________________
૧૪૦
શ્રી વિમળનાથ ચરિત્ર, બીજી તરફથી મસ્તક ઉપર લાકડીનો પ્રહાર પડે, તેના જેવું થયું.” આવું વિચાર્યું પણ શરમને લીધે તેણીએ તે હિત કાર્ય કરવામાં તત્પર એવા રાજાને જાણ્યા છતાં તેને આદર કર્યો નહિં. રાજાએ વિશેષ કમળતાવાળી વાણથી તેને બોલાવી, “ હે કુશલે, તારા શરીરમાં શું અકુશળ છે ? તારા પિયરમાં કાંઈ અમંગળ તે બન્યું નથી? હે ભદ્ર, સર્વ રીતે તને કલ્યાણ છે? તેમ મેં પણ તારે અપરાધ કર્યો નથી ? હે મને હરે, વિપત્તિને કરનારી કઈ સપત્ની પણ તારે નથી તે છતાં તારામાં જે મેટું દુખ પ્રત્યક્ષ દેખાય છે, તેનું કારણ હું જોઈ શકતા નથી. હે માનિની, તેથી તું જે હોય તે કહી દે.” રાજાનાં આવાં વચન સાંભળી સખીઓથી ચારે તરફ વીંટાએલી તે રાણે રાજાને સંતાપ શાંત કરવા માટે ધારાગૃહ (જળવૃષ્ટિ) કરતી હોય તેમ અત્યંત ગાઢ રૂદન કરવા લાગી. પછી સ્વચ્છ હૃદયવાળા રાજાએ પોતાના બે હાથે કરી તેનાં બંને નેત્રો લુંછી તેણના :ખે દુઃખી થઈ ફરીવાર પૂછયું, એટલે ધેર્યને ધારણ કરી અને પિતાનો આકાર પવી તેણું બેલી, “સ્વામી, હું પુત્ર રહિત છું. તેજ મને મોટું દુઃખ છે,”રાજા જે, “હે દેવી, એ મહાન ઊગ્ર દુઃખ મારા હૃદયમાં પણ શલ્યની જેમ સદા ખટકે છે, પરંતુ આ પૃથ્વીમાં કયા જીવનું એવું ભાગ્ય છે કે જે બંને રીતે સદય અને પ્રિય એવો તારે પુત્ર થઈ અવતરે? હે ભદ્ર, તે છતાં તું ખેદ કરીશ નહિ, વિવિધ એવા દુસ્તપ તપ વડે તારે પુત્ર થઈ શકશે. પ્રાણીઓના તપ કરવાથી નિકાચિત એવા અંતરાય કર્મો પણ ક્ષય પામી જાય છે. તો પછી બીજા કર્મો ક્ષય થાય તેમાં શું કહેવું ?" આ વખતે તે આમ્રવૃક્ષના શિખર ઉપર બેઠેલ એક શુકપક્ષી આ પ્રમાણે બે, “હે નૃપપ્રિયે, ધીરજ રાખ, તારે પુત્રની ઉત્પત્તિ થશે.” સારું અને શ્રવણને સુખકારી તે શુકપક્ષીનું આ વચન સાંભળી તેઓ બંનેના હૃદય હર્ષિત થઈ ગયાં અને તેઓ ઉત્સુક બની ગયાં. તેઓ બંને આકાશ તરફ શુકપક્ષીને જોતા હતા, તેવામાં આકાશની અંદર વિચરતા, ક્ષમા વિગેરે દશ પ્રકારના ધર્મને ધારણ કરનારા, ભવ્યજંનેને તારનારા અને વિસ્મરણ થયેલા શ્રવણને સ્મરણ કરાવનારા વિનયંધર નામના એક ચારણ શ્રમણમુનિ તરત તેમના જેવામાં આવ્યા. તે ક્ષમાધારી મુનિ ક્ષણમાં પૃથ્વી ઉપર સ્થિત થયા, એટલે રાજાએ તેમને ત્રણ પ્રદિક્ષણા કરી વંદના કરી. તે મુનિએ દુર્ગતિને ભેદનારી ધર્મલાભની આશિષ આપી, પછી રાજા અંજલિ જે આ પ્રમાણે બે, ભગવાન, આજે તમારા સમાગમથી આ મારી પૃથ્વી ઉત્સવવાળી થઈ, મારૂં દેશમંડળ પૃથ્વીના કુંડલરૂપ થયું, મારી પુરી ધર્મરૂપી રાજાની સુશીલ અંતઃપુરીના જેવી થઈ, મારે જન્મ ભાગ્યના જન્મરૂપ થયે, આ વર્ષ હર્ષદાયક થયું, આ માસ રમણીય રમા–લક્ષમીના વાસરૂપ થયે, આજથી મારા દુઃખને અદ્ભુત નાશ થયે, આ પખવાડીયું શત્રુને નાશ કરનાર થયું,
૧ બંને રીતે સદય એટલે સત-અય-સારા પરિણામવાલો અને સદય-દયા સહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org