________________
ભારતના સ્વરૂપ ઉપર ચંદ્રોદરની કથા.
૧૫૩ તે ઘટે છે. પરંતુ તે કલાવાન છે, એટલું આશ્ચર્ય છે. કુમારના કલાચાર્ય ઉત્તમ બ્રાહ્મણને રાજાએ મંડળ (દેશ)ના દાનથી એવો સત્કાર કર્યો કે જેથી તે નામથી અને ધામથી ખરેખર કલાચાર્ય બની ગયે હતો.
એક વખતે રાજાએ જેનું બલ અનેકમાં પ્રવર્તે છે એવા પોતાના અતિસાર નામના મંત્રીને તે કુમાર હિતશિક્ષાને માટે સોંપી દીધું. તે બુદ્ધિમાન મંત્રીએ સત્યુને પણ માનવા યોગ્ય અને કામદેવના જેવા સુંદર એવા તે કુમારને આ પ્રમાણે કહ્યું “હે ઉત્તમ બુદ્ધિવાલા વત્સ, હું તને ઉચ્ચ શિક્ષા આપું છું. તે શિક્ષા સરસ્વતીની એક લેખશાળા કહેવાય છે અથવા તેને શિક્ષા આપવી તે પૂર્ણ ચંદ્રને કલા આપવા જેવું, સુર્યને તેજ આપવા જેવું અને દેવ ગુરૂ બૃહસ્પતિને શિક્ષણ આપવા જેવું છે, તથાપી વિદ્વાન અને માની એવા પુરૂએ રાજાની આજ્ઞા માન્ય કરવી જોઈએ, એમ ધારીને હું તને જે કાંઈ કહું, તે તારે હિતરૂપ ધારણ કરવું. હે વત્સ, ચિંતામણિ રત્નના જેવું આ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને તે નિશ્ચિત રહીશ નહિ. તે રત્નમાંથી ચિંતિત પદાર્થને શેધી લેજે. ઘણા પુરૂષે અન્નને મૃત્તિકા તથા સુવર્ણરૂપે વર્ણવે છે, તેવા અન્નમાંથી શરીર બનેલું છે, તેથી તે શરીર તસમાન મૃત્તિકા તથા સુવર્ણ સમાન છે, જેના મૃત્તિકા રૂપ શરીર છે, તે મૃત્તિકા વગેરેમાં જાય છે અને જેમના શરીર સુવર્ણરૂપ છે, તેઓ સુવર્ણપણાને પામે છે. હે કુમાર તું પૂર્ણ કલાધારી થયો છે, તે હવે તારે સુવૃતપણું ધારણ કરવું અને તેમનું ગ્રહણ નિવારવું. કારણ કે, તે તેના કલંકરૂપ છે. ઉત્તમ પુરૂ ગુરૂ પાસેથી સૂત્ર મેળવી પોતાના યૌવન વયના કમને સાધે છે, પરંતુ સ્ત્રીરૂપ પાપનાં વનને સાધતા નથી. જેઓ તંત્રને પ્રાપ્ત કરી ( શાસ્ત્ર-વિદ્યા પ્રાપ્ત કરી) માન ધરીને તે માનને નાશ કરતા નથી, તે પુરૂષ વિષમાં રહીને અને પ્રમાદમાં પડીને ક્ષય પામી જાય છે. બુધ, ગુરૂ, કવિ, વક, કલાવાનું અને શૂર એ પણ પુરૂષ અવારgીના સંગથી નીચે જાય છે અને અસ્ત પામી જાય છે. તે પછી બીજાની શી વાત કરવી? જે આ લફમીરૂપી રાઈ છે, તે અંગને પુષ્ટિ આપનારી માનેલી છે, પરંતુ તે ભેગવવાથી–ખાવાથી ચૈતન્યને આપનારી થતી નથી. કારણ કે, તે સાગરમાંથી ઉત્પન્ન થયેલી છે, ઉદ્યમવાલા પુરૂષનું દીર્ઘ એવું શાસ્ત્ર શત્રુઓને જીતી લે છે, પરંતુ પ્રમદાને
૧ ચંદ્રરૂપ થયેલ છે. ૨ સુવૃત્ત એટલે સારું વર્તન ચંદ્રપક્ષે સારી ગોળ આકૃતિ. ૩ તમઅજ્ઞાનનું ગ્રહણ ન કરવું ચંદ્રપક્ષે તમ—રાનું ગ્રહણ ન કરવું. ૪ બુધ ડાહ્યા પક્ષે બુધ, ગુરૂમોટા પક્ષે ગુરૂગ્રહ કવિ-કવિતા કરનાર પક્ષે શુક, વક્ર, વાંકે પક્ષે મંગળ ગ્રહ, કલાવાન-કલાવાળે પ ચંદ્ર, શુર રિવર પક્ષે સૂર્ય, ૫ વારૂણી–મદિરા પક્ષે પશ્ચિમ દિશા. ૬ નીચ ગ્રહ થાય છે. ૭ સાગર એટલે વિષ સહિત પક્ષે સમુદ્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org