય છે. મનુષ્યના સર્વ મદે શ્રુત-શાસ્ત્રવડે જીતાય છે, તે શાસ્ત્રવડેજ જે મદ કરે છે, તેને અમૃતમાંથી વિષ ઉત્પન્ન થવા જેવું થાય છે. તે આઠ મદમાં પ્રાણી છે જે મદ કરે છે, તેને બીજા ભવમાં તે તે વસ્તુની હિનતા પ્રાપ્ત થાય છે, તેથી એ આઠે મદનો ત્યાગ કરવો, તેનો વિચાર કરે, અરિહંત વિગેરે દશ (પદ) નો સદા હર્ષથી વિનય કરે. પોતાના હૃદયને નવનીતના પિંડના જેવું મૃદુ કરવું અને લઘુ વયવાળા પાસેથી પણ હંમેશાં વિનયપૂર્વક જ્ઞાન સંપાદન કરવું. એવી રીતે નિત્ય કરવાથી તારા તે ગુણએ જેણીનું હૃદય આકડ્યું છે, એવી મૃદુતા નામે કન્યા સ્વયંવરા થઈ તારી પાસે આવશે. સત્યતાને ઈચ્છનારા એવા તારે સદા સમતાનું સેવન કરવું. ક્રોધ, લોભ, ભય, અને હાસ્યને યત્નથી ત્યાગ કરે. જેનાથી બીજાને દુઃખ થાય, જેથી વાણી કઠોર ગણાય, જેથી નિંદા અને પિશુનતા (ચા ચુગલી) થાય તેવું વચન બોલવું નહિ. વિચક્ષણ પુરૂષે સત્યામૃષા–સાચી ખોટી, અસત્ય, બીજાને ઘાત કરનારી વક અને મર્મ ભરેલી ભાષા બોલવી નહિ. એવી રીતે હંમેશાં કરતા એવા તને તારા ગુણોથી જેણીનું હૃદય ખેંચાયું છે, એવી સત્યતા નામે કન્યા સ્વયંવરા થઈ તારી પાસે આવશે. રાજુલાસરલતાને ઇચ્છતા એવા તારે શુદ્ધતાનું સદા આરાધન કરવું. સર્વથા કુટિલતાને ત્યાગ કરે, સરલતા રાખવી, વંચના વગરનું વચન બેલવું, હૃદય નિર્મળ રાખવું, કે ઠેકાણે માયા કરવી નહી, તેમાં ધર્મના કાર્યમાં વિશેષે (ખાસ કરીને) ન કરવી. પડેલું ઘાસ તૃણ પણ તારે લેવુ નહી. લોભવૃત્તિ તજી દેવીને સંતોષવૃત્તિને ભજવી અને બીજા ને અવગ્રહ (વસતિ–સ્થાન) માટે પૂછી રજા લઈને રહેવું. એવી રીતે નિત્ય કરવાથી અચરતા નામની કન્યા તારા ગુણોથી જેણીનું હૃદય આકર્ષાયું છે, એવી થઈ તારી પાસે સ્વયંવર થઈને આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org