SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવત ઉપર ચંદરની કથા, ૧૫૭ કારેલા નિયમથી ચલિત થવું નહિં, ચરણવડે નિર્માલ્યનો સ્પર્શ કરવો નહિં ધર્મનું કાર્ય છોડવું નહિં, સ્વજનની સાથે ભેજન કરવું, મનને ધમાં જોડવું નહિં અને પિતાના આત્માનું હિત કરવું. હે ડાહ્યા વત્સ, કામી, સર્પ, વેશ્યા, દુજન, શત્રુ, રોગ, જલ અને અગ્નિનો વિશ્વાસ કરીશ નહિં. બ્રાહ્મણ સ્ત્રી, ગાય, બાલ, વૃદ્ધ, તપસ્વી શરણે આવેલ રોગી અને શસ્ત્ર વગરના માણસને મારીશ નહિં. તું કદી કાનને કાચો થઇશ નહિં, તેમ વિશ્વાસઘાતી પણ થઈશ નહિં, ગુણે મેળવવામાં સંતુષ્ટ ન થજે અને કેવળ બહિર્મુખ થઈશ નહિ. સત્સંગવાલ પિતાની સ્ત્રીમાં કામદેવ જે, નિર્વિકારી અંગ ધરનારો પુરૂષ પુણ્યવાન હોય છે અને એ પુરૂષ સારી પ્રતિષ્ઠાને પામે છે. જે સુકૃત-પુણ્ય રૂપી વૃક્ષના કયારા રૂપ ન્યાય માર્ગમાં હંસ અને શત્રુ વર્ગમાં વિકરાળ હોય, તે રાજા વર્ણન કરવા યોગ્ય થાય છે. જે કૃતજ્ઞ સર્વજ્ઞ, પ્રભુને પૂજનાર, વિશેષ જાણનાર, વિવેકી, પિતાની પ્રતિજ્ઞાને પાળનાર અને વિદ્વાન હય, તે પુરૂષ ધન્ય ગણાય છે. જે રાજા રાજનીતિ રૂપ લતાના અંકુર રૂપ, મિત્ર જનને આનંદ આપનાર, જ્ઞાનને ફેરવનાર, પાપ કરવામાં મંદ રહેનાર અને આડંબર રહિત હોય, તે સારો રાજા ગણાય છે. ઔદાર્ય, ધર્ય, ગાંભીર્ય, શૌર્ય અને વીર્ય વિગેરે જે બીજા ગુણ આ જગતમાં વિખ્યાત છે, તે ગુણેથી તું વિખ્યાત થજે.” ( આ પ્રમાણે મંત્રીના વચનની યુક્તિથી (ચાતુરીથી-કુશળતાથી) કુમાર ચંદ્રદર પ્રસન્ન થઈ ગયે; પછી તે સારી વયમાં રહીને પિતાની યુવાવસ્થાને સમય પસાર કરવા લાગ્યો. એકવખતે રાજા સભામાં બેઠે હતો અને રાજકુમાર ચંદર તેની પાસે રહ્યો હતો, તે વખતે પ્રતિહારે આવી રાજાને આ પ્રમાણે કહ્યું, “સ્વામી, શ્રી કાંપિથપુરના રાજા રત્નસેનને એક દૂત આવે છે, તેને બાહર રોકે છે. તેને માટે શી આજ્ઞા છે? તે કહ” રાજાએ કહ્યું, “તેને અંદર પ્રવેશ કરાવ્ય.” પછી તેણે તે દૂતને અંદર પ્રવેશ કરાવ્યું, એટલે ફતે રાજાની પાસે આવી પ્રણામ કર્યો. રાજાએ પૂછ્યું, “હે દૂત, રાજા રત્નસેનના કુશળ સમાચાર આપ. પિતાના હિતને ઈચ્છનારા તે રાજાએ તને શા માટે અહિં મેક છે?” દૂત બોલ્યો, “તમારા મિત્ર રત્નસેનને કુશળ છે. જે કારણે તેમણે મને મેક છે તે સાંભળો. “રાજા રત્નસેનને રત્નસુંદરી નામે રાણી છે, તેણીની કુક્ષિથી કલાવતી નામે પુત્રી ઉત્પન્ન થઈ છે. એક વખતે તે કલાવતી સભાની અંદર રાજાની પાસે આવી હતી. તેને એગ્ય જોઈને રાજાએ મંત્રીઓને પૂછયું કે, “આ કુમારીને માટે યોગ્ય વર કોણ છે?” મંત્રી વિગેરે વિચાર કરી લેવામાં કાંઈક કહેતા હતા. તેવામાં તે કુમારી બેલી કે, “મારે વિવાહ કરાવ નથી.” તે સાંભળી રાજા ચિંતાતુર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy