SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમળનાથ ચરિત્ર, કરીશ નહિં કારણ કે, તે જે વિપક્ષ-અવળે પક્ષ થઈ જાય તો તે વિપરીત બની જાય છે. “ “હું ક્ષમામૃત છું, તેથી મને વિષયેથી શું થવાનું છે?” એવું ચિંતવન કરીશ નહિ કેમકે, સ્ત્રીઓને નેત્રના વિષયમાં લેવાથી તે વિષયેનો રસ્તો મળે છે. એમ કહેવાય છે. હે વત્સ, તું ક્ષમામૃતના પદને ચગ્ય છે. તેથી તું ગુરુગુણ સંપાદન કરજે, તારે શકિત વડે અંગ ઉપાયથી પિતાની જાતે સદા ગણ રક્ષા કરવી. સબુદ્ધિવાલા પુરૂષે જે બીજે માણસ પોતાનો ગુણ ગ્રહણ કરે તો હર્ષ કરે નહિ, તેમ દેષ ગ્રહણ કરે તે દ્વેષ કો નહિ, કારણકે, સ્થિતિ અને પ્રસ્થિતિની ઈચ્છા રાખવી. હું સ૫છું એવું માન કદિપણ કરીશ નહિ. અક્ષરને પણ સ્વરૂપથી એવી રીતે ફેરફાર થઈ જાય છે. તું જે એવે થઈ જઈશ, તે પછી તને તાનો નિર્ણય થઈ શકશે નહિ. બાળકો પણ પ્રાણાયામની કલાની પ્રતીક્ષા કરતા નથી. હે ભદ્ર, ગુરૂએ કહેલા પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણેને તું સદા માન્ય કરજે, જેથી તું સમદર્શી થઈ શકીશ. તું બ્લેકના કર્તાની જેમ વર્ણવિભક્તિ, યતિસદગુણ, ગુરૂ અને લઘુને યથાયેગ્ય પદમાં સ્થાપન કરજે. હે વત્સ, તારે સદા ન્યાયમાર્ગે રહેવું, ઉત્તમ માનવાલા પાત્રને દાન આપવું, દેવતત્વનું હર્ષથી ધ્યાન કરવું, શ્રીગુરૂના વર્ણનનું ગાન કરવું; સદા વ્યસનનો ત્યાગ કરે, સિદ્ધાંતના સદ્ધચનનું પાન કરવું, ગુરૂએ કહેલા તત્વને માનવું, જે જીતવા ગ્ય હોય તેને જીતી લેવું, પરોપકાર કરે, પાપમાં હર્ષ ન કરવો, પિતાના અભિગ્રહનું મરણ કરવું, ધર્મને ઊંચે પ્રકારે ધારણ કરે છે. શાસ્ત્રનું ચિંતવન સદા કરવું, મિત્રના હૃદયને છેતરવું નહિ, સમય પ્રમાણે સુવું, કુટુંબને જમાડવું, ઉતાવળથી કાર્ય કરવું નહિં, ગુરૂના વચનને હૃદયમાં ધારણ કરવું, કુકર્મને અટકાવવું, પિતાન સુકૃત્યથી દુઃખ સમુદ્રને તરી જવું, દુષ્ટને સંગ છોડ, કુકમ કરનારને તિરસ્કાર કર, ગુણ સમૂડ મેલવવે, મનનો મેલ ધોઈ નાખવું, લીધેલું વ્રત પાળવું, શરીરનું બહુ લાલન કરવું નહિં, સ્વી ૧ ક્ષમાભૂત એટલે રાજા પક્ષે મુનિ મુનિ ક્ષમાધારી છે. પણ જે વિશે તરફ પ્રવર્તે તો તે ભ્રષ્ટ થઈ જાય છે. રાજા પણ જે વિષય તરફ પ્રવત્ત તે તે રાજ્યભ્રષ્ટ થઈ જાય છે, ૨ ક્ષમાભૂત રાજા અને મુનિ-રાજા પક્ષે ગુરુગુ એટલે મેટા ગુણ અને મુનિ પક્ષે ગુરૂના ગુણો. ૩ અંગ -શરીર અથવા રાજ્યના અંગ-મુનિ પક્ષે આગમ. ૪ રાજ પક્ષે ગણ રક્ષા એટલે સમૂહની રક્ષા મુનિ પક્ષે પિતાના સાધુ સમુદાય સંધેડાની રક્ષા. પ સ્થિતિ પ્રસ્થિતિ એટલે રહેવું અને ચાલ્યા જવું. ૬ અક્ષરોમાં પણ વ્યાકરણના નિયથી ફેરફાર થયા કરે છે. ૭ બાળકને પ્રાણાયમની કલા સ્વાભાવિક રીતે હોય છે ૮ લોકને કર્તા છંદના નિયમ પ્રમાણે વર્ગ–અક્ષર, વિભક્તિ, યતિવિરામ વિગેરે ગુણેને બને ગુરૂ તથા લઘુ સ્વરને તેના યોગ્ય પદમાં ગઠવે છે તેમ અહિં એવો બધ આપે છે કે, તું વર્ણ-બ્રાહ્મણદિના વિભક્તિ-વિભાગ પ્રમાણે તેમની સાથે વર્તજે. યતિ સગુણ-એટલે મુનિઓના સગુણો જાણી તેમજ ગુરૂ મેટા અને લધુ-નાનાને તેમને લાયક એવા પદમાં રાખજે-( ચિત સાચવજે ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy