________________
ભારતના સ્વરૂપ ઉપર ચંદિરની કથા અક્ષર (વિધિ ) યોગથી હું વર્ણિની વર્ણવાલી કહેવાતી હતી, તે અત્યારે તેના વિપરીતાણાથી અવર્ણનીયપણાને પ્રાપ્ત થઈ છું. વિવેકી પુરૂષ મત્સ્યની પાસેથી તેનું એક સ્વભાવક શિક્ષણ લેવા યોગ્ય છે કે જે મત્સ્ય પિતાનું પાણી ગયા પછી જીવિતને ત્યાગ કરી દે છે. અર્થાત્ માણસે પિતાનું પાણી ઊતરી ગયા પછી જીવવું ન જોઈએ. “આ સ્ત્ર અકમી છે એમ મને લોકો કહેશે. કારણ કે, એ સ્ત્રીના હસ્તના સંયોગથી તેણીને પતિ ઘણે દુઃખી થઈ ગયો. વળી વિરહરૂપી અગ્નિ નારકીનાં ઉષ્ણ પ્રદેશના જ કહલે છે. તેની આગળ ચિતાનો આગ્ન તે સાક્ષાત્ શીતળ અને સુખકારી છે. માટે તે મારા અવર્ણવાદને અને વિરહના દુઃખને છેદવાને હું ચિતાનમાં પ્રવેશ કરીશ, હું લઘુતાને સહન કરીશ નહિં. આ પ્રમાણે હદયમાં ચિંતવી તેણીએ પિતાની માતા પાસે તે વિચાર જણવ્યો. માતાએ કહ્યું. જેવી તારી બુદ્ધિ થઈ છે, તેવીજ મારી બુદ્ધિ છે. તે વિચાર રાજાઓ અને રાજવગે પણ અંગીકાર કર્યો. તે જોઈ નગરના સર્વ લેકોએ પણ તે પ્રમાણે કબુલ કર્યું. લોકમાં કહેવત છે કે, “આ વિશ્વમાં સર્વ વિદ્વાનોની એજ બુદ્ધિ થાય છે,” તે કહેવત આ નગરમાં સત્ય થઈ પછી લોકોએ તરતજ પિતપતાની ચિંતા કરવા માટે ઠેકાણે ઠેકાણે પૃથ્વીના અખંડ ખંડ ખડગના આકર્ષણથી જુદા જુદા કર્યા. શત્રુ અને મિત્ર સહિત સર્વ જનસમૂહે સુવર્ણના મૂલ્ય વાલા ઉત્તમ કાષ્ટાથી ત્યાં ચિતાઓ ખડકી. પછી બધા લોકો ઘાસના પુલામાં અગ્નિને નાખી મુખના પવનથી આદર પૂર્વક તેને સળગાવવા લાગ્યા, પરંતુ તે શેકાતુર એવા સર્વેના અગ્નિમાંથી જવાલા પ્રગટી નહિં તેથી રાજા વિગેરે સર્વે “આનું શું કારણ હશે એમ વિચારમાં પડી ગયા, તેવામાં રાજકુમારી કલાવતીએ દિશાઓમાં પિતાની દષ્ટિ નાંખી, તેવામાં કાયોત્સર્ગે રહેલા એક શાંત મુનિ તેણીના જોવામાં આવ્યા. તરતજ તેણીએ ચિંતવ્યું કે “આ મુનિના પ્રભાવથીજ અગ્નિ સળગતો નહીં હોય. માટે એ મુનિને નમસ્કાર કરી હું મારા જન્મને સફળ કરૂં.” આ પ્રમાણે ચિંતવી રાજપુત્રી રાજા વિગેરે લોકોની સાથે ત્યાં ગઈ અને મુનિને નમન કરી અવસરને યોગ્ય એવું વચન બેલી. “હે દયાનિધે; તમે તમારા તપથી આ બલતા અગ્નિનો રોધ શા માટે કર્યો છે? હાલ દુઃખી થયેલા આ સર્વ જનને શું તમે જાણતા નથી?” તે ઉત્તમ મુનિ કાયોત્સર્ગ - રીને આ પ્રમાણે બોલ્યા “ભ, તું તત્વને જાણનારી છે છતાં મુગ્ધાના જેવી કેમ દેખાય છે? જીવને ભ્રગુપાત, અગ્નિ, સુધા, તૃષા કંઠપાશ અને જલ વિગેરેથી મૃત્યુ પામવું, જેનાગમમાં નષિધ છે. એથી ઉત્પન્ન થયેલા મરવડે પુણ્યવાન મનુષ્યને પણ લોકમાં અવગતિનાં જેવી વ્યંતરની ગતિ પ્રાપ્ત થાય છે. વિદ્વાનોએ સર્વ ઠેકાણે આત્મહત્યાનો
૧ અર્થાત અમે પણ તારી સાથે બળવા તૈયાર છીએ. ૨ ભૃગુપત-ભૈરવજપ-શિખર ઉપથી પડવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org