________________
૧૭૦
શ્રી વિમળનાથ ચરિત્ર, તરત જ તેણે ખ ખેંચી રાણી કલાવતીના રોટલાને અને મંત્રી ધર્મરૂચિને બંને હાથને વિચાર કર્યા વગર છેદી નાખ્યા. “પછી અરે!રાણી તું સતીપણાના છળથી અને અરે મંત્રી, તું ધર્મને છળથી મારા ઘરને પાયમાલ કરે છે.” એમ કહેતો કહેતો રાજા બહાર નીકળી ગયા. તે વખતે ચિંતાના સંતાપથી ભરેલી કલાવતી પોતાના ચિત્તમાં ચિંતવવા લાગી કે “મેં પૂર્વે કરેલું કઠેર કર્મ ઉદય આવ્યું, કલેશની જેમ દુઃખથી સંચિત કરેલા આ મારા કેશ સ્વામીએ તરત છેદી નાખ્યા, તે તે બહું સારું કર્યું, પરંતુ મારા નિર્મલ અને અતુલ એવા કુલને આ પતિએ જે મિથ્યા કલંકિત કર્યું, તે દુઃખ મને અટકે છે. વળી આ ક્ષમાત-રાજા છતાં તેણે સાધુ એવા ધર્મરૂચિના કરનું જે છેદન કર્યું, તેથી મારૂં ચિત ચિતાની જેમ બળે છે. આ મંત્રી ધર્મરૂચિ સદાચારી, ગુણધારી, નિરંતર નિર્વિકારી, સુવિચારી, પૃથ્વીમાં સારરૂપી અને મૂર્તિમાન ધર્મના જેવા છે તેને એને જે આંકલંક લાગ્યું, તે ધર્મને જ કલંક લાગ્યું છે. મનુષ્યને જિનધર્મની હીલના કરવાથી અનંત સંસારપણું પ્રાપ્ત થાય છે. જગતમાં મનુષ્ય અજ્ઞાનથી અંધ છે, અને દે દુષ્ટ હદયવાલા છે, પરંતુ જે દેવતાઓ છે, તેજ ફકત વિજ્ઞાતા છે. તે હમણા આ જિનશાસનને અધિષ્ઠાતા અને પાલક કે દેવ હશે કે નહીં, કે જેણે આવીને આ કષ્ટવાલા પુરૂષની રક્ષા કરી નહીં. વિવેક મનુષ્યને સર્વ પાપોને હરનાર શ્રી સર્વજ્ઞ દેવ તે મુકિતને માટે સેવ્ય છે અને બાકીના બધા દેવો આ લેકના કાર્યને માટે માન્ય છે. તે દેવતાઓ પરમ ધર્મને ધારણ કરનારા આ મંત્રીને જે સહાય નહીં કરે, તે પછી આ પૃથ્વી ઉપર પ્રભુની ભકિત અને તેમની શકિત પ્રગટ નહીં થાય.” આ પ્રમાણે ધર્મના હિતવાળી અને ધ્યાન રૂપી ધનવાળી કલાવતી ચિંતવતી હતી, તેવામાં તેણીએ પિતાની દષ્ટિએ અતિ કુરણાયમાન એવું એક તેજ જોયું. તે જોઈ આ શું હશે ? એમ તે નૃપકાંતા સંભ્રાંત થઈ ગઈ. પેલો ધર્મરૂચિ મંડી તે ધર્મકર્મમાં વિશેષ સજજ થઈ બેઠે. તે વખતે તરત દિવ્યરૂપને ધારણ કરનાર દેવતાએ પ્રત્યક્ષ થઈ કલાવતીને કહ્યું, વસે તું શા માટે સંશય કરે છે? શ્રી જિનશાસનના દેવતાઓ મોટા પ્રભાવવાલા છે અને તેઓ પ્રગટ થયેલા જિન ભકતોની સાંનિધ્યમાં આવે છે. (સહાય કરે છે.) જિન ભકિતમાં પરાયણ અને જિન ભકતોના શેક તથા સંતાપને હરનારી હું પદ્માવતી નામે દેવી છું, સાંનિધ્યમાં રહીને તમારા શાસનની પ્રભાવના કરવાને સમીપ આવી છું, હું એ યત્ન કરીશ કે જેથી તમારા બંનેના શાસનનું ઉત્તમ મહત્ત્વ ત્રણ લેકમાં તત્કાલ જણાઈ આવશે.” આ પ્રમાણેનાં વચનેથી તેમના હૃદયના મલને ક્ષાલન કરતી અને તેમના દુઃખને હરનારી તે દયાથી ઉજજવળ એવી દેવી અંતર્ધાન ( અલેપ ) થઈ ગઈ. આ સમયે દેવગે રાજા ચંદ્રોદરને ભગ રહિત અને પ્રાણને હરી લે તેવી અકસ્માત પીડા થઈ આવી. તે કાલે આયુર્વેદને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org