SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શ્રી વિમળનાથ ચરિત્ર, જ્ઞાનવાનું રાજા પદ્ધસેને પિતાના હૃદયમાં આ પ્રમાણે વિચાર્યું “ગાયે જ્યારે ગોચરમાં જાય, ત્યારે તે પોતાની રૂચિ પ્રમાણે સરસ અને નીરસ એવું વિવિધ પ્રકારનું રોગ્ય ઘાસ ઘણું ખાય છે, પછી તે પિતાના સ્થાનમાં આવી જે પોતે પોતાની શક્તિ પ્રમાણે પ્રાપ્ત કર્યું હોય તે પિતાના સંવરની વૃદ્ધિને માટે લાંબા વખત સુધી વાળે છે અને તેમાંથી થયેલા ગેરસ વડે સર્વ પ્રાણીઓના સંતાપને હરે છે. અને તેમના અંગ -ઉપાંગને અહે પુષ્ટિ આપે છે. તેવી રીતે જે મનુષ્ય ગુરૂ પાસેથી પ્રાપ્ત થયેલા શાસ્ત્રની પોતાની બુદ્ધિના ગુણેથી વિચારણા કરતો નથી તે મનુષ્ય તે પશુઓના કરતાં પણ પશુહલકે છે.” આવું ચિંતવી તે બુદ્ધિવાળા રાજાએ ગુરૂએ કહેલા ઊપદેશના વચનને હૃદયમાં વિચાર કરી મુક્તિરૂપી વધૂના હાર જેવા મોટા જિન વિહાર-મંદિરો કરાવ્યાં અને પાપ કર્મને નાશ કરનારી અને લોકોના તાપને હરનારી શ્રી જિન ભગવાનની સુવર્ણવર્ણ ઉત્તમ પ્રતિમાઓ કરાવી. તે કૃતાર્થ રાજાએ ઉત્તમ સિદ્ધાંતનાં પુસ્તક અને સારાં શાસ્ત્રો ઉપકાર કરવાને માટે સારા દ્રવ્ય પદાર્થોથી લખાવ્યા. તે ક્ષમાભૂત એવા રાજાએ નિરપરાધી ત્રસ જીવોને ત્રાસ મટાડવાનું જે કાર્ય કર્યું, તેમાં જરાપણ આશ્ચર્ય પામવાનું નથી. તેણે સાધુ સાધ્વીઓને કલ્પના સારાં અનેક વસ્ત્રો, પાત્રો અને અન્ન પાણી આપવા માંડયાં. તેણે સારી શ્રદ્ધાવાળા શ્રાવકે અને શ્રાવિકાઓનું વાત્સલ્ય રાજ્યભાગ છેડી દઈને કરવા માંડયું. દીન વિગેરે લેકેને કીર્તિ કરનારૂં યોગ્ય દાન નિદાન–નીયાણા વગરનું કર્યું. તે સ્વદાર સંતોષ વ્રત, યથાશકિત (બાર પ્રકારનું તપ આચરવાપર્વક બાર પ્રકારની ભાવના ભાવવા લાગે. ત્રિકાલ જિનપૂજા કરનારા અને શુદ્ધ સમ્યકત્વને ધારણ કરનાર તે રાજાએ પહેલી દર્શન પ્રતિમા એક માસે કરી. અણુવ્રતને ધારણ કરનારા અને દયારૂપ ધર્મની સાથે જોડાએલા તે રાજાએ સર્વ વિધિઓ યુકત થઈ બે માસ વડે બીજી પ્રતિમા કરી. સમય પ્રમાણે છે-આવશ્યક ક્રિયા કરનારા તે રાજાએ ત્રણ માસ વડે ત્રીજી પ્રતિમા વહી, અને તેથી તે જન્મની સફળતા માનવા લાગે. ચતુર રાજાએ ચાર પર્વના દિવસોમાં અહોરાત્ર સર્વ રીતે પૌષધ લઈ ચાર માસ વડે ચોથી પ્રતિમા વહન કરી. ચાર પ્રકારના ઉપસર્ગો પ્રાપ્ત થતાં પણ અડગ રહેનારા તે રાજાએ સમાધિથી પાંચ માસવડે પાંચમી પ્રતિમા વહન કરી. તેણે બ્રહ્મચર્યમાં તપુર રહી છ માસ વડે છઠ્ઠી પ્રતિમા વહન કરી. સચિતને ત્યાગ કરી સાત માસ વડે તેણે સાતમી પ્રતિમા વહન કરી. પિતાની જાતે સર્વ આરંભનો ત્યાગ કરી તેણે આઠમી આઠમા માસવડે પ્રતિમા વહન કરી. તે આરંભને બીજાઓ પાસે ત્યાગ કરાવી નવ માસ વડે તેણે નવમી પ્રતિમા વહન કરી. ઉદ્દેશીને કરેલું પ્રાસુક ભેજન પણ છોડી દઈ તેણે પાછળના વિધિ સાથે દશ માસ વડે દશમી પ્રતિમા વહન કરી. સારા સાધુની જેમ સર્વ સંગ છોડી દઈ સાધુના લિંગ ધારણ કરી લેચ કરી ફકત પાંચ ગ્રાસ આહાર લઈ તેણે અગીયારમી પ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy