________________
૧૪૧ ,
ભાવતત્વના સ્વરૂપ ઉપર ચંદ્રોદરની કથા આ દિવસ ધર્મથી પ્રકાશમાન થયે, આ પહેર કામ-ઈચ્છા પવાથી સુંદર બન્યું, અને આ ક્ષણ પણ ક્ષણ-ઉત્સવ આપનાર થયે, કારણ કે સાધુ પુરૂષનું દર્શન મનુષ્યને ભાગ્ય ગેજ થાય છે. હે પ્રભુ, મિત્ર-સૂર્યને ઊદય થાય તોપણ અંધ મનુષ્યને તેનાં કર્મને લીધે ઈષ્ટ વસ્તુનું દર્શન થતું જ નથી. ફળ તથા પત્રને આપનાર વસંત ઋતુ આવે તે પણ કેરડાના વૃક્ષને પુ િઆવ્યા છતાં પણ પત્ર આવતાં નથી. સર્વ પ્રકારના ધાને ઉપકાર કરનાર વરસાદ આવતાં પણ જવાસાના ઝાડ ક્ષમાને-ભજનારા થયા, છતાં પણ દુર્ભાગ્યે સુકાઈ જાય છે. હે દયાનિધિ, તેવી રીતે તમારું આગમન થતાં પણ મારૂં દુઃખ ન જાય, તેમાં મારા કમનોજ દેવ છે, બીજા કોઈનો દેષ નથી. તથાપિ આળસુ લેકેની વચ્ચે ગંગા નદી આવી મળી, તે તે સર્વના પાપને હણનારી થતી નથી, પણ તે સર્વના સંતાપને તે હણનારી થાય છે.” આ વચને સાંભળી મુનિ બોલ્યા, “હે પ્રાણ, ચિરકાળ ધ્યાનરસવાળા તારા હૃદયમાં જે સંતાપ થાય છે, તેને માટે મને કૌતુક થાય છે. કળાઓના કલાપવડે યુક્ત અને સ્વામી એવા રાજારૂપ તમારામાં આવી ઉંચા પ્રકારની અને વામપણાને અનુસરનારી મોટી મલિનતા હોય એ આશ્ચર્યની વાત છે. શુદ્ધપક્ષના ઊદયના અધ્યક્ષરૂપ એવા હે રાજા, તમારા ભરવડે સર્વ પ્રાણીઓને સંતાપ નાશ પામે છે, તે આ શું બન્યું ? તે તમારા હૃદયની વાત જણાવે.” રાજા બોલ્યો, “ભગવન, મને દુઃખ થવાનું કારણ મારી અપુત્રતા છે, કારણ કે, લોકિક આગમમાં કહ્યું છે કે, “જે અપુત્ર હોય તેમની સારી ગતિ થતી નથી.” મહાવ્રતધારીઓમાં મુગટરૂપ એવા મુનિ બોલ્યા, “હે રાજન, દાતુર થઈશ નહીં. તને લાગેલો બધે મેલ ચાલ્યો જશે, તે વિષે અંતઃકરણને કમળ કરે તેવું એક દષ્ટાંત સાંભળ –
રાગી પુરૂષને આનંદ આપનારૂં દુરપાર નામે એક નગર છે. કવીશ્વરે જેના ભૂમીગૃહ (ભોંયરા) ને અધોલેક પાતાળ કહે છે, શિરે ગૃહ-અગાશીને ઉદ્ઘલેક કહે છે અને મધ્ય ભમી વચલા માળને મધ્યક કહે છે. સર્વ ભુવનને વશ કરનાર અને ભવનમાં ઉદય પામેલે ઉગ્રશાસન નામે વિખ્યાત રાજા તે નગરનું પાલન કરતો હતો. જાણે તે સંતુષ્ટ થતો હોય તેમ તેણે સુમનસને ઉચ્ચપદ અર્પણ કર્યું
૧ ગેરવ મી-પૃથ્વીને સ્વામી પક્ષે જલના રવાભી. ૨ ગભર–વાણીને સમૂહ અને જળને સમુહ.
૩ જ્યારે તે સંતુષ્ટ થતો ત્યારે સુમનસ-દેવતાને પક્ષે વિદ્વાનોને ઉચ્ચપદ આપતો અને જ્યારે તે રૂછ થતો ત્યારે દિજિલ્ડ-સને પક્ષે લુચ્ચા પુરૂષને અધઃસ્થાન-પાતાળ અને પક્ષે નીચ સ્થાન આપતો હતો ( નિગ્રહ કરતે હો ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org