SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતત્વના સ્વરૂપ ઉપર ચંદરની કથા ૧૫૧ નથી. જે પુરૂષ એ મંત્રને એક અક્ષર પણ એકાગ્રહપણે ધ્યાવે, તે તે સાત સાગરે૫મના આયુષ્યને નાશ કરી શકે છે. વળી તે સુબુદ્ધિપુરૂષ મનમાં શ્રદ્ધા લાવી નવકાર મંત્ર પૈકી એક સમગ્ર પદવડે પચાશ સાગરોપમનું અને સમગ્ર-સંપૂર્ણ નવકારમંત્રવડે તે તે પાંચસે સાગરોપમનું આયુષ્ય શીઘ નાશ કરી શકે છે. આ પ્રમાણે કહી તે મુનિ, રાજા અને રાણીને તે પંચપરમેષ્ટી મંત્ર અને તેને વિધિ બતાવી ચાલ્યા ગયા અને પછી રાજા પિતાને ઘેર આવ્યું. મુનિએ કહેલા પવિત્રનું મંત્રનું સમરણ કરતાં તે રાજારાણીનું દુષ્ટ અંતરાય કર્મ અત્યંત હલકું થઈ ગયું. તે પવિત્ર રાજાને નવકાર મંત્રના પ્રભાવથી અને સામ્યભાવથી (તેમાં સાતે ધાત રંગાઈ જવાથી તેમાં શ્રદ્ધા પરિણતિ જાગવાથી) રાજ્યની વૃદ્ધિ, કાર્યની સિદ્ધિ અને સર્વ દિશાએમાં પ્રસિદ્ધિ થઈ ગઈ. એક વખતે રાત્રે રાજા જાગ્રત થઈ આ પ્રમાણે ચિંતવવા લાગે- મારે નવકાર મંત્રના પ્રભાવથી સર્વ શુભ થયું, પરંતુ સે વરદાનની પ્રાપ્તિરૂપ મારું કાર્ય હજુ સિદ્ધ થયું નથી. તે કાર્ય હજુ પણ મને સંતાપકારી અને દુઃખકારી લાગે છે ” રાજા આ પ્રમાણે ચિંતવતું હતું, તેવામાં દેવગે ભેગસહિત (સ્વહિતકારી અને ચકર ) રાણી સ્વપ્નામાં ત્રાસ (ભય-કલંક) રહિત એવા પૂર્ણચંદ્રનું પાન કરી ગઈ. જે પુત્રને માટે આ સનાતન નવકાર મંત્રનું સ્મરણ કરે છે, તે સ્વમામાં (પણ) સસલાના ચિન્હ-લક્ષણ યા કલંક સહિત ચંદ્રનું પાન કરતા નથી + રેણુએ અમૃતના જેવી વાણીથી તે સ્વમાની વાર્તા રાજાને કહી જેવું ભેજન તેજ ઓડકાર આવે છે રાણીને પરિતાપ જે ચંદ્રના પાનથી શાંત થઈ ગયે, તે ઘટે છે, પણ રાજાને માટે તે આશ્ચર્યની વાત છે. અથવા તે બંનેની એકતા છે. જેની અબળા સ્ત્રી પણ રાજાને ગળી જાય છે. તે પછી તે રાજા અખંડ નિશ્ચિત કેમ ન રહે? આ પ્રમાણે ચિંતાના સંતાપથી મુકત થયેલી રાણુને રાજાએ હર્ષથી કહ્યું “ભદ્ર! તને રાજા-ચંદ્રની જેમ કલા કલાપથી યુકત એ પુત્ર થશે. હે ભામિની સ્વમોમાં જે સ્ત્રી લીંગ જોવામાં આવે, તે પ્રાયે કરીને સ્ત્રી અવતરે છે, પુંલિંગ જોવામાં આવે તે પુરૂષ અવતરે છે અને નપુસકલિંગ જોવામાં આવે તે નપુંસક અવતરે છે. જે શુભ સ્વમ જુવે તે ભવ્ય પુત્ર થાય અને અશુભ સ્વમ જુવે છે તેથી વિપરીત પુત્ર થાય છે,' તને શુભ સ્વમ થયું છે, તેથી તારે સારે પુત્ર થશે, તેમાં કઈ જાતને સંશય નથી” રાજાના આવાં વચન સાં ૧ નરક નીચ ગતિ સંબંધી. + પણ કલંકરહિતજ ચંદ્રનું પાન કરે એ અર્થવનિ નિકળ જણાય છે. ૧ રાણીએ અમૃતમય ચંદ્રનું પાન કર્યું હતું, તેથી તેણીની વાણું અમૃતના જેવી નીકળે. ૨ ચંદ્રના યોગથી પરિતાપ શાંત થઈ જાય છે. રાજાને અર્થ ચંદ્ર થાય છે ત્યારે રાણી ચંદ્ર રાજાને પી ગઈ અને રાજા શાંત થયે, તે આશ્ચર્યની વાત છે. ૩ રાજા એટલે ચંદ્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy