________________
૧૪૮
શ્રીવિંગળનાથ ચરિત્ર, બે કે, “ એ સર્વમાં રાજા ઉગ્રશાસનની કેઈપણ આજ્ઞા પ્રવેત્ત છે?” તેણે કહ્યું, “જ્યારે હું પ્રમાદી થાઉં છું, ત્યારે તે મારી સમ્યમ્ દષ્ટિને છેતરી માણસને પિતાને સેવક બનાવી દે છે.” શુદ્ધબુદ્ધિ બે , જે તેમ હેયતો અહિં સુખ છતાં પણ હું રહીશ નહિં, જ્યાં તે ઉગ્રશાસનનું નામ પણ ન હોય તેવે ઠેકાણે મને લઈ જાઓ.” લેકનાથે કહ્યું, “ ફકત એક થાન સિવાય બીજે સર્વ સ્થાને કઈ કઈવાર તેને ભય તે છે.” મંત્રી બે, “હે પ્રભુ તેવા કે પ્રધાન એવા મહાસ્થાનમાં મને લઈ જાઓ. કે, જ્યાં હું તમારા પ્રસાદથી નિર્ભય થઈને રહું” લેકનાથે કહ્યું, “તે મહારથાન નિર્વાંતિપુરી છે. ત્યાં મારી સાથે ચાલ. હું તને પ્રશસ્તપુરીનું દ્વાર બતાવું. પરંતુ તેના માર્ગમાં બલતે દાવાનળ આવે છે, તેમાં જો તું પ્રવેશ કરીશ તે પછી હું તારો રક્ષક થઈ શકીશ નહિ. તેની આગળ એક પર્વત છે, તે વિંધ્યાચળની જેમ વધતો જાય છે, જે ત્યાં તું લાંબે કાળ રહીશ તે પછી નગરીમાં જઈ શકીશ નહિં. તેથી તારે જલદી તે ઉપરથી ઉતરી જવું. તેની આગળ એક વાંસની જાળી છે, તેને માર્ગ આડે અવળે ગુપિલ (અ) સરળ છે, તેથી તારે તે ક્ષણમાં જ ઓલંગવી. તેની આગળ એક ખાઈ આવે છે, તે ખાઈ આગળ લઘુ છે અને પાછળથી મટી છે. તેની સમીપે એક વિપ્ર (મરથ ભટ્ટ વસે) છે, તે કહે છે કે, “આ ખાઈને ભરીને આગળ ચાલે.” પરંતુ તું જે હિતને ઈચ્છતો હતો તે વિપ્રનું વચન માન્યા વગર તારે આગળ ચાલવું, નહીં તો તારે બધે જન્મ ચાલ્યા જશે, તે પણ તે ખાઈ પુરાશે નહિં. તે ઠેકાણે તારે ક્ષુધા અને તૃષાની પીડા સહન કરવી પણ ત્યાં રહેલાં પકવફલે ખાવા નહીં અને સ્વાદિષ્ટ જલ પીવું નહિં. કાર્યને જાણનારા એવા તારે ત્યાં સ્વાદરહિત અને નીરસ એવાં ફલ તથા જલ લઈ સદા પ્રાણવૃત્તિ કરવી. ત્યાં બાવીશ ચેર રહેલા છે, તેમાંથી યત્નવડે ચેતતા રહેવું, નહિં તે પ્રથમ મેળવેલું તારું સર્વસ્વ તે ગ્રહણ કરી લેશે. ત્યાં એક વાઘ અને એક સિંહ એમ બે પ્રાણુઓ છે, તેમનાથી તારે સાવધાન અને શુભધ્યાન રાખીને દૂર રહેવું.” લોકનાથના આ વચને તે મંત્રીએ કબુલ કર્યા પછી તેને તે શુભ સ્થાનમાં લઈ જવામાં આવ્યે. જે સ્થાનને પ્રાપ્ત કરી શુદ્ધબુદ્ધિ મંત્રી સદા સુખમય બનીને રહ્યા, પછી તે ભવ્ય પ્રાણીઓને મનવાંછિત ફલ આપનારે લોકનાથ પણ પિતે લોકોને મોક્ષની પ્રાપ્તિ કરવાને માટે પિતાના સ્થાનમાં ચાલ્યા ગયે.
(મુનિ કહે છે, હે રાજન, એ લેકનાથ નિધન જનને ધન આપનાર, સંતાનરહિત જનેને સંતાન આપનાર, અને આ વિશ્વને નાયક છે. તે રાજ્યના અર્થીઓને રાજ્ય આપનાર, દુખી જનોના દુઃખને નાશ કરનાર, દુર્ભાગીને સુભાગી બનાવનાર અને કેને તારનાર છે. સૂર્યની જેમ કાકપક્ષીઓના તાપની પરે તે લેકેના સંતાપને હરનાર, સબુદ્ધિને વધારનારો અને કેટી લેકએ નમેલે છે. વળી તે ઈષ્ટ કરનાર, કષ્ટ હરનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org