________________
ભાવતત્વના સ્વરૂપ ઉપર ચંદરની કથા.
૧૬૭ સ્વાભાવિક રીતે ઉદયના કારણરૂપ એ આર્યજનનો સંસર્ગ રાખવો. બ્રહ્મચ રૂપી રાજાના રક્ષણ માટે કિલ્લો બનાવવા નઠારી સ્ત્રીઓનો સંગ કરશે નહિં. સદા સમકિત ધારણ કરવું, કુકર્મ વજી દેવું કેધને નિષ્ફળ કરો, અને સપત્નીજન (શેક) ઉપર મત્સર કરે નહિં.'' આ પ્રમાણે રાજાની વિવિધ શિક્ષા સાંભળી રાજપુત્રી બોલી. . “ તાત, આપે કહેલ સર્વ નિર્દોષ શિક્ષણ મેં સાંભળ્યું, પરંતુ પ્રાયે કરીને અબળાને
બુદ્ધિ હોતી નથી, તેમાં વળી બાલાના હૃદયમાં તો તે વિશેષણપણે હોતી નથી, માટે ચથાર્થ નામવાળા ધર્મરૂચિ નામે જે આપણા મંત્રી છે, તેમને મારી સાથે મોકલે કે જે મને સદા ધર્મનો ઉપદેશ કરે.” આ સાંભળી રાજાએ વિચાર્યું કે, “પુત્રીનું આ વચન ઘણું સુંદર છે. પરંતુ મારે રાજકુમારને તે કહેવું જોઈએ.” આ પ્રમાણે વિચારી રાજાએ કુમારને કહ્યું. “રાજકુમાર, આ મારો મંત્રી ધર્મરૂચિ સદા બ્રહ્મચારી અને ધર્મને ઉપદેશક છે, તેથી તમારી આજ્ઞાથી હું તેને મારી પુત્રીની સાથે મોકલું છું.” કુમારે તેનો સ્વીકાર કર્યો, એટલે તે મંત્રી કુમારની સાથે ચાલી નીકળે. રાજકુમાર સૈન્યની સાથે કેટલેક દિવસે પોતાના નગરમાં આવી પહોંચે. તેના પિતાએ, દુષ્ટકર્મથી રહીત એવા પુત્રને બે સ્ત્રીઓ સાથે આવેલે જાણી અતિ હર્ષથી તેને પ્રવેશોત્સવ કર્યો. પછી રાજારામે કુમાર ચંદ્રોદરની ઉપર રાજ્યનો મોટો બોજો મુકી પોતે ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી ગુણોથી રાજી થયેલ તે ચંદ્રદર રાજા રાજ્યની ચિંતા મંત્રીની ઉપર આરોપણ કરી પિતે પવિત્ર રાજપુત્રી ઉપર અનુરાગી થઈને રહ્યા. પેલી વિદ્યાધરની પુત્રીને તે દ્રષ્ટિથી પણ જેત નથી, આ ખબર જાણ રાજપુત્રી કલાવતીએ પોતાના હૃદયમાં ચિંતવ્યું કે, “એ વિદ્યાધરની પુત્રી મારી બહેન છે. વળી તે કુલીન અને પરણીને આવેલી છે, તેથી ન્યાયમાર્ગે જતાં તે તેણીનું અપમાન થાય, તે યુક્ત નથી. રાજાને અંતઃપુરમાં જેટલી રાણીઓ હોય, તેઓને વારા પ્રમાણે માન આપવું જોઈએ. તેમનું ઉલ્લંધન કરવું ન જોઈએ, એવી મર્યાદા છે. આ પ્રમાણે થાય તેજ ન્યાય કહેવાય નહીં તો અન્યાય કહેવાય. હું રાજાને સમજાવું, કે જેથી મારા સ્વામી રાજાને પાપ ન લાગે.” આ પ્રમાણે ચિંતવી એક સમયે અવસરનો લાગ આવે, એટલે કલાવતીએ કોમળ વાણીથી કહ્યું, સ્વામી, રામરાજાની ઉપમાનું સર્વ સ્થળે કીર્તન થાય છે. તમે તે રામરાજાના સ્થાન ઉપર બેઠા છો અને શુભ કર્મથી ઉત્તમ છે, તથાપિ અજ્ઞાનથી મૂઢ એવી મારે આપને કાંઈક પૂછવાનું છે.” રાજા બોલ્યા–“ભકે, જે ઈચ્છા હોય તે ખુશીથી પૂછો. તે બેલી “પ્રભે, રાજાને ઘણી રાણીઓ હોય છે, તે તેઓની ગતિ વારા પ્રમાણે હોય કે રાજાની સ્વેચ્છા પ્રમાણે હોય? રાજાએ કહ્યું, “તેની ગતિ વારા પ્રમાણે થાય, એ સહજ ન્યાય કહે છે. વળી વિશેષપણાને લઈને તેના અનેક પ્રકાર પણ છે. તે આવક અને ખર્ચને વિચાર કરી વિવેકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org