________________
૧૭૪
શ્રી વિમળનાથ ચરિત્ર કલાવતીના બંને ચરણમાં પી નેત્રમાં અથલાવી સર્વની સમક્ષ આ પ્રમાણે બોલી “હે દેવી પુર્વે મેં મારે માટે બલાત્કારે તમારા પતિનું હરણ કરાવ્યું, આકાશમાં યુદ્ધ કરાવ્યું અને તેનું મુડદુ બતાવ્યું હતું. તમારું મૃત્યુ કરવા માટે જ એ બધું કરવામાં આવ્યું હતું. અને હમણા આ પાપનું કારણરૂપ એવું મિથ્યા કલંક આપ્યું. આવી રીતે તમારી ઉપર જે મેં હંમેશા વિરૂ૫ ચિંતવન કર્યું છે. હે હિતકારી મહાસતી દયા લાવી તેની મને ક્ષમા આપશો?” પછી કલાવતી બોલી “હેન તેમાં તારો કેઈ પણ દેષ નથી. સર્વ પ્રાણ પિતાના કમનું ફળ ભોગવે છે બીજે તો તેમાં માત્ર નિમિત્તરૂપ થાય. તે વખતે પુનઃ તેવું ન બને તેમ નિઃશલ્ય ગુણના કારણરૂપ એવું મિથ્યા દુષ્કત તે સર્વે એ આદરથી આપ્યું. એમ સર્વે પિતપતની સ્થિતિ પ્રમાણે ગર્વ રહિત અને ઉત્તમ સુખવાલા થઈ કાલ નિગમન કરવા લાગ્યા.
એક વખતે જ્ઞાનથી યુકત એવા ધર્મશેષ નામના આચાર્ય ઘણા શિષ્યના પરિવાર સાથે ઉદ્યાનમાં આવી ચડયા. તે ખબર ઉદ્યાનપાળ પાસેથી જાણે રાજા ચંદિર તે ઉદ્યાનપાળને દ્રવ્ય આપી શિબિકામાં બેસી ગુરૂને વાંદવા-પૂજવાને માટે આવ્યું. ત્યાં ગુરૂને વિધિથી વંદના કરી રાજા આસન ઉપર બેઠે, એટલે ગુરૂએ ભવ્યજનના હૃદયને હર્ષ આપનારી દેશના આ પ્રમાણે આપી–
જ્યાં સુધી ભાવનાને અનુસરી છે “ દ્રવ્યને અનુસાર દાન, ચિત્તને અનુસાર શીળ, બુદ્ધિને અનુસારે શાસ્ત્ર અને કાયાને અનુસાર તપ આચરે છે, ત્યાં સુધી તેઓ હર્ષથી સુખદાયક એવા ધર્મ કર્મ ને કપટ વિના કરી શકે છે. જ્યાં બીજી શકિત ન હોય તે કેવળ ભાવનાજ કરવી તે ઉપર બળદેવ ઋષિ અને રથકારના દષ્ટાંતે પ્રખ્યાત છે. જે વચનની વૃત્તિથી અને લેકની સ્તુતિથી જે ભાવ (જનો) દર્શાવે છે, તે ભાવ (પ્રમાણે) શક્તિ છતાં ન કરી શકે તે તે ભાવ સાચું કહેવાતું નથી.
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં ધન નામે એક શ્રેણી હતા. તેની પાસે દ્રવ્યના સમૂહ હતા, છતાં તેનામાં દાન કરવાનો ગુણ ન હતો. તેને વિવેકી, ઉદાર જ્ઞાતિમાં શૃંગારરૂપ, સ્વભાવે રાજ્યના આધાર રૂપ એવા ધનદત્ત વિગેરે પુત્રો હતા, પરંતુ તેઓ પિતાના પિતાના ભયથી ગરીબોને દાન અને ઉત્તમ જનેને માન આપી શકતા ન હતા. કારણ કે, પુત્રો ચાર પ્રકારના હોય છે. કેટલાએક પુત્ર પિતાથી ચડી આતા હોય છે, કેટલા એક પિતાના જેવા હોય છે, કેટલાએક પિતાથી ઉતરતા હલકા હોય છે અને કેટલાએક કુલમાં અંગારા રૂપ હોય છે. એવી રીતે શિખ્યા પણ ચાર પ્રકારના થાય છે.
એક વખતે કઈ ગુણવાન ગુરૂ આવી ચડ્યા, ત્યારે તે પુત્રએ વિચાર્યું કે, “આપણે હમણાં પિતાને ગુરૂની પાસે મોકલીએ; કે જેથી ગુરૂના ઉપદેશનું વચન સાંભળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org