________________
૧૬૮
શ્રી વમળનાથ ચરિત્ર. નિષેધ કરેલ છે. હમણાં જે આ કરવામાં આવે છે, તે સદ્દબુદ્ધિથી રહિત છે. તેથી તું કદાગ્રહ છોડી દે અને જિનધર્મનું પાલન કર્યું. જેથી તને આ લેક તથા પરલોકમાં અદ્ભુત સુખ પ્રાપ્ત થાય.” મુનિનાં આવાં વચન સાંભળી રાજકન્યા બોલી, “મુનિ, મને દીક્ષા આપો કે જેથી મને આ સંસારમાં ઉભય લેકમાંથી ભ્રષ્ટતા પ્રાપ્ત થાય નહિં.” મુનિએ કહ્યું, “ભદ્ર, તારે હજુ ભેગ ફલવાળું સુખદાયક કમ ભેગવવું વધારે બાકી છે, તેથી તારે દીક્ષા લેવી ઉચિત નથી. તું ગૃહસ્થાવાસમાંજ રહીને શાસનની પ્રભાવિકા થઈશ. જે પુરૂષને માટે તે આ આરંભ કરેલ છે, તે પુરૂષ ચોથે દિવસે આવશે.” આ સમયે રાજાએ પૂછયું, “ભગવન, તે ચંદ્રદર કુમારને કોણ લઈ ગયેલ છે અને તે શી રીતે આવશે?” મુનિ બોલ્યા-વૈતાઢય પર્વત ઉપર મલ્લિકા નામે એક નગરી છે. તેમાં ઉત્તમ વિદ્યાઓમાં કુશળ એ રત્નાંગદનામે રાજા છે. તે રાજાને લીલાવતી નામે રાણી છે. તેણીના ઉદરમાંથી ઉત્પન્ન થયેલી તેને રુકિમણું નામે એક કન્યા છે. ગઈકાલે તે રાજકન્યાને વયની જોઈ રાજા રત્નાંગદે પિતાના સભાસદેને કહ્યું કે, “આ કન્યાને યોગ્ય એ કઈવર છે કે નહીં? તે કહે. “ત્યારે તેઓએ જણાવ્યું કે, “હાલ કાંપિલ્ય નગરમાં શ્રીરામ રાજાનો ચંદ્રદર નામનો કુમાર છે તે આ કન્યાથી ચડીઆત છે. તેમનાં આવાં વચન સાંભળી તે રત્નાંગદ રાજાએ પોતાની પુત્રીના વિવાહને માટે તારા જમાઈને ગાઁદ્રના રૂપવાલા એક વિદ્યાધરની પાણે હરણ કરાવ્યો છે. હદયમાં આનંદ પામતા એવા તે વિદ્યાધર રાજાએ તે ચંદ્રોદર કુમારને વિવાહને અર્થે આમંત્રણ કર્યું. તે વખતે સ્વભાવથી સંતુષ્ટ રહેનારે અને કામદેવના જે સુંદર એવે તે કુમાર મુનિની જેમ સાર અને ઉદાર વચન બોલ્યો, + “ સ્ત્રીના વેગથી જે પણિપીડનપાણિગ્રહણ થાય છે, તે પુરૂને પ્રાણપીડન–પ્રાણીને પીડા કરવારૂપ થાય છે, તેથી હું તે પાણિગ્રહણ કરીશ નહિ, ગૃહસ્થ પુરૂષથી એક સ્ત્રી વિના કદિ પણ ગૃહકાર્ય કરી શકાય નહીં. કારણ કે, ગૃહિણું એજ ઘર કહેવાય છે. ઇશ્વર પણ એક પત્નીવ્રતને લઈને મહાવ્રતી કહેવાય છે, તે જ્યારે બીજી સ્ત્રીમાં આસકત થયો એટલે તે મહાનટ કહેવા ચતુર, અને વિવેકને જાણનારી એવી પુરૂષને જે એક જ સ્ત્રી હોય તો પછી મનોહર એવી બીજી સ્ત્રીની જરૂર છે? જ્યારે પુરૂષ અદ્વિતીય-એકલે હોય, ત્યારે તે ચંદ્રની જેમ વૃદ્ધિ પામે છે અને જે તે સદ્વિતીય થાય છે, ત્યારે તે
+ ગૃહસ્થ પુરૂષ એકલે એકજ કન્યા સાથે જોડાઇ (લગ્ન કરી) શુકલ પક્ષના બીજના ચંદ્રમાની પેરે વૃદ્ધિ પામતે જાય છે પરંતુ એક કન્યાનો સંયોગ છતાં એટલે જોડેલું છતાં લોભવશે જે પુરૂષ બીજી કન્યા સાથે લગ્ન કરે, તે તે કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ દિન દિન ક્ષીણ થત
જાય છે. ઈશ્વર એટલે શંકર તે મહાનટ કહેવાય છે. ૨ એક સ્ત્રીનો યોગ– ગ-સંબંધ છતાં અન્ય સ્ત્ર સંગાતે જે સંબંધ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org