________________
૧૮૨
શ્રી વિમળનાથ ચરિત્ર, સ્ત્રીના કહ્યા પ્રમાણે ચાલનારા થાય છે, તેથી તારે પ્રથમ તે કન્યાઓની માતાઓને વશ કરી લેવી. તેમાં સારી ક્ષમાને ઇચ્છનારા એવા તારે પ્રથમ જે શાંતિ નામની માતા છે, તેણીનું તો સદા માન કરવું. સર્વ સાથે સારી મૈત્રી કરવી, પરાભવ સહન કર, અપકાર કરનાર શત્રુને પણ ઉપકારી તરીકે ચિંતવ, કારણ કે, તે કર્મોને ક્ષય કરવામાં સહાય રૂપ છે કોઇની ઉપર કોપ કરે નહિં. કર્મોને દેષ આપ, મત્સરનું મર્દન કરવું. સહસ્ત્રમશ્વ પ્રમુખ મુનિઓનું હૃદયમાં ચિંતવન કરવું, નરકાદિકની પીડાને શિથળ કરવાની ચીવટ રાખવી, અને પિતાનું મર્કટના જેવું ચંચળ મન સ્થિર કરવું. આ પ્રમાણે હંમેશાં કરવાથી તારા એ ગુણવડે જેણીનું હૃદય આકર્ષાયું છે એવી ભ્રાંતિ નામની કન્યા તારી સમીપે સ્વયંવરા થઈને આવશે. સારી દયારૂપી કન્યાને ઇચ્છતા એવા તારે પવિત્ર એવી રૂચિને સદા માન્ય કરવી. પાપી એવા પર પતાપને વિશેષપણે છોડી દે. મિથ્યાત્વીનાં શાસ્ત્ર કદીપણ કાને સાંભળવા નહિં. મન, વચન અને કાયાથી
ક્રય જીવની વિરાધના કરવી નહિં. અભક્ષ્ય-અનંતકાય વિગેરે પદાર્થોનો વિશેષપણે ત્યાગ કરવો. સર્વ પ્રાણીઓને હૃદયમાં આત્મવત્ ચિંતવવા પરોપકાર કરો. આરંભને આદરપૂર્વક વજ, પાપ કર્મોમાં પ્રચંડ એવો અનર્થદંડ છેડી દે. સદા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવું. બીજાનું દુઃખ જોઈને કદિ પણ હસવું નહિં. આ પ્રમાણે નિત્ય કરવાથી તારા તે ગુણો વડે જેણુનું હૃદય આકર્ષાયું છે એવી દયા નામની કન્યા તારી સમીપે સ્વયંવરા થઈને આવશે. મૃદુભાવની ઈચ્છા રાખનારા એવા તારે સદા વિનયતાને માન આપવું. તેમાં વિદ્વાનોએ ધિક્કારેલો અનાર્ય અને અસાર એ અહંકાર નિવારે. જે બ્રાહ્મણ વિગેરે વોંમાંથી થયેલી જાતિમાં જન્મ થયે હોય, તો તે ઉચ્ચ જાતિને મદ કરવો નહિં. કારણ કે, તના અભાવથી પૂર્વે સર્વ એક વર્ણજ હતો. તેને માટે બીજે
સ્થળે લખ્યું છે કે “હે યુધિષ્ઠિર રાજા, પ્રથમ આ સર્વ એક વર્ણવાળું હતું. કિયા કર્મના વિભાગથી ચારે વર્ણોની વ્યવસ્થા થઇ છે. બ્રહ્મચર્યવડે બ્રાહ્મણો થયા છે. હાથમાં હાથીયાર રાખવાથી ક્ષત્રિય થયા છે. વેપારથી વૈશ્ય થયા છે. અને પ્રેષણ-સેવા કરવાથી શૂદ્રો થયા છે. પ્રથમ જન્મવડે શુદ્ર ઉત્પન્ન થાય છે. પછી સંસ્કાર કરવાથી દ્વિજ કહેવાય છે. જ્યારે તે વેદ ભણે ત્યારે વિપ્ર કહેવાય છે. અને બ્રહ્મને જાણે ત્યારે બ્રાહ્મણ કહેવાય છે. જે શ્રીમાળી–ઉપકેશ વિગેરે જે જાતિઓ થઈ છે તે તેને ગ્રામના નામ ઉપરથી થઈ છે. એમ વિદ્વાનોએ સદા જાણી લેવું. કદિ તે જાતિ ઉચ્ચ માતાથી ઉત્પન્ન થએલી હોય, તેપણ મદ કરો નથી. કારણ કે, તે જાતિમાંથી ઉત્પન્ન થયેલા સર્વે સમાનશીલ હોતા નથી. તે વિષે લખ્યું છે કે, એક જ ઉદરમાંથી ઉત્પન્ન થયેલા અને એકજ નક્ષત્રમાં જન્મેલા મનુષ્ય બારીના કાંટાની જેમ સમાન શીળવાલા હોતા નથી. કુશળ પુરૂષોએ કુલને મદ પણ ન કર જોઈએ. કારણકે જાતિ અને કુળની સ્થાપના પછવાડેથી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org