SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતત્વના સ્વરૂપ ઉપર ચંદિરની સ્થા સમાનતા જોઈ ખુશી થઈ અને એક દાસીને આજ્ઞા કરી કે, “જા. તે ક્યાં જાય છે, તે જોઈ આવ્યું. તેના કહેવાથી તે દાસી ત્યાં ગઈ અને તેના વચ્ચે રહેલા એક પુરૂષને તેણીએ પૂછ્યું કે, “આ રાજકુમાર હિમણાં આ રસ્તે કયાં જાય છે?” તે પુરૂષ બે મંત્રીશ્વરમાં શિરેમણિરૂપ એવાં અતિસાર મંત્રીને કહેવાથી આ કુમાર નગગ્ના ચૈત્યમાં દેવ પૂજા કરવા માટે જાય છે,” શુદ્ધ, ઉત્તમ, પુણ્ય ઉપર રુચિવાળા, પવિત્ર, કલાકલાપથી યુક્ત અને વેત અશ્વ ઉપર વિરાજમાન એવા ચંદર કુમારને જોઈ મહેલના અગ્રભાગ ઉપર રહેલી રાજકુમારી હર્ષભરિત થઈ તેનું પાણગ્રહણ કરવાને તત્પર થઈ, તે ઘટિત છે. તે પછી જેનું હૃદય હર્ષના ભારથી વ્યાપ્ત થયેલું છે. એવી રાણી રાજાની પાસે આવી અને તેણીએ તે વૃતાંત્ત રાજાને જણાવ્યું. તે સાંભળી રાજાએ ચિંતવ્યું કે, “ચંદર કુમારે જે પુત્રીની પ્રતિજ્ઞા પૂર્ણ કરી, તે ભાવતું હતું અને વૈદ્ય બતાવ્યું, - ધમાં સાકર અને ખીચડીમાં ઘી ઢેલાયા જેવું મારે બન્યું. હવે હું તે બંનેને કુલની રીત પ્રમાણે વિવાહ કરું.” તે પછી વિચારને જાણનારા રાજાએ સમગ્ર સ્વજનોને બેલાવી વૃદ્ધોના વચનથી વિવાહના વિધિનો આરંભ કર્યો. વાઘા વાગવા લાગ્યા, નટે ગીત તથા નૃત્ય કરવા લાગ્યા અને પરમ હર્ષથી બંદીજને ( બિરૂદાવળી) બેલવા લાગ્યા. તે સમયે લજજાથી અવનત-નીચે જોઈ રહેલા અને સ્વજનોએ સન્મુખ કરેલા વર કન્યાની તારામૈત્રી થઈ, એટલામાં મેટે કોલાહી થઈ રહ્યું. તે કોલાહલ સાંભળી રાજા અને કુમાર ચંદિર પણ ચારે તરફ દિશાઓમાં દષ્ટિ ફેરવવા લાગ્યા. તેવામાં એક પુરૂષે આવી આ પ્રમાણે કહ્યું, “હે સ્વામિનું, સાત સ્થાનમાંથી ઝરતા મદ જલના ઝરાઓથી યુક્ત, પર્વતના ખંડ જેવા મેટા કુંભસ્થળથી વિરાજમાન, શિલાઓના જેવા અગ તથા પડખા વાળા અને કૃષ્ણ વર્ણને એક વિધ્યાચળના જેવો ગજે અહીં આવ્યું છે. આ ચાર દાંતવાલે અને જેની આસપાસ ભમરાઓ ગુંજારવ કરી રહ્યા છે એ જે જે લોકોને ભય ઉપજાવે છે. તે ગંધ હસ્તીના ભયથી આપણી ગજશાલામાં રહેલા હસ્તીઓ આ લાન-સ્થભ ઉખેડીને પલાયન કરી ગયા છે. જાણે સાત અશ્વવાલા સૂર્યને આઠમ અશ્વ અર્પણ કરતો હોય તેમ પ્રગટ ૧ દાન-મદથી વિરાજમાન એવી સુંઢવાલો થઈ આપણા અશ્વને ઉછાળે છે, હે સ્વામી, જેમ ઘુડ પક્ષી સૂર્યને જોઈ શકે નહીં, તેમ કઈ પણ તે હાથીને જેવાને સમર્થ થતો નથી. આપ હવે શું જોઈને બેસી રહ્યા છો? તે ગજે હમણાંજ અહીં આવશે.” તે પુરૂષ આ પ્રમાણે કહેતો હતો, તેવામાં તો તે ગબેંક ત્યાં આવી પહોંચે તથા કુમાર ચંદ્રોદર અને રાજાએ (સેવક) જે કહેલ, તેથી પણ વધારે ૧ જે પોતાને સાથે ભારે-ઉત્તમ દાન આપે તે અશ્વનું (પણ) દાન આપી શકે છે હસ્તી પક્ષે દાન એટલે મદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy