________________
ભાવતત્ત્વના સ્વરૂપ ઉપર ચંદ્રોદરની કથા.
૧૭૫ તેમનામાં દ્રવ્ય ખર્ચવાની બુદ્ધિ ઉત્પન્ન થાય. કારણ કે, પૃથ્વીમાં ગુરૂઓનું વચન ગ્રાહ્યા થાય છે. જલ સ્વભાવે સદા નીચે માર્ગે જાય છે, પણ જે ગુણવાળું પાત્ર હોય તો તે જલને કયારેક ઉંચે લઈ જાય છે.” આવું વિચારી તે પુત્રે એ પોતાના પિતાના કઈ મિત્રને કહ્યું કે, “તમે અમારા પિતાને ગુરૂ પાસે લઈ જાઓ કે જેથી ગુરૂનું વચન સાંભની તેમને પ્રતિબંધ શાય.” પછી તે મિત્ર ધનશ્રેષ્ટીને લઈ ગુરૂની પાસે લઈ ગયે. ત્યાં ધનશ્રેષ્ઠી સુરિને નમસ્કાર કરી બેઠે, એટલે ગુરૂએ ઉપદેશ આપવા માંડશે. વિદ્વાનોએ ગુરૂ બોમાં એ ઉપદેશ આપવાનો ગુણ મુખ્ય કહે છે. ગુરૂ બેલ્યા “દાતા કદિ પાપ કર્તા હોય, તો પણ તેની નારકી ગતિ થતી નથી, કારણ કે દાનનું ફલ જે ભેગ, તે નારકીમાં હોતું નથી. શીલને પાલના પ્રાણી તિર્યંચ અને નારકો ગતિમાં જ નથી, તપસ્યા કરનાર મનુષ્ય રાજા થાય છે અથવા દેવલોકે જાય છે અને ભાવના ભાવના મનુષ્ય ભવ સંસારને નાશ કરે છે.” ગુરૂનો એવો ઉપદેશ સાંભલી ધનશ્રેષ્ઠી પિતાને ઘેર આવ્યા. તે શેઠે પોતાના મનમાં વિચાર કર્યો કે, “દાન કરવામાં દ્રવ્યને ખર્ચ થાય છે, શીળ પાળવામાં સ્ત્રીના સંગને ત્યાગ કરવો પડે છે અને તપ કરવામાં રસના રાગને છેડે પડે છે, તેથી સુગમ અને ઊત્તમ એવી ભાવના ભાવું કે જેથી મને સુખે મેક્ષપદને સમાગમ થાય.” તે પછી રાત્રે નીતિમાનું પુત્રએ આવી પિતાને પૂછયું કે, તાત તમે સુખને આપનારે ધર્મ કે સાંભલ્યો?” ધનશ્રેણી બે, “મેં પ્રીતિપૂર્વક ધર્મનું પાન કર્યું છે. હે વત્સ, હવે આપણે શુભ દિવસે સાધર્મિકવાત્સલ્ય કરવાનું છે, તેમાં ઘણા વાત્સલ્યથી સ્વજનોનો સમૂહ એકઠો કરવાનો છે. તે કંબિકાથી ચડિ આતા અમે માપથી સાત મૂડ જેટલા કમલ ખાજા કરાવો. લોકેના ચિત્તને મોદ આનંદ આપનારા અને રૂચિને પ્રેરનારા મોટા સિંહ કેશરીઆ લાડુ તરત બનાવે, બીજા મુખ્ય અને પ્રસિદ્ધ એવા સાતજાતના પકવાને હર્ષથી કરાવો. ખજુર, ખારેક, દ્રાક્ષ, નાળીએરના શ્રેણી બંધ ફલે, રસ ભરેલી કેરીઓ કેલાને સમૂહ, સુગંધીશાળ, મગની છી દાળ. જાત જાતના શાક, ચીકણા દહીં, વિચિત્ર પાન સેપારી અને અનેક જાતના રેશમી વસ્ત્રા સાધમજનને માટે લાવે. ગુરૂઓ તથા સંઘની પૂજા માટે ભૈરવી પ્રમુખ વસ્ત્રો અને સુગંધી ઘી સત્વર મંગાવે.” આ પ્રમાણે પુત્રોને વિવિધ શિક્ષા આપી તે શ્રેણી નિદ્રાવશ થઈ ગયે. પછી બધા પુત્રોએ વિચાર્યું કે, “ગુરૂની વાણી કેવી ગુણકારી છે? આપણા પિતાએ જે પૂર્વે સાંભળેલું અને ગુરૂના મુખથી અપૂર્વ સાંભળેલું તે ગૃહસ્થને ઘટે તેવું આજે પિતાના મુખમાંથી બાહર નીકળી આવ્યું છે. હવે આ ધર્મના કાર્યમાં વિસ્તાર માટે વિલંબ કરો ઘટિત નથી. વિલંબ થવાથી બાહુબલિ પોતાના પિતા રાષભદેવ પ્રભુને વંદન કરી શકી ન હતે.
૧ પક્ષે ગુણ એટલે દોરી, દેરીથી બાંધેલું પાત્ર કુવા વિગેરેમાંથી જલને ઉંચે લાવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org